Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CVM યુનિવર્સિટી અને જર્મનીની હોચશુલે વિસ્માર વચ્ચે MoU:શૈક્ષણિક સહયોગથી વિદ્યાર્થીઓને સમર સ્કૂલનો લાભ મળશે

    2 days ago

    જર્મનીની પ્રતિષ્ઠિત હોચશુલે વિસ્માર યુનિવર્સિટી ઓફ એપ્લાઇડ સાયન્સિસ અને ગુજરાતની ચારુતર વિદ્યામંડળ (CVM) યુનિવર્સિટી વચ્ચે શૈક્ષણિક સહયોગ માટે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર ભારતીય વિદ્યાર્થીઓ માટે આંતરરાષ્ટ્રીય શિક્ષણના નવા દ્વાર ખોલશે. જર્મનીના બાલ્ટિક સમુદ્ર કિનારે આવેલી હોચશુલે વિસ્માર યુનિવર્સિટી 1908થી કાર્યરત છે. તે તેના વ્યવહારુ શિક્ષણ, એપ્લાઇડ રિસર્ચ અને ઉદ્યોગો સાથેના મજબૂત જોડાણ માટે વિશ્વભરમાં જાણીતી છે. ટેકનોલોજી, એન્જિનિયરિંગ, બિઝનેસ અને ડિઝાઇન જેવા વિષયોમાં નિષ્ણાત આ સંસ્થામાં હાલ આશરે 8000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી માધ્યમના ખાસ અભ્યાસક્રમો પણ ઉપલબ્ધ છે. આ શૈક્ષણિક આદાનપ્રદાનને વેગ આપતા, હોચશુલે વિસ્માર યુનિવર્સિટીએ ગત 14 એપ્રિલ 2026ના રોજ CVM યુનિવર્સિટી સાથે MoU પર હસ્તાક્ષર કર્યા. આ પ્રસંગે CVM યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી ભીખુભાઈ પટેલ, પ્રોવોસ્ટ પ્રોફેસર ડો. ઇન્દ્રજીત પટેલ, રજિસ્ટ્રાર પ્રોફેસર ડો. સંદીપ વાલિયા, આઇકયુએસી ડીન ડો. દર્શક દેસાઇ, ડીન રિસર્ચ ડો. અમિત ગણાત્રા અને ડેપ્યુટી રજિસ્ટ્રાર ડો. દ્રષ્ટિ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. આ MoUના ભાગરૂપે, બંને યુનિવર્સિટીઓ વચ્ચે 'સમર સ્કૂલ' પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને ટૂંકા ગાળા માટે જર્મની જઈ ત્યાંની સંસ્કૃતિ અને આધુનિક ટેકનોલોજીનો પ્રત્યક્ષ અનુભવ લેવાની અમૂલ્ય તક મળશે. વિદ્યાર્થીઓ જર્મન પ્રોફેસરો સાથે સીધો સંવાદ કરી શકશે અને આંતરરાષ્ટ્રીય સ્તરના વર્કશોપમાં ભાગ લઈ શકશે. આ નવા જોડાણનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવાનો અને બંને સંસ્થાઓ વચ્ચે સંશોધન તથા શૈક્ષણિક સંસાધનોની આપ-લે કરવાનો છે. આ અંગે CVM યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી ભીખુભાઈ પટેલે જણાવ્યું હતું કે, "વૈશ્વિક જોડાણ થકી CVM યુનિવર્સિટી વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને વિવિધ ક્ષેત્રે એકેડેમિક્સ અને રિસર્ચ ક્ષેત્રે કટીબદ્ધ છે. આગામી સમયમાં આ MoU હેઠળ વધુમાં વધુ શૈક્ષણિક પ્રવૃત્તિ પર ભાર મુકાશે." વિસ્માર યુનિવર્સિટીમાંથી આવેલા ડીન ડો. ઇગ્નુ મૂલેરે જણાવ્યું હતું કે, "CVM યુનિવર્સિટી સાથેના આ MoUને આગળ લઈ જઈ એક મજબૂત ભાગીદારી ઊભી કરવામાં આવશે તથા તમામ સાથ સહકાર આપવા માટે કટીબદ્ધતા દર્શાવી હતી." CVM યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફેસર ડો. ઇન્દ્રજીત પટેલે જણાવ્યું હતું કે, "વિસ્માર યુનિવર્સિટી સાથેના આ જોડાણથી CVMના વિદ્યાર્થીઓને જર્મન શિક્ષણ પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સ્તરની ઇન્ટર્નશિપની ઉત્તમ તકો પ્રાપ્ત થશે." આ બદલ CVM યુનિવર્સિટીના ગવર્નિંગ બોડીના સભ્યો તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મહિલા અનામત સુધારા બિલ- થોડીવારમાં સંસદમાં રજૂ કરવામાં આવશે:વિપક્ષે સીમાંકનનો વિરોધ કર્યો; મોદી બપોરે 3 વાગ્યે બોલી શકે છે
    Next Article
    ભાજપ કાર્યાલય ઉદ્ઘાટનમાં આંતરિક કલહ સામે આવ્યો:જિ.ભાજપ પ્રમુખે કવિતાના માધ્યમથી અસંતુષ્ટોને કડક સંદેશ આપ્યો; અગ્રણીઓની ગેરહાજરીએ ઊભા કર્યા ગંભીર રાજકીય સવાલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment