Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ:જામનગર-ગોંડલમાં વરસાદ શરૂ; વેરાવળમાં બે બાળક સાથે સાયકલસવાર ખુલ્લી ગટરમાં ખાબક્યો

    4 दिन पहले

    ગુજરાતમાં જુલાઈના પ્રારંભે જ મેઘરાજાએ સૌરાષ્ટ્રભરમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 107 તાલુકામાં મેઘમહેર થઈ છે, જેમાં જૂનાગઢ, રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથમાં તોફાની વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં માત્ર ત્રણ કલાકમાં 4 ઇંચ અને ઉના-કોડીનારમાં બે કલાકમાં 1થી 1.5 ઇંચ વરસાદ ખાબકતાં ખેતરો બેટમાં ફેરવાયા છે. એક તરફ નદી-નાળા છલકાઈ જતાં વાવણીલાયક વરસાદથી ધરતીપુત્રોમાં ભારે ખુશીનો માહોલ છે, તો બીજી તરફ વેરાવળના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગીર સોમનાથમાં મુશળધાર વરસાદને પગલે યાત્રાધામ સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વાર નજીક ગટર અને વરસાદી પાણી ભરાઈ જતાં શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના લીધે સ્થાનિક તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત, તાલાલા પંથકમાં વાવાઝોડા જેવા પવન સાથે એક ઇંચ વરસાદ ખાબક્યો છે અને ગાળિયાવડ રોડ પર વૃક્ષની તોતિંગ ડાળી તૂટી પડતાં વીજ પ્રવાહ પણ ખોરવાયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની ચેતવણી સાથે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પવનની ગતિ 40થી 50 કિલોમીટર રહેવાની શક્યતા હોવાથી વહીવટી તંત્રને પણ સજ્જ રહેવા આદેશ અપાયા છે. આ પણ વાંચો, આજે 4 જિલ્લામાં રેડ અને 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, ગાજવીજ-ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્રમાં વરસાદની તસવીરો…
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢના માંગરોળમાં જળબંબાકાર, 4 કલાકમાં 7 ઇંચ:ગુજરાતમાં એકસાથે 5 વેધર સિસ્ટમ સક્રિય, અનરાધાર વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ
    Next Article
    નાસીરનગર ડિમોલિશનના વિવાદાસ્પદ DCP નકુમને સરકારનો શિરપાવ:એક તરફ હાઇકોર્ટ ખખડાવતી હતી ને બીજી તરફ IPSના પ્રમોશનનો લેટર છૂટ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment