Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોલીડે પેકેજના નામે વિસનગરના જમીન દલાલ સાથે છેતરપિંડી:પેકેજ અને સારા વળતરની લાલચ આપી 58.50 લાખ પડાવ્યા, 1.25 લાખના રોકાણની સામે મહિને 11 હજારની લાલચ આપી હતી

    15 hours ago

    સોલા વિસ્તારમાં ઓફિસ ધરાવતી કંપની દ્વારા હોલીડે પેકેજ અને સારા વળતરની લાલચ આપીને લાખો રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. વિસનગરના જમીન દલાલ સહિત તેમના પરિવાર-મિત્રો પાસેથી લાખો રૂપિયાની રકમ ઉઘરાવી આરોપીઓ ઓફિસને તાળા મારી ફરાર થઈ ગયા છે. 58.80 લાખ પડાવતા ત્રણ લોકો સામે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. કંપનીમાં રોકાણ કરશો સારૂ વળતર મળશે એવી લાલચ આપી સોલામાં કાર્યરત તુલસી આરાધ્યા ઈન્ફ્રા એન્ડ હોલીડે રિસોર્ટ ઈન્ડિયા નામની કંપનીના સંચાલકો સામે મોટી ઠગાઈનો ગુનો નોંધાયો છે. વિસનગરમાં રહેતા ભગવાનભાઈ પ્રજાપતિ જમીન-મકાન દલાલીનું કામ કરે છે. તેમના મિત્ર સોલામાં આવેલ તુલસી આરાધ્યા ઇન્ફ્રા એન્ડ હોલીડે રિસોર્ટ ઇન્ડિયા કંપનીમાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરતા હતા. કંપનીમાં રોકાણ કરશો સારૂ વળતર મળશે એવી લાલચ આપવામાં આવી હતી. જેથી જાન્યુઆરી 2024માં તેઓ સોલા ખાતેની કંપનીની ઓફિસમાં માલિક કિશોરસિંહ રાઠોડ અને અન્ય સંચાલકોને મળ્યા હતા. જ્યાં તેમણે રોયલ, સિલ્વર અને ગોલ્ડ જેવા વિવિધ હોલીડે પેકેજ સમજાવ્યા હતા. જેમાં 1.25 લાખના રોકાણ સામે દર મહિને 11 હજાર વળતર આપવાની લાલચ આપવામાં આવી હતી. જેથી ભગવાનભાઇ વિશ્વાસમાં આવીને પોતાના પરિવારના અને મિત્રોના મળીને કુલ 42 રોયલ પેકેજ, એક ગોલ્ડન પેકેજ અને ગાંધીનગર ખાતે ફ્રેન્ચાઈઝી પેટે 65.50 લાખનું રોકાણ કર્યું હતું. આરોપીઓ ઓફિસને તાળા મારીને ફરાર થઈ ચૂક્યા હતા જોકે, શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે આરોપીઓએ 7 લાખ વળતર આપ્યુ હતું પરંતુ, જૂન2024થી વળતર આપવાનું બંધ કરી દીધું હતું. જેથી ભગવાનભાઇએ બાકી રહેતા 58.50 લાખની ઉઘરાણી કરી હતી. ત્યારે આરોપીઓએ સેક્યુરિટી પેટે ચેક આપ્યા હતા. જેથી ઓફિસે તપાસ કરતા આરોપીઓ ઓફિસને તાળા મારીને ફરાર થઈ ચૂક્યા હતા. આરોપીઓએ છેતરપિંડી યાત્રી હોવાનું સામે આવતા કિશોરસિંહ રાઠોડ, ભરતસિંહ રાઠોડ, તુલસી બા રાઠોડ સામે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે.
    Click here to Read More
    Previous Article
    CVM યુનિવર્સિટીમાં નવી લો કોલેજ ભવનનું લોકાર્પણ:દેવાંગ પટેલે ₹1 કરોડના દાનની જાહેરાત કરી
    Next Article
    1980s Tanker War History: A Blueprint For Today's US-Iran Conflict

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment