Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી વેકેશન ટૂંકાવતા રોષ, DEOને રાવ, આંદોલનની ચીમકી:15મીથી ખાનગી શાળા શરૂ કરવા સામે આક્રોશ

    10 hours ago

    રાજ્ય શિક્ષણ વિભાગે વર્ષ 2026ના શૈક્ષણિક કેલેન્ડર મુજબ 05થી 25 નવેમ્બર સુધી કુલ 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કર્યું છે. આ નિયમ મુજબ 26 નવેમ્બરથી શૈક્ષણિક કાર્ય પુનઃ શરૂ થવાનું છે. જોકે, રાજકોટની અનેક ખાનગી શાળાઓ સરકારી પરિપત્રની અવગણના કરીને 15 નવેમ્બરથી જ શાળાઓ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. આ મનસ્વી નીતિ સામે વિદ્યાર્થી નેતા અને સૌરાષ્ટ્ર ઝોન પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જિલ્લા શિક્ષણાધિકારીને (DEO) ઈ-મેલ મારફતે રજૂઆત કરીને પરિપત્રનો ચુસ્ત અમલ કરાવવા અને તપાસ કરવાની ઉગ્ર માગણી કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, વિદ્યાર્થીઓ આખું વર્ષ અભ્યાસ, પરીક્ષાઓ અને હોમવર્કના માનસિક તણાવમાં રહેતા હોય છે. વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓ પરિવાર સાથે સમય વિતાવી શકે અને તણાવમુક્ત બની શકે તે જરૂરી છે. DEO સમક્ષ માગણી કરવામાં આવી છે કે, રાજકોટની શાળાઓને 25મી સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવા સ્પષ્ટ આદેશ કરવો, 15 નવેમ્બરથી શાળાઓ શરૂ કરવાની તૈયારી કરી રહેલી ખાનગી શાળાઓ સામે તાત્કાલિક તપાસ કરવી, સરકારી શૈક્ષણિક કેલેન્ડરનો ભંગ કરનારી સંસ્થાઓ સામે નિયમોનુસાર કડક પગલાં ભરવા. રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું કે, આ રજૂઆત વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે કરવામાં આવી છે. જો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો લોકશાહી ઢબે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પ્રથમ વખત ભાજપ, કોંગ્રેસના તમામ 72 કોર્પોરેટરને એક સરખું સન્માન:રાજકોટ મનપામાં નવી પરંપરાનો પ્રારંભ, દિવાળી કાર્ડમાં રાજકીય ભેદભાવને જાકારો
    Next Article
    તઘલકી ફરમાન:વેકેશન છતાં 19મી સુધી હોસ્ટેલ ફીની પહોંચ જમા કરવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment