Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોહલી IPLમાં 800 ચોગ્ગા ફટકારનાર પ્રથમ બેટર:રબાડાના બોલ પર બાઉન્ડરી ફટકારી; ગુજરાતે બેંગલુરુને 206 રનનો ટાર્ગેટ આપ્યો

    1 day ago

    વિરાટ કોહલી IPLમાં 800 ચોગ્ગા પૂરા કરનાર પ્રથમ બેટર બન્યા છે. તેમણે રબાડાના બોલ પર બાઉન્ડરી ફટકારીને આ સિદ્ધિ હાંસલ કરી. અગાઉ, ગુજરાત ટાઈટન્સે સાઈ સુદર્શનની સદીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 206 રનનો ટાર્ગેટ આપ્યો હતો. સુદર્શન 58 બોલમાં 100 રન બનાવીને આઉટ થયો હતો. શુક્રવારે સીઝનની 34મી મેચમાં બેંગલુરુએ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટૉસ જીતીને બોલિંગ લીધી હતી. બેંગલુરુ તરફથી વિરાટ કોહલી અને દેવદત્ત પડિકલ ક્રિઝ પર છે. જેકબ બેથેલને સિરાજે આઉટ કર્યો હતો. ગુજરાતે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 205 રન બનાવ્યા હતા. સુદર્શને IPLમાં ત્રીજી સદી ફટકારી. તેના સિવાય કેપ્ટન શુભમન ગિલે 32 રન બનાવ્યા હતા. જેસન હોલ્ડર 10 બોલમાં 21 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. બેંગલુરુ તરફથી જોશ હેઝલવુડ, સુયશ શર્મા અને ભુવનેશ્વર કુમારને એક-એક વિકેટ મળી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, સુયશ શર્મા અને રાસિખ સલામ ડાર ગુજરાત ટાઇટન્સ (GT): સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાહરૂખ ખાન, જેસન હોલ્ડર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, માનવ સુથાર, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ.
    Click here to Read More
    Previous Article
    News Today Live Updates, 24 April | In jolt to AAP, 7 of its 10 Rajya Sabha MPs cross over to BJP
    Next Article
    CVM યુનિવર્સિટીમાં નવી લો કોલેજ ભવનનું લોકાર્પણ:દેવાંગ પટેલે ₹1 કરોડના દાનની જાહેરાત કરી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment