Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં DDOનું પદ નવ મહિનાથી ખાલી:વિકાસ કાર્યો પર અસર; કાલોલના MLA અને જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખે કાયમી અધિકારીની નિમણૂકની માગ કરી

    2 days ago

    પંચમહાલ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી (DDO)નું પદ છેલ્લા નવ મહિનાથી ખાલી છે. આ 'ઇન્ચાર્જ રાજ'માંથી મુક્તિ અપાવવા અને કાયમી અધિકારીની નિમણૂક કરવા માટે કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે વિધાનસભામાં રજૂઆત કરી છે, જ્યારે પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા પણ આ મામલે કાયમી અધિકારીની નિમણૂકની માંગ કરવામાં આવી રહી છે. જિલ્લામાં મુખ્ય વહીવટી વડાની ગેરહાજરીને કારણે વિકાસ કાર્યો પર અસર પડી રહી હોવાનું મનાય છે. પંચમહાલ જિલ્લામાં 65 ટકા મહેકમનો અભાવ હોવાથી DDOની ખાલી જગ્યાની અસર વધુ વર્તાઈ રહી છે. હાલમાં, પંચમહાલ જિલ્લામાં કાયમી DDO ન હોવાથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક DDO તરીકેનો વધારાનો હવાલો સંભાળી રહ્યા છે. એક જ અધિકારી પાસે બે મહત્વની જવાબદારીઓ હોવાને કારણે વહીવટી પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે. કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ અજીત ભાટીએ આ મામલે સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, "સરકાર વિકાસની વાતો કરે છે, પરંતુ પંચમહાલ જેવા મહત્વના જિલ્લામાં નવ મહિનાથી કાયમી વહીવટી વડાની નિમણૂક કરી શકાતી નથી, જે ગંભીર બાબત છે." તેમણે તાત્કાલિક કાયમી DDOની નિમણૂક કરવા અને વહીવટી અંધાધૂંધી દૂર કરવાની માંગ કરી છે. કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, "ગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીની ઘણા સમયથી ખાલી પડેલી જગ્યા પર કાયમી નિમણૂક કરવામાં આવે તેવી રજૂઆત મારા દ્વારા કરવામાં આવી છે." આ અંગે RAC પંચમહાલના કે.કે. પટેલે સ્પષ્ટતા કરી હતી કે, "સમકક્ષ અધિકારીની નિમણૂક માટે જિલ્લા કક્ષાએથી GAD કે પંચાયત વિભાગને કોઈ લેખિત જાણ કરવામાં આવતી નથી. DDOની નિમણૂક સીધી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે." ઉલ્લેખનીય છે કે જિલ્લામાં વહીવટી તંત્રના પાયાના ગણાતા વર્ગ-3ના મહેકમમાં પણ મોટી ખાલી જગ્યાઓ છે. જુનિયર ક્લાર્કની 133 જગ્યાઓ સામે હાલ માત્ર 40 જગ્યાઓ ભરેલી છે, જ્યારે 93 જગ્યાઓ ખાલી પડી છે. હાલ 40 હંગામી કર્મચારીઓ 133 કર્મચારીઓનું કામ સંભાળી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    કોડીનાર-ઉના બાયપાસ પર 105 કિલો શંકાસ્પદ ઘી જપ્ત:ફૂડ વિભાગે સેમ્પલ લઈ તપાસ શરૂ કરી
    Next Article
    સોમનાથમાં પ્રવીણ લહેરીનો 82મો જન્મદિવસ ઉજવાયો:પૂર્વ ચીફ સેક્રેટરીએ વર્ચ્યુઅલી મહાપૂજનમાં ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment