Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'AI વચ્ચે માનવીનું અસ્તિત્વ અનિવાર્ય':MS યુનિવર્સિટીની વિધાર્થીની અને પ્રોફેસરે મળી ગુજરાતી મીડિયામાં AIના પ્રભાવ પર વ્યાપક સંશોધનાત્મક પુસ્તક પ્રકાશિત કર્યું

    4 days ago

    આજના ડિજિટલ યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)એ તમામ ક્ષેત્રોમાં પગપેસારો કરી લીધો છે. મીડિયા જગત પણ આનાથી દૂર નથી રહ્યું. આ વિષયને લઈ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની જર્નાલિઝમ ફેકલ્ટીની ભૂતપૂર્વ વિદ્યાર્થિની પ્રિયા વલાનિયા અને પ્રોફેસર પ્રતિભા મૈત્રે સંયુક્ત રીતે એક અનોખું સંશોધનાત્મક પુસ્તક તૈયાર કર્યું છે. ગુજરાતી મીડિયા માટે મહત્વનું AI આધારિત પુસ્તક પુસ્તકનું નામ ‘AI Adaption in Action: Gujarat’s Media Experts on AI’ છે. વર્ષ 2022માં ChatGPTના લોન્ચ બાદ વૈશ્વિક સ્તરે AIની ક્રાંતિ આવી છે, પરંતુ ગુજરાતી મીડિયામાં તેની અસર અને અનુકૂલન વિશે વિગતવાર સંશોધનનો અભાવ હતો. આ અંતરને પૂર્ણ કરવા આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. વ્યાવસાયિકોના વિસ્તૃત ઇન્ટરવ્યુ અને ઇનપુટ્સ આ પુસ્તકનો આધાર પુસ્તકની સૌથી મહત્વની વિશેષતા એ છે કે, તેમાં બનાસકાંઠાથી વલસાડ અને કચ્છથી દાહોદ સુધીના સમગ્ર ગુજરાતના મીડિયા પ્રોફેશનલ્સના અનુભવો અને મંતવ્યો સામેલ છે. ખાસ કરીને સેન્ટ્રલ ગુજરાતના મીડિયા હબના નિષ્ણાતોનું અમૂલ્ય યોગદાન છે. પ્રિન્ટ, ડિજિટલ, બ્રોડકાસ્ટ તેમજ કોર્પોરેટ કમ્યુનિકેશન્સ ક્ષેત્રે પાંચ વર્ષથી વધુ અનુભવ ધરાવતા વ્યાવસાયિકોના વિસ્તૃત ઇન્ટરવ્યુ અને ઇનપુટ્સ આ પુસ્તકનો આધાર છે. 'AI નોકરી માટે ખતરો માનવાને બદલે સ્માર્ટ આસિસ્ટન્ટ' લેખિકા પ્રિયા વલાનિયાએ જણાવ્યું કે, ગુજરાતના મીડિયા કર્મીઓ AI પ્રત્યે સકારાત્મક અભિગમ ધરાવે છે, પરંતુ તેઓ તેના નૈતિક ઉપયોગ અંગે ખૂબ જ સાવધ અને ગંભીર છે. શરૂઆતમાં AIના આગમનથી ડરનો માહોલ હતો, પરંતુ આ પુસ્તક ફેક્ટ્સ અને ડેટા સાથે સ્પષ્ટ કરે છે કે, ગમે તેટલી અદ્યતન ટેકનોલોજી આવે, મીડિયામાં માનવીનું અસ્તિત્વ અનિવાર્ય છે. AIને નોકરી માટે ખતરો માનવાને બદલે તેને સ્માર્ટ આસિસ્ટન્ટ તરીકે જોવું જોઈએ. સહ-લેખિકા અને પ્રોફેસર પ્રતિભા મૈત્રએ કહ્યું કે, સોશિયલ મીડિયા અને જર્નાલિઝમમાં AIનો ઉપયોગ હવે સ્વીકૃત વાસ્તવિકતા છે. છતાં પણ લોકો જાહેરમાં AIનો ઉપયોગ કરવાનું કબૂલ કરવામાં અચકાતા હોય છે કારણ કે તેને સ્ટિગ્મા માનવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં વિવિધ ક્ષેત્રો માટે કઈ AI ટેકનોલોજી યોગ્ય છે તેના જ્ઞાન અને તાલીમનો મોટો અભાવ છે, જેને પૂર્ણ કરવાની જરૂર છે. લેખિકાઓએ સ્પષ્ટ કર્યું છે કે પુસ્તક લખવા માટે તેઓએ AIનો આશરો લીધો નથી, પરંતુ ડેટા એકત્રિકરણમાં તેનો ઉપયોગ કર્યો છે. તેઓ માને છે કે AIને માત્ર કોપી-પેસ્ટના સાધન તરીકે નહીં, પરંતુ શિક્ષક, મેન્ટર અને બ્રેઈનસ્ટોર્મિંગ પાર્ટનર તરીકે વાપરવાથી કામ વધુ પ્રોડક્ટિવ બની શકે છે. આ પુસ્તક ગુજરાતી મીડિયા જગતમાં AI અંગેની સમજ વધારવા અને તેના જવાબદાર ઉપયોગ માટે મહત્વપૂર્ણ દિશાદર્શક સાબિત થશે તેવી આશા છે.
    Click here to Read More
    Previous Article
    નાસીરનગર ડિમોલિશનના વિવાદાસ્પદ DCP નકુમને સરકારનો શિરપાવ:એક તરફ હાઇકોર્ટ ખખડાવતી હતી ને બીજી તરફ IPSના પ્રમોશનનો લેટર છૂટ્યો
    Next Article
    Digvijaya Singh's 'Fact-Check' Triggers Congress Meltdown, Draws Rare BJP Praise

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment