Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ કાર્યાલય ઉદ્ઘાટનમાં આંતરિક કલહ સામે આવ્યો:જિ.ભાજપ પ્રમુખે કવિતાના માધ્યમથી અસંતુષ્ટોને કડક સંદેશ આપ્યો; અગ્રણીઓની ગેરહાજરીએ ઊભા કર્યા ગંભીર રાજકીય સવાલો

    2 days ago

    વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા ચૂંટણીના ગરમાવ વચ્ચે ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહે પાર્ટીની આંતરિક સ્થિતિનો ચિતાર ખુલ્લેઆમ આપી દીધો. એક તરફ જિલ્લા ભાજપ પ્રમુખે કવિતાના માધ્યમથી અસંતુષ્ટોને સંદેશ આપ્યો તો બીજી તરફ અગ્રણીઓની સૂચક ગેરહાજરીએ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય ઉભો કર્યો છે. કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ ડૉ. સંજય પરમારે પોતાના સંબોધનમાં સીધી રાજકીય ટિપ્પણી કરતા ટાળતા, પરંતુ કવિતાના માધ્યમથી અસંતુષ્ટોને માર્મિક ટકોર કરી હતી. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પંક્તિઓ યાદ કરતા તેમણે કહ્યું,સબ કુછ લગા હે દાવ પર, અબ રૂક નહીં સકતે... તૂટ સકતે હૈ મગર ઝૂક નહીં સકતે હૈ… આ પંક્તિઓ દ્વારા તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો કે હાલની પરિસ્થિતિમાં પાર્ટી માટે પાછું વળવાનું વિકલ્પ નથી અને આંતરિક મતભેદો છતાં સંગઠન મજબૂત રહેવું જરૂરી છે. માત્ર એટલું જ નહીં, તેમણે પોતાના ભાષણના અંતે વધુ એક કવિતા રજૂ કરીને અસંતુષ્ટોને સીધી ચેતવણી આપી કે, નથી કરવાનું અભિમાન કે મારા સિવાય કંઈ થાય નહીં... અહીં તો આખું આકાશ ઉભું છે ટેકા વિનાનું… આ પંક્તિઓ રાજકીય રીતે ઘણું કહી જાય છે. સંકેત સ્પષ્ટ હતો – પાર્ટી કોઈ એક વ્યક્તિ પર નિર્ભર નથી અને સંગઠનનું બળ વ્યક્તિગત અસંતોષથી ઊંચું છે. પરંતુ આ સમગ્ર કાર્યક્રમમાં સૌથી વધુ ચર્ચા જગાવનારી બાબત રહી અગ્રણીઓની ગેરહાજરી. પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને સાંસદ રાજેશ ચુડાસમા, આમંત્રિત કારોબારી સભ્ય ઝવેરીભાઈ ઠકરાર, પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ તેમજ પૂર્વ ધારાસભ્ય રાજશીભાઈ ચોટવા જેવા અગ્રણીઓ હાજર રહ્યા નહોતા. સાથે જ નગરપાલિકાના પૂર્વ નગરસેવકો અને વિવિધ સમાજના આગેવાનોની ગેરહાજરી પણ નોંધપાત્ર રહી હતી. આ ગેરહાજરીને માત્ર યોગાયોગ માનવી મુશ્કેલ બની રહી છે, કારણ કે અગાઉથી જ ટિકિટ વહેંચણીને લઈને ઉભેલા અસંતોષના માહોલમાં આ ઘટનાએ વધુ શંકાઓને જન્મ આપ્યો છે. રાજકીય વિશ્લેષકોના મતે, આ ગેરહાજરી માત્ર પ્રોટોકોલનો મુદ્દો નથી, પરંતુ પાર્ટીમાં ચાલી રહેલા આંતરિક અસંતોષ અને ગોઠવણોની અસર તરીકે જોવામાં આવી રહી છે. ખાસ કરીને વિવિધ સમાજોમાંથી ઊઠેલા વિરોધના અવાજોને ધ્યાનમાં લઈએ તો આ કાર્યક્રમમાં ઉત્સાહ કરતાં સંકોચ વધુ જોવા મળ્યો. કાર્યક્રમમાં પ્રભારી ભાવનાબેન હિરપરા અને બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ માનસિંગ પરમારે કાર્યકરોને એકજૂટ રહેવાની અપીલ કરી હતી. તેમણે કાર્યકરોને “દેવ દુર્લભ” ગણાવી તેમની મહેનતથી જ જીત શક્ય હોવાનું જણાવ્યું હતું. પરંતુ હકીકત એ છે કે, મંચ પરથી એકતા અને સંકલ્પના સંદેશાઓ આપવામાં આવ્યા હોવા છતાં, મેદાનમાં અસંતોષના પડઘા સ્પષ્ટ સંભળાઈ રહ્યા છે. અંતમાં, મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહે ભાજપની ચૂંટણી તૈયારી કરતાં વધુ તેની આંતરિક પડકારોને ઉજાગર કર્યા છે. હવે જોવું રહ્યું કે કવિતામાં આપવામાં આવેલા સંદેશો અસંતુષ્ટોને મનાવવા પૂરતા સાબિત થાય છે કે નહીં.
    Click here to Read More
    Previous Article
    CVM યુનિવર્સિટી અને જર્મનીની હોચશુલે વિસ્માર વચ્ચે MoU:શૈક્ષણિક સહયોગથી વિદ્યાર્થીઓને સમર સ્કૂલનો લાભ મળશે
    Next Article
    Mahesh Bhatt On Ranbir Kapoor-Alia Bhatt's Daughter: 'Raha Came Into Our Lives Like A Drop Of Divinity'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment