Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાસીરનગર ડિમોલિશનના વિવાદાસ્પદ DCP નકુમને સરકારનો શિરપાવ:એક તરફ હાઇકોર્ટ ખખડાવતી હતી ને બીજી તરફ IPSના પ્રમોશનનો લેટર છૂટ્યો

    4 days ago

    સુરતના નાસીરનગર ડિમોલિશનના વિવાદમાં આવેલા ડીસીપી નકુમને આઈપીએસ તરીકે પ્રમોટ કરવામાં આવ્યા છે. જો કે હાઇકોર્ટે 25 જૂને ભૂતિયા ડિમોલિશન મામલે પૂછ્યું હતું કે, તમે કેમ હાજર હતા. જેના 7 દિવસમાં જ સરકારે શિરપાવ આપી પ્રમોશન આપ્યું છે. આ ઉપરાંત ભરતકુમાર રાઠોડ, પ્રફુલ વાણીયા, રાજેશકુમાર પરમાર, કલ્પેશ ચાવડા, રાકેશ દેસાઈને પ્રમોશન આપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય (MHA) દ્વારા ગુજરાત પોલીસ સેવાના છ અધિકારીઓને Select List-2026 હેઠળ ભારતીય પોલીસ સેવા (IPS)માં પ્રમોશન આધારે નિયુક્તિ આપતી સત્તાવાર અધિસૂચના જાહેર કરવામાં આવી છે. આ અધિકારીઓને ગુજરાત કેડરમાં એક વર્ષના પ્રોબેશન પર નિયુક્ત કરવામાં આવશે અને ત્યારબાદ જરૂરી ઇન્ડક્શન ટ્રેનિંગ પણ આપવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર તમામ અધિકારીઓ એક વર્ષ સુધી પ્રોબેશન પર રહેશે અને ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી સહિતના નિર્ધારિત કાર્યક્રમો હેઠળ ઇન્ડક્શન ટ્રેનિંગ પૂર્ણ કરશે. હાઇકોર્ટે 25 જૂને નકુમ મામલે સવાલોની ઝડી વરસાવી હતી નાસીરનગર ડિમોલિશન મામલે હાઇકોર્ટમાં 25 જૂને યોજાયેલી સુનાવણીમાં અરજદારોના વકીલ દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે કોઈપણ નોટિસ, રજૂઆતની તક કે પંચનામા વગર સુરતના નાસીર નગરમાં SMC દ્વારા 150થી વધુ મકાનો 30 મેના રોજ તોડી પાડવામાં આવ્યા હતા. કોર્ટે પૂછ્યું હતું કે, જો ડિમોલિશન SMCએ નથી કર્યું તો ત્યાં તેના કર્મચારીઓ શું કરતા હતા?, તેમની સામે શું પગલાં લેવામાં આવ્યા છે?, સુરત શહેર પોલીસ કમિશ્નરને ફરિયાદ અપાઈ તો તે ફરિયાદ લીધી કેમ નહીં?, કયા કયા અધિકારીઓ ડિમોલિશન સ્થળે ઉપસ્થિત હતા?, અરજદારે ડિમોલિશન સ્થળે હાજર પોલીસ કર્મચારીઓના નામ કે હોદ્દા કેમ નથી જણાવ્યા? અરજદારે જણાવ્યું હતું કે, ત્યાં સુરત SOGના DCP રાજદીપસિંહ નકુમ હાજર હતા. કોર્ટે પૂછ્યું હતું એક તેમના સામે અરજીમાં આક્ષેપ ક્યાં છે? આ અરજીમાં ઘણા ખાનગી વ્યક્તિઓને જોડવામાં આવ્યા છે, તેમની સામેના આક્ષેપ ક્યાં છે? કયા આધાર ઉપર કોર્ટ અધિકારીઓને જવાબ આપવા બોલાવે! હાલ ક્યા અધિકારી ક્યાં ફરજ બજાવે છે? 1.રાજદીપસિંહ નકુમ હાલ સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી 2.ભરતકુમાર રાઠોડ અમદાવાદ શહેર ડીસીપી ઝોન 2માં ફરજ પર 3.રાકેશ દેસાઈ રાજકોટ શહેર ડીસીપી ઝોન 2માં ફરજ પર 4.કલ્પેશ ચાવડા એસઆરપી ગ્રુપ ગોંડલ ખાતે ફરજ પર
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ:જામનગર-ગોંડલમાં વરસાદ શરૂ; વેરાવળમાં બે બાળક સાથે સાયકલસવાર ખુલ્લી ગટરમાં ખાબક્યો
    Next Article
    'AI વચ્ચે માનવીનું અસ્તિત્વ અનિવાર્ય':MS યુનિવર્સિટીની વિધાર્થીની અને પ્રોફેસરે મળી ગુજરાતી મીડિયામાં AIના પ્રભાવ પર વ્યાપક સંશોધનાત્મક પુસ્તક પ્રકાશિત કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment