Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજસ્થાનમાં મુલાકાત, લગ્નની લાલચ આપી સુરત બોલાવી:બિહારની યુવતીને છ મહિના સાથે રાખ્યા બાદ પ્રેમી રૂમ ખાલી કરી ગાયબ, રસ્તે રઝળતા અભયમે આશરો અપાવ્યો

    1 day ago

    સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં પ્રેમ સંબંધમાં છેતરાયેલી અને અસહાય બની ગયેલી બિહારની 25 વર્ષીય યુવતીને 181 અભયમ ટીમે સુરક્ષિત આશ્રય અપાવ્યો છે. યુવક લગ્નનું વચન આપી છ મહિના સાથે રાખ્યા બાદ રૂમ ખાલી કરીને ગાયબ થઈ જતાં યુવતી રસ્તા પર આવી ગઈ હતી. એક જાગૃત નાગરિકની સતર્કતા અને અભયમ ટીમના સમયસરના કાઉન્સિલિંગથી યુવતીને નવો આશરો મળ્યો છે. અસહાય બેઠેલી યુવતી પર નાગરિકનું ધ્યાન ગયું ઈચ્છાપોર સ્થિત કૃષ્ણાનગરની ગજ્જર બિલ્ડિંગ નીચે આશરે 25 વર્ષની યુવતી કલાકથી વધુ સમયથી ખૂબ જ ગભરાયેલી સ્થિતિમાં એકલી બેઠી હતી. સ્થાનિક જાગૃત નાગરિકે પૂછપરછનો પ્રયાસ કર્યો પરંતુ યુવતી કશું બોલી શકે તેમ ન હોવાથી તેમણે તાત્કાલિક '181 મહિલા હેલ્પલાઇન' પર સંપર્ક કર્યો હતો. રાજસ્થાનમાં મુલાકાત બાદ સુરતમાં સાથે રહેતા હતા કોલ મળતાં જ ઉમરા અભયમ ટીમ સ્થળ પર પહોંચી હતી અને યુવતીનું કાઉન્સિલિંગ કર્યું હતું. યુવતીએ જણાવ્યું કે તે મૂળ બિહારની છે અને રાજસ્થાન પ્રવાસ દરમિયાન તેની મુલાકાત સુરતની હીરા કંપનીમાં કામ કરતા યુવક સાથે થઈ હતી. યુવકે લગ્નની ખાતરી આપતાં યુવતી સુરત આવી હતી અને બંને 6 મહિનાથી સાથે રહેતા હતા. દાદીના અવસાનનું બહાનું બતાવી રૂમ ખાલી કરી દીધો થોડા દિવસો પહેલાં યુવકે પોતાની દાદીનું અવસાન થયું હોવાનું કહી યુવતીને વતન મોકલી આપી હતી. વતન પહોંચ્યા બાદ યુવકનો ફોન સ્વિચ ઓફ આવતાં યુવતી સુરત પરત ફરી હતી, જ્યાં મકાનમાલિકે યુવક રૂમ ખાલી કરીને જતો રહ્યો હોવાનું જણાવ્યું હતું. યુવક કે તેના પરિવારનો સંપર્ક ન થતાં યુવતી અસહાય બની ગઈ હતી. સખી વન સ્ટોપ સેન્ટરમાં સુરક્ષિત આશ્રય અંતર્ધાર્મિક સંબંધ હોવાથી અને પરિવારને જાણ થઈ ગઈ હોવાથી યુવતી પોતાના વતન જવા માગતી નહોતી. સુરતમાં અન્ય કોઈ આશરો ન હોવાથી 181 ટીમ દ્વારા કાયદાકીય માર્ગદર્શન આપી તેને સુરતના 'સખી વન સ્ટોપ સેન્ટર' ખાતે સુરક્ષિત આશ્રય આપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ઓખા-અમદાવાદ વંદે ભારત ટ્રેનના શિડ્યુલમાં ફેરફાર:આવતીકાલથી અમદાવાદને બદલે સાબરમતીથી સવારે 6:15 વાગ્યે ઉપડશે, આંબલી રોડ સ્ટેશન નવું સ્ટોપેજ; સૌરાષ્ટ્ર જતા મુસાફરોને લાભ
    Next Article
    CVM યુનિવર્સિટીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી:NCC કેડેટ્સનું સન્માન, માનવતાનો સંદેશ; ‘ગિફ્ટ ઓફ હોપ’ પ્રોજેક્ટની જાહેરાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment