Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં દિલ્હી પબ્લિક સ્કૂલથી ખિસકોલી સર્કલ સુધી ટ્રાફિકજામ:એક કલાક સુધી વાહનચાલકો અટવાયા, કોઈ ટ્રાફિકકર્મી જોવા ન મળ્યો; એમ્બ્યુલન્સ પણ ફસાઈ

    13 hours ago

    વડોદરામાં દિલ્હી પબ્લિક સ્કૂલથી લઈને ખિસકોલી સર્કલ સુધી આજે 22 જુલાઈ સવારે ભારે ટ્રાફિક જામ સર્જાતા હજારો વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. લાંબા સમય સુધી ટ્રાફિક પોલીસનો કોઈ જવાન સ્થળ પર ન જોવા મળતા સ્થાનિકોએ જાતે જ વાહનોમાંથી નીચે ઉતરી ટ્રાફિક વ્યવસ્થિત કરવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રાફિકમાં 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતાં લોકોમાં તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળ્યો હતો. ચારેય તરફ વાહનોની અવરજવર ઠપ્પ થઈ જતાં લોકો અટવાયા વડોદરા શહેરના દિલ્હી પબ્લિક સ્કૂલથી ખિસકોલી સર્કલ સુધીના મુખ્ય માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ચારેય તરફ વાહનોની અવરજવર ઠપ્પ થઈ જતાં લોકો એકથી વધુ કલાક સુધી રસ્તા પર અટવાઈ રહ્યા હતા. ટ્રાફિક નિયંત્રણ માટે કોઈ ટ્રાફિક પોલીસકર્મી કે જવાબદાર અધિકારી જોવા મળ્યા નહોતા. જેના કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી. અંતે સ્થાનિક રહેવાસીઓ અને કેટલાક વાહનચાલકો પોતાની ગાડીઓમાંથી નીચે ઉતરી વાહનોને યોગ્ય દિશામાં પસાર કરાવી ટ્રાફિક હળવો કરવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. 108 એમ્બ્યુલન્સ પણ ટ્રાફિક જામમાં ફસાઈ હતી ભારે ટ્રાફિકના કારણે ઓફિસ જતાં કર્મચારીઓ, વેપારીઓ, વિદ્યાર્થીઓ તેમજ અન્ય મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થળે પહોંચવામાં ભારે વિલંબ થયો હતો. અનેક લોકો સમયસર નોકરી-ધંધા પર પહોંચી શક્યા નહોતા, જેના કારણે તંત્ર સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન ઈમરજન્સી સેવા આપતી 108 એમ્બ્યુલન્સ પણ ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ હતી. જેના કારણે લોકોમાં ચિંતા ફેલાઈ હતી. એમ્બ્યુલન્સને રસ્તો મળી રહે તે માટે સ્થાનિકોએ પ્રયાસો કર્યા હોવા છતાં ટ્રાફિકનું દબાણ વધુ હોવાથી એમ્બ્યુલન્સને પણ લાંબો સમય રાહ જોવી પડી હતી. શહેરના વ્યસ્ત માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ટ્રાફિક વ્યવસ્થાના અભાવને લઈને સ્થાનિકોએ તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે શહેરના વ્યસ્ત માર્ગો પર પીક અવર્સ દરમિયાન પૂરતી ટ્રાફિક વ્યવસ્થા અને પોલીસની હાજરી સુનિશ્ચિત કરવામાં આવે, જેથી આવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય અને લોકોને બિનજરૂરી હાલાકીનો સામનો ન કરવો પડે.
    Click here to Read More
    Previous Article
    કાશ્મીરમાં આતંકી હુમલો, હેડ કોન્સ્ટેબલ શહીદ થયા:અમરનાથ યાત્રીઓની સુરક્ષામાં તૈનાત હતા; ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે જવાબદારી લીધી
    Next Article
    આરોપીના વાળ પકડી દંડા ફટકારનાર DCP નકુમની મુશ્કેલીમાં વધારો:વકીલની રજૂઆત બાદ હાઈકોર્ટે 'સુઓમોટો' લઈ કાર્યવાહી શરૂ કરી, સસ્પેન્શનની તલવાર લટકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment