Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CVM યુનિવર્સિટીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી:NCC કેડેટ્સનું સન્માન, માનવતાનો સંદેશ; ‘ગિફ્ટ ઓફ હોપ’ પ્રોજેક્ટની જાહેરાત

    1 day ago

    સીવીએમ યુનિવર્સિટી ખાતે ભારતના 80મા સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ અને ચારુતર વિદ્યામંડળના પ્રમુખ ભીખુભાઈ પટેલે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી. આ પ્રસંગે ચારુતર વિદ્યામંડળના માનદ મંત્રી એસ. જી. પટેલ, સહમંત્રીઓ મેહુલભાઈ પટેલ અને વિશાલભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભીખુભાઈ પટેલે સ્વતંત્રતા સેનાનીઓ અને સરદાર વલ્લભભાઈ પટેલના વિઝનને યાદ કરી વિદ્યાર્થીઓને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા પ્રેરિત કર્યા. યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો.(ડૉ.) ઈન્દ્રજીત પટેલ, રજિસ્ટ્રાર પ્રો.(ડૉ.) સંદીપ કુમાર વાલિયા, વિવિધ ડીન, પ્રિન્સિપાલ, અધ્યાપકો, કર્મચારીઓ, એનસીસી/એનએસએસના કેડેટ્સ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ આ ઉજવણીમાં જોડાયા હતા. સમગ્ર કેમ્પસ 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ્'ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. આ પાવન પર્વે સીવીએમ યુનિવર્સિટી પરિવારે એક વિશેષ પહેલ, ‘ગિફ્ટ ઓફ હોપ’ પ્રોજેક્ટની ઘોષણા કરી. આ પ્રોજેક્ટની ઘોષણા કરતાં ભીખુભાઈ પટેલે જણાવ્યું કે, જરૂરિયાતમંદને સમય, શીખવા ઇચ્છતાને જ્ઞાન, નિરાશને આશા, સમાજસેવકને સન્માન, અને ક્યારેક એક સ્મિત કે મદદનો હાથ પણ અમૂલ્ય ભેટ બની શકે છે. આ દરમિયાન, સીવીએમ યુનિવર્સિટીના NCC કેડેટ્સે તેમની શિસ્ત અને દેશભક્તિનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. સુરેન્દ્રનગર ખાતે 30 જુલાઈથી 10 ઓગસ્ટ દરમિયાન યોજાયેલ આર્મી એટેચમેન્ટ કેમ્પમાં ગુજરાતની 9 બટાલિયનના કુલ 156 કેડેટ્સમાંથી CVMUના 8 કેડેટ્સે ભાગ લીધો હતો. આ કેમ્પમાં CVMUના કેડેટ્સે 'ઈન્ટર બટાલિયન ડ્રીલ ચેમ્પિયનશીપ' અને 'વોલીબોલ ચેમ્પિયનશિપ' જીતીને શાનદાર સિદ્ધિ હાંસલ કરી. વ્યક્તિગત એવોર્ડ્સમાં સંદીપરાજને 'બેસ્ટ ઓલ રાઉન્ડર કેડેટ' અને અંકુશ રાજપૂતને 'બેસ્ટ બટાલિયન સીનિયર કેડેટ'નો ખિતાબ મળ્યો. કેડેટ્સના અસાધારણ સમર્પણ, શિસ્ત અને દેશભક્તિની ભાવનાને બિરદાવતા યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલના હસ્તે તમામ NCC કેડેટ્સને સન્માનિત કરવામાં આવ્યા. આ ઉજવણીને ગૌરવવંત બનાવવા અને કેડેટ્સને માર્ગદર્શન પૂરું પાડવા બદલ તેમના મેન્ટર ડૉ. શિવકુમાર સિંઘનો પણ આભાર વ્યક્ત કરાયો.
    Click here to Read More
    Previous Article
    રાજસ્થાનમાં મુલાકાત, લગ્નની લાલચ આપી સુરત બોલાવી:બિહારની યુવતીને છ મહિના સાથે રાખ્યા બાદ પ્રેમી રૂમ ખાલી કરી ગાયબ, રસ્તે રઝળતા અભયમે આશરો અપાવ્યો
    Next Article
    ગોઝારીયામાં પંચાયત સભ્ય સહિત 9 જુગાર રમતા ઝડપાયા:લાઘણજ પોલીસે ₹1.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, પ્લાસ્ટિકના કોઈન વડે રમાડતો હતો જુગાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment