Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આરોપીના વાળ પકડી દંડા ફટકારનાર DCP નકુમની મુશ્કેલીમાં વધારો:વકીલની રજૂઆત બાદ હાઈકોર્ટે 'સુઓમોટો' લઈ કાર્યવાહી શરૂ કરી, સસ્પેન્શનની તલવાર લટકી

    12 hours ago

    સુરતમાં હત્યાના પ્રયાસ કેસમાં ઝડપાયેલા પાંચ આરોપીઓને 13 જુલાઈએ જાહેર રસ્તા પર ફેરવી ઢોર માર મારનારા DCP રાજદીપસિંહ નકુમની મુશ્કેલીમાં વધારો થયો છે. આ ઘટનામાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો ભંગ થતો હોય વકીલ ઉત્કર્ષ દવેએ ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો લેવા માટે અરજી કરી હતી. જે અરજીનો સ્વીકાર કરી હાઈકોર્ટે કાર્યવાહી શરૂ કરી છે. સુરતના નાસીરનગર ડિમોલીશન સમયે પણ ડીસીપી નકુમની હાજરીને લઈ સવાલો ઉઠ્યા હતા. સૌ પ્રથમ 13 જુલાઈએ બનેલી ઘટના સમજી લઈએ આ સમગ્ર મામલાની બેકગ્રાઉન્ડની વાત કરીએ તો, સલાબતપુરાના ખૂનની કોશિશના કેસની તપાસ હાલ એસટીએસસી (ST/SC) સેલના એસીપી ચલાવી રહ્યા છે. આ દરમિયાન ઝોનના મૂળ ડીસીપી રજા પર ઉતરી જતાં તેમનો એડિશનલ ચાર્જ રાજદીપસિંહ નકુમને સોંપાયો હતો. ચાર્જ સંભાળતાની સાથે જ તેઓએ કાયદો અને વ્યવસ્થા જાળવવાના નામે સ્થળ પર એસોજી (SOG)ની ટીમને તેડાવી લીધી હતી. વીડિયો ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, એસોજીની ટીમ પણ સાહેબના પગલે ચાલીને આરોપીઓને જાહેરમાં નિર્દયતાથી માર મારતી નજરે પડી હતી. આરોપીઓના જાહેરમાં વાળ પકડીને લાફા અને લાકડીઓ ફટકારી હત્યાના પ્રયાસના ગુનામાં ઝડપાયેલા પાંચ આરોપીઓને સબક શીખવવાના નામે ડીસીપી રાજદીપ નકુમ ડીજીપી અને સુપ્રીમ કોર્ટના આદેશને જાણે ભૂલી ગયા હતા. આરોપીઓનું જાહેર રસ્તા પર સરઘસ કાઢ્યું હતું. આટલેથી ન અટકતા થોડે થોડે અંતરે આરોપીઓને ઉભા રાખી વાળ પકડી લાફા અને લાકડીઓ મારતા રહ્યા. આખા સરઘસ દરમિયાન ડીસીપીએ આરોપીઓ પર 25થી વધુ લાકડીના ઘા કર્યા હતા. DCP નકુમે આરોપીઓને ફટકાર્યા તેની 3 તસવીર વકીલ ઉત્કર્ષ દવેએ 15 જુલાઈએ ચીફ જસ્ટિસને પત્ર લખી સુઓમોટોની માગ કરી ગત 15મી જુલાઈના રોજ ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ વકીલ ઉત્કર્ષ દવે દ્વારા ચીફ જસ્ટિસને એક અત્યંત મહત્વપૂર્ણ પત્ર લખીને આ સમગ્ર મામલે હાઇકોર્ટ પોતે 'સુઓ મોટો' (Suo Motu) હાથ ધરે તેવી માગ કરવામાં આવી હતી. એડવોકેટ ઉત્કર્ષ દવેએ ચીફ જસ્ટિસ સમક્ષ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલું આવું બેફામ વર્તન એ કાયદાના શાસન અને આપણી બંધારણીય લોકશાહી પર એક કાળો ધબ્બો છે. જો આ ગંભીર આરોપો સાચા સાબિત થાયતો તે ભારતીય બંધારણની કલમ 14 (સમાનતાનો અધિકાર) અને કલમ 21 (જીવવાનો અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર)નું ઘોર ઉલ્લંઘન દર્શાવે છે. કાયદા મુજબ, કોઈપણ પોલીસ અધિકારી ગમે તેટલા ઉચ્ચ હોદ્દા પર કેમ ન હોય, પણ તેને અદાલતી ટ્રાયલ પૂર્ણ થાય તે પહેલાં કોઈપણ આરોપીને સજા કરવાનો કે જાહેરમાં અપમાનિત કરવાનો કોઈ જ કાનૂની અધિકાર નથી. ગુનાની તપાસ કરવાની સત્તા ક્યારેય પણ જાહેરમાં આવી ક્રૂર સજા આપવાના લાયસન્સમાં ફેરવાઈ શકે નહીં. ઉત્કર્ષ દવેની અરજી બાદ આ મામલે હાઈકોર્ટે 'સુઓમોટો' સંજ્ઞાન લઈ કાર્યવાહી શરૂ કરી દીધી છે. કાયદાના જાણકાર અને ઉચ્ચ હોદ્દા પર બેઠેલા અધિકારી દ્વારા જ અદાલતના આદેશોના ધજાગરા ઉડાવાતાં હવે IPS રાજદીપસિંહ નકુમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. DCP સાથે રહેલા સ્ટાફની મુશ્કેલીમાં પણ વધારો થઈ શકે સુપ્રીમ કોર્ટ દ્વારા અનેક ઐતિહાસિક ચુકાદાઓમાં આરોપીઓની અટકાયત અને કસ્ટડી દરમિયાન તેમની સાથે કેવું વર્તન કરવું તે અંગે અત્યંત સ્પષ્ટ અને કડક ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવેલી છે. કાયદાનું જ્ઞાન અને જવાબદાર પદ હોવા છતાં, IPS અધિકારી રાજદીપસિંહ નકુમે આ તમામ ગાઇડલાઇન્સ અને માનવાધિકારોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કર્યું છે. હાઇકોર્ટના સુઓમોટો પગલાં બાદ માત્ર IPS રાજદીપસિંહ નકુમ જ નહીં, પરંતુ તેમની સાથે મળીને કસ્ટડીમાં આરોપીઓને માર મારવામાં સામેલ નીચલા સ્તરના તમામ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પણ મોટું સંકટ ઊભું થયું છે. આ મામલે કાયદાકીય સકંજો એવો કસાયો છે કે જેમાં સામેલ સમગ્ર પોલીસ ટુકડી વિરુદ્ધ ખાતાકીય અને કાનૂની રીતે મોટી અને દાખલારૂપ કાર્યવાહી થવાની પૂરેપૂરી શક્યતા છે. સરકાર આકરાં પગલાં લેશે કે કોર્ટ ચુકાદો આપશે? સૌની નજર પોલીસ તંત્રમાં વધી રહેલી આવી મનમાની અને કોર્ટના આદેશોની અનાદર કરવાની વૃત્તિ સામે હવે હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે.સામાન્ય નાગરિકોના બંધારણીય હકોનું રક્ષણ કરવા માટે અદાલતે આ કેસને અત્યંત ગંભીરતાથી લીધો છે. હવે આ મામલો રાજ્ય સરકારના ગૃહ વિભાગના આંગણે પણ આવીને ઊભો રહ્યો છે. એક તરફ IPS અધિકારી સામે સસ્પેન્શન સહિતની આકરી શિસ્તભંગની કાર્યવાહી કરવાની માગ બુલંદ બની છે, તો બીજી તરફ હાઇકોર્ટ આ મામલે શું વલણ અપનાવે છે તે જોવું મહત્વનું બનશે. તત્કાલીન ઈન્ચાર્જ DGP કે.એલ.એન. રાવે કરેલા પરિપત્રનો ઉલાળિયો ગુજરાત પોલીસમાં કસ્ટોડિયલ હિંસા અને જાહેરમાં સરઘસ કાઢવાની પ્રથા બંધ કરવા માટે તત્કાલીન ઈન્ચાર્જ ડીજીપી ડોક્ટર કે.એલ.એન. રાવ દ્વારા એક અત્યંત મહત્વનો પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો. આ સત્તાવાર પરિપત્રમાં સ્પષ્ટ આદેશ હતો કે, પોલીસ કોઈપણ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢી શકશે નહીં, તેમની પાસે જાહેરમાં ઉઠક-બેઠક કરાવી શકશે નહીં કે ઘૂંટણિયે ચલાવી શકશે નહીં. આટલું જ નહીં, આરોપી ગમે તેવો ગુનેગાર હોય તો પણ તેને જાહેરમાં લાત કે લાકડીથી ફટકારી શકાય નહીં. રાજદીપસિંહ નકુમે આ તમામ નિયમોની ઐસીતૈસી કરી નાખી છે. ખેડા ફ્લોગિંગ કેસના હાઈકોર્ટના ચુકાદાની પણ અવગણના કરાઈ વર્ષ 2022માં ખેડા જિલ્લાના ઉંઢેલા ગામમાં નવરાત્રી દરમિયાન પથ્થરમારાના આરોપીઓને પોલીસે થાંભલા સાથે બાંધીને જાહેરમાં લાકડીઓથી ફટકાર્યા હતા. આ ચકચારી 'ખેડા ફ્લોગિંગ કેસ'માં ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવીને 4 પોલીસકર્મીઓને કોર્ટના તિરસ્કાર (Contempt of Court) બદલ દોષિત ઠેરવી 14 દિવસની જેલની સજા ફટકારી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે કાયદો હાથમાં લેવાનો અધિકાર પોલીસને નથી. સુરતની આ ઘટના દર્શાવે છે કે ઉચ્ચ અધિકારીઓ હજુ પણ હાઈકોર્ટના આ સીમાચિહ્નરૂપ ચુકાદા અને સજાથી કોઈ પાઠ શીખ્યા નથી. ડી.કે. બાસુ અને પ્રકાશ સિંહ કેસની ઐતિહાસિક ગાઇડલાઇન્સની ખુલ્લેઆમ અવગણના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ રજૂ કરાયેલી આ પિટિશનમાં ભારતના કાનૂની ઇતિહાસના બે સૌથી મહત્વપૂર્ણ અને દેશવ્યાપી ચુકાદાઓનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો 'ડી.કે. બાસુ વિરુદ્ધ પશ્ચિમ બંગાળ રાજ્ય (1997)' છે, જેમાં દેશની સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપ્યો હતો કે કસ્ટોડિયલ હિંસા અને પોલીસની બર્બરતા બંધારણની કલમ 21 ના આત્મા પર સીધો પ્રહાર કરે છે. આ સિવાય 'પ્રકાશ સિંહ કેસ' ની માર્ગદર્શિકા મુજબ પણ પોલીસે કોઈપણ આરોપીની અટકાયત કે ધરપકડ કરતી વખતે નક્કી કરાયેલી તમામ કાનૂની ગાઇડલાઇન્સનું અક્ષરશઃ પાલન કરવું જ પડે. કાયદાના રક્ષક હોવા છતાં આ ઐતિહાસિક ચુકાદાઓ અને સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ સૂચનાઓને નેવે મૂકીને આરોપીઓ સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું હોવાનું પત્રમાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે. આ સમાચાર પણ વાંચોઃ ગાંધીનગરમાં જ ગુંડાઓનો ‘વરઘોડો’ કાઢી DGPના નિયમનો ઉલાળિયો રાજસ્થાન ટુરિઝમ કોર્પોરેશનમાં ચેરમેન બનાવવાની લાલચ આપીને પડાવી લીધેલા કરોડો રૂપિયા પરત ન આપવા પડે તે માટે પૂર્વ આયોજિત કાવતરું રચીને જાનથી મારી નાખવાના ઇરાદે તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવાનો મામલો ગાંધીનગરમાં સામે આવ્યો છે. ગાંધીનગરના કુડાસણ સ્થિત એક ફિટનેસ જીમ પાસે સોમવારે(29 જૂન) રાત્રે આ લોહિયાળ ખેલ ખેલાયો હતો. જેમાં બે વ્યક્તિઓને છરી અને અન્ય હથિયારોના ઘા ઝીંકી ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવતા બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા છે. આ સમગ્ર મામલે અમદાવાદના નવા નરોડા ખાતે રહેતા ઉત્સવ રોહિતકુમાર પટેલે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર નામજોગ અને અન્ય 10 જેટલા અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અંદાજિત 2 મહિના પહેલાં ગુજરાતના પૂર્વ ઈન્ચાર્જ DGP ડૉ. કે.એલ.એન. રાવએ એક મહત્વપૂર્ણ અને કડક લેખિત આદેશ જાહેર કરી કોઈપણ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવા અને આરોપીઓ સાથે અપમાનજનક વર્તન કરનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી થઈ શકે તેવો આદેશ જાહેર કર્યો હતો. હવે ગાંધીનગરમાં જ ગુંડાઓનો ‘વરઘોડો’ કાઢી DGPના નિયમનો ઉલાળિયો કરવામાં આવ્યો છે. (સંપૂર્ણ સમાચાર વાંચો) નાસીરનગર ડિમોલિશનના વિવાદાસ્પદ DCP નકુમને સરકારનું ઇનામ:એક તરફ હાઇકોર્ટ ખખડાવતી હતી ને બીજી તરફ IPSના પ્રમોશનનો લેટર છૂટ્યો સુરતના નાસીરનગર ડિમોલિશનના વિવાદમાં આવેલા ડીસીપી રાજદીપસિંહ નકુમને આઈપીએસ તરીકે પ્રમોટ કરવામાં આવ્યા છે. જો કે હાઇકોર્ટે 25 જૂને ભૂતિયા ડિમોલિશન મામલે પૂછ્યું હતું કે, તમે કેમ હાજર હતા. જેના 7 દિવસમાં જ સરકારે શિરપાવ આપી પ્રમોશન આપ્યું છે. આમ એક બાજુ હાઇકોર્ટ ખખડાવી રહી હતી તો બીજી બાજુ સરકારે તો શિરપાવ જ આપી દીધો. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં દિલ્હી પબ્લિક સ્કૂલથી ખિસકોલી સર્કલ સુધી ટ્રાફિકજામ:એક કલાક સુધી વાહનચાલકો અટવાયા, કોઈ ટ્રાફિકકર્મી જોવા ન મળ્યો; એમ્બ્યુલન્સ પણ ફસાઈ
    Next Article
    ઉચ્છલ-નિઝર હાઇવે પર બે દિવસમાં 11 અકસ્માત:તંત્રના દાવા પોકળ, આજે વધુ 3 વાહન પલટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment