Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CVM યુનિવર્સિટીમાં નવી લો કોલેજ ભવનનું લોકાર્પણ:દેવાંગ પટેલે ₹1 કરોડના દાનની જાહેરાત કરી

    13 hours ago

    વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારુતર વિદ્યામંડળ સંચાલિત CVM યુનિવર્સિટીના શૈક્ષણિક સંકુલમાં 'આર. એન. પટેલ ઈપ્કોવાળા સ્કૂલ ઓફ લો એન્ડ જસ્ટિસ' ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે નડિયાદના દાતા દેવાંગભાઈ રમેશભાઈ પટેલે લો કોલેજ માટે ₹૧ કરોડના દાનની જાહેરાત કરી હતી. આ નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન ગુરુવાર, ૨૩ એપ્રિલના રોજ સવારે ૯:૩૦ કલાકે મોટા બજાર વી.વી.સી.સી બેંકની સામે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહંત ગણેશદાસજી મહારાજ, પૂજ્ય સંત નિર્ગુણદાસજી મહારાજ, સ્વામી જગદીશ્વરાનંદજી, સંત ડૉ. રતિલાલ પટેલ અને પૂજ્ય નૌતમ સ્વામીજી સહિત અનેક ધર્મગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વચન પાઠવ્યા હતા. દેવાંગભાઈ પટેલે એડવોકેટ આર. એન. પટેલની જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે આ દાન જાહેર કર્યું હતું. આ રકમનો ઉપયોગ લો કોલેજની લાયબ્રેરી અપગ્રેડેશન, ગોલ્ડ મેડલ અને એન્ડોવમેન્ટ ચેર માટે કરવામાં આવશે. તેમણે સંસ્થાને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે જરૂરી તમામ માળખાકીય અને નાણાકીય સહયોગ પૂરો પાડવાની તત્પરતા પણ દર્શાવી હતી. નોંધનીય છે કે, ઈન્દુકાકા ઈપ્કોવાળા કોલેજ ઓફ ફાર્મસી અને ઇપ્કોવાળા સંતરામ કોલેજ ઓફ ફાઇન આર્ટસ બાદ ઈપ્કોવાળા પરિવારના સહયોગથી શરૂ થયેલું આ ત્રીજું મહત્વનું શૈક્ષણિક સોપાન છે. CVM યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ કોલેજમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ સત્ય, ન્યાય અને પ્રામાણિકતાના મૂલ્યો સાથે રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનશે. તેમણે ઉમેર્યું કે ચારુતર વિદ્યામંડળ અને CVM યુનિવર્સિટી દ્વારા દાતાઓના દાનનો સુચારું અને પારદર્શક ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે દાનનો પ્રવાહ અવિરત વહી રહ્યો છે. સીવીએમ યુનિવર્સિટીના નવા સોપાનથી ભાવિ કાનૂનવિદોનું ઘડતર થશે "વલ્લભ વિદ્યાનગર એ શિક્ષણ અને સંસ્કારની પવિત્ર નગરી છે. દેવાંગભાઈ પટેલની નિસ્વાર્થ દાનવીરતા અને સમાજ પ્રત્યેના ભાવને કારણે જ આ પવિત્ર કાર્ય શક્ય બન્યું છે. આર. એન. પટેલ લો કોલેજ ભવિષ્યના કાનૂનવિદોને ઉત્તમ શિક્ષણ પૂરું પાડી સમાજને એક નવી દિશા આપશે." મેહુલ પટેલ (માનદ સહમંત્રી, સીવીએમ યુનિવર્સિટી) આ લોકાર્પણ સમારોહમાં સીવીએમના ઉપપ્રમુખ મનીષ પટેલ, માનદ મંત્રી એસ. જી. પટેલ, હોદ્દેદારો મેહુલ પટેલ અને વિશાલ પટેલ સહિત પ્રોવોસ્ટ પ્રો. ડૉ. ઇન્દ્રજીત પટેલ અને રજિસ્ટ્રાર પ્રો. ડૉ. સંદીપ વાલિયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં પ્રોવોસ્ટ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને અંતમાં માનદ સહમંત્રી વિશાલ પટેલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં નગરજનો અને મહાનુભાવો સાક્ષી બન્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કોહલી IPLમાં 800 ચોગ્ગા ફટકારનાર પ્રથમ બેટર:રબાડાના બોલ પર બાઉન્ડરી ફટકારી; ગુજરાતે બેંગલુરુને 206 રનનો ટાર્ગેટ આપ્યો
    Next Article
    હોલીડે પેકેજના નામે વિસનગરના જમીન દલાલ સાથે છેતરપિંડી:પેકેજ અને સારા વળતરની લાલચ આપી 58.50 લાખ પડાવ્યા, 1.25 લાખના રોકાણની સામે મહિને 11 હજારની લાલચ આપી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment