Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શીલજની આનંદ નિકેતન સ્કૂલને DEOએ 10 હજારનો દંડ ફટકાર્યો:FRCએ મંજૂર કરેલી ફીનો ઓર્ડર વેબસાઈટ પર ન મૂકતા વાલીની ફરિયાદ, DEOની તપાસ બાદ કાર્યવાહી

    1 day ago

    FRCના નિયમનું પાલન ન કરનાર શીલજમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં આવી છે. શીલજમાં આનંદ નિકેતન સ્કૂલ દ્વારા FRC દ્વારા મંજૂર કરેલી ફીનો ઓર્ડર પોતાની વેબસાઇટ પર અને નોટિસ બોર્ડ પર ન મૂક્યો હોવાની વાલીએ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરી હતી. જેથી વાલીની ફરિયાદના આધારે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસ કરવામાં આવતા વેબસાઇટ પર માહિતી ન મૂકી હોવાનું સામે આવ્યું હતું. જેથી શાળાને નોટિસ આપી 10 હજારની દંડ ફટકારવામાં આવ્યો છે. ફીનો ઓર્ડર વાલીઓ જોઈ શકે તે પ્રમાણે મૂકવો ફરજિયાત હતો ગુજરાત સ્વનિર્ભર સ્કૂલ નિયમ અંતર્ગત મંજૂર કરેલી ચાલુ વર્ષની જે ફી લેવામાં આવતી હોય તેનો FRC દ્વારા મંજૂર થયેલી ફીનો ઓર્ડર શાળાએ તેની વેબસાઈટ પર અથવા વાલીઓ જોઈ શકે તે પ્રમાણે નોટિસ બોર્ડ પર મૂકવો ફરજિયાત છે. પરંતુ શીલજમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલ દ્વારા FRC એ મંજુર કરેલી ફીનો ઓર્ડર પોતાની વેબસાઈટ પર મૂક્યો ન હતો. જેને લઈને વાલીએ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરી હતી. વાલીની ફરિયાદના આધારે શાળા સંચાલકને રૂબરૂ બોલાવી વેબસાઈટ ચેક કરતા ઓર્ડર મૂક્યો ન હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે નોટિસ અને 10 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. વાલીની ફરિયાદ હતી કે શાળાએ ઓર્ડર વેબસાઈટ પર મૂક્યો નથી અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, FRC ના નિયમ પ્રમાણે શાળાઓએ ફીનો જે લેટેસ્ટ ઓર્ડર હોય છે તે તેમની વેબસાઈટ પર અને વાલીઓ જોઈ શકે તે પ્રમાણે નોટિસ બોર્ડ પર લગાવો જરૂરી હોય છે. વાલીઓને નવા ફી ઓર્ડરની માહિતી મળી શકે તે રીતે લગાવવાનો હોય છે. પરંતુ શીલજમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલના એક વાલીએ ફરિયાદ કરી હતી કે શાળાએ આ પ્રકારનો ઓર્ડર વેબસાઈટ પર મૂક્યો નથી. આનંદ નિકેતન સ્કૂલને 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો વધુમાં રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, જેથી શાળાને નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો હતો. તેમજ હકીકતલક્ષી અહેવાલ માંગવામાં આવ્યો હતો. જેમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે શાળાએ તેમની વેબસાઈટ પર કોઈ પણ પ્રકારનો ઓર્ડર મૂક્યો નહતો. જેથી લોકો જોઈ શકે તે પ્રકારે ઓર્ડર મૂક્યો ન હોવાનું માનીને આનંદ નિકેતન સ્કૂલને 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમજ અન્ય સ્કૂલ આ પ્રકારની બેદરકારી ન દાખવે તે માટે કાર્યવાહી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો:55 ટકાથી વધારી 58 ટકા ભથ્થું ચૂકવાશે; એરિયર્સ પણ મળશે
    Next Article
    જામજોધપુર યાર્ડમાં નવા પ્રમુખ-ઉપપ્રમુખની વરણી:શિવરાજસિંહ જાડેજા પ્રમુખ, ચીમનભાઈ શાપરીયા ઉપપ્રમુખ બન્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment