Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    3 મહિનાના ભાડાથી વધુ મકાનની ડિપોઝીટ નહીં લઈ શકાય:મકાનમાલિક અને ભાડુઆતોની જવાબદારીઓ નક્કી, નવું ગુજરાત રેન્ટ બિલ-2026 વિધાનસભામાં મૂકાશે

    18 hours ago

    ગુજરાત સરકારે ભાડાના મકાન અને કોમર્શિયલ મિલકતોને લગતા દાયકાઓ જૂના કાયદામાં મોટા ફેરફારની તૈયારી કરી છે. શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈ દ્વારા Gujarat Rent Bill, 2026 (Gujarat Bill No. 22 of 2026) રજૂ કરવાની દરખાસ્ત છે. બિલમાં 1947ના Gujarat Rents, Hotel and Lodging House Rates Control Actને રદ કરીને કરાર આધારિત નવી ભાડા વ્યવસ્થા લાગુ કરવાની જોગવાઈ છે. નવા કાયદા હેઠળ ભાડા કરાર લેખિત હોવો ફરજિયાત રહેશે અને તેની વિગતો Rent Authorityને આપવાની રહેશે. સૌથી મહત્વની જોગવાઈ મુજબ મકાનમાલિક ત્રણ મહિનાના ભાડાથી વધુ સિક્યોરિટી ડિપોઝિટ લઈ શકશે નહીં, જ્યારે મકાન ખાલી કર્યા બાદ માન્ય કપાત બાદ ડિપોઝિટ એક મહિનામાં પરત કરવાની રહેશે. લેખિત કરાર વિના કોઈ મકાન કે પરિસર ભાડે આપી નહીં શકાય આ કાયદો અમલમાં આવ્યા બાદ, લેખિત કરાર વિના કોઈ પણ મકાન કે પરિસર ભાડે આપી કે લઈ શકાશે નહીં. મકાનમાલિક અને ભાડૂતે નિર્ધારિત નમૂનામાં આ કરાર અંગેની જાણકારી બે મહિનાની અંદર સંયુક્તપણે 'ભાડા સત્તામંડળ' (Rent Authority) ને આપવી પડશે. આ હેતુ માટે એક ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે. આ ખરડામાં ભાડા સંબંધિત વિવાદોના નિરાકરણ અને ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા માટે ભાડા સત્તામંડળ, ભાડા અદાલત અને ભાડા ટ્રિબ્યુનલની જોગવાઈ કરવામાં આવી છે. જો કરારની મુદત પૂરી થયા પછી તેનું નવીનીકરણ કર્યા વિના ભાડુઆત મિલકતનો કબજો જાળવી રાખે, તો તેણે માસિક ભાડા કરતાં બમણું ભાડું ચૂકવવું પડશે. જોકે, યુદ્ધ, પૂર કે ચક્રવાત જેવી કુદરતી આપત્તિઓના કિસ્સામાં, ભાડુઆતને આપત્તિનો સમયગાળો પૂરો થયા બાદ વધુમાં વધુ એક મહિના સુધી કબજો જાળવી રાખવાની છૂટ આપવામાં આવશે. ભાડૂઆત વધારાના કરાર દ્વારા પરવાનગી મળ્યા સિવાય ભાડાની મિલકતનો સંપૂર્ણ કે આંશિક ભાગ અન્ય કોઈને ભાડે (સબ-લેટ) આપી શકશે નહીં. સુરક્ષા ડિપોઝિટ (સિક્યોરિટી ડિપોઝિટ)ની રકમ ત્રણ મહિનાના ભાડા જેટલી મર્યાદિત રહેશે. મકાનમાલિકો અથવા પ્રોપર્ટી મેનેજરોએ ભાડાની મિલકતમાં પ્રવેશતા પહેલા અગાઉથી જાણ કરવી પડશે અને તેમને સૂર્યોદય પહેલાં કે સૂર્યાસ્ત પછી પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. મકાનમાલિકોની જવાબદારી મકાનમાલિકો માળખાગત સમારકામ (ભાડૂતો દ્વારા થયેલા નુકસાન સિવાય), તેમજ ચૂના-રંગકામ, બારી-બારણાંનું રંગકામ, નળ અને પાઇપનું જરૂરી સમારકામ અને આંતરિક તથા બાહ્ય વિદ્યુત વાયરિંગની જાળવણી માટે જવાબદાર રહેશે. ભાડૂઆતની જવાબદારી દરમિયાન, ભાડૂઆતો નિયમિત સમારકામ માટે જવાબદાર રહેશે, જેમ કે નળના વોશર અને નળ બદલવા, ગટર સાફ કરવી, શૌચાલય, વોશ બેસિન, બાથટબ અને ગીઝરનું સમારકામ કરવું, તેમજ સ્વીચ, સોકેટ અને વિદ્યુત ઉપકરણોની જાળવણી કરવી. તેમણે રસોડાની ફિટિંગ્સ, દરવાજા અને બારીના હેન્ડલ તથા તાળાં, કાચની પેનલ્સ અને ભાડે લીધેલા બગીચા કે ખુલ્લી જગ્યાની પણ જાળવણી કરવાની રહેશે. મકાનમાલિકોને ભાડૂઆતો માટેની આવશ્યક સેવાઓ કે પુરવઠો બંધ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ચોક્કસ સંજોગોમાં, માત્ર ભાડું ન ચૂકવવાને કારણે તરત જ મકાન ખાલી કરાવવાની કાર્યવાહી કરવામાં આવશે નહીં; જોકે, જો સતત બે મહિના સુધી ભાડું ચૂકવવામાં ન આવે તો મકાન ખાલી કરાવવાની કાર્યવાહી થઈ શકે છે. ભાડાની એવી મિલકતો માટે પણ એક વિશેષ જોગવાઈ પ્રસ્તાવિત કરવામાં આવી છે જેમાં ખાલી જમીનનો સમાવેશ થતો હોય. બિલમાં Rent Authority, Rent Courts અને Rent Tribunalsની વ્યવસ્થા કરવાની દરખાસ્ત છે, જેથી મકાનમાલિક-ભાડૂઆતના વિવાદોનો ઝડપી નિકાલ થઈ શકે. Rent Authorityના વડા તરીકે ડેપ્યુટી કલેક્ટર અથવા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરથી નીચા દરજ્જાના અધિકારીની નિમણૂક નહીં થાય, જ્યારે Rent Courtનું નેતૃત્વ એડિશનલ કલેક્ટર અથવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારી કરશે. સામાન્ય રીતે કેસોનો નિકાલ 60 દિવસમાં કરવાનો પ્રયાસ રહેશે.
    Click here to Read More
    Previous Article
    Bigg Boss 20: रसोई की ड्यूटी को लेकर मनोज तिवारी की बेटी पर भड़की मैरी कॉम, बोली- चाय में कितना समय लगता है
    Next Article
    ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ કરવા DEOનો આદેશ:શિક્ષણ વિભાગની મંજૂરી વિના 2 વર્ષથી સાડીના કારખાનામાં ધમધમતી સ્કૂલને 1 લાખનો દંડ, 250 વિદ્યાર્થીઓ રઝળી પડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment