Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CVM યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલ 'યુગાંતર 5.0'માં સર્જનાત્મકતાનો જબરદસ્ત રંગ જામ્યો:સીવીએમ કોલેજ ઓફ ફાઇન આર્ટસના વિદ્યાર્થીઓએ મોઢેરા સૂર્યમંદિર અને ખજુરાહોની પૌરાણિક શિલ્પકળાને રેમ્પ વૉક પર સાકાર કરી

    1 day ago

    ગુજરાતનું સુપ્રસિદ્ધ કેળવણી ધામ ચારુતર વિદ્યામંડળ (CVM) યુનિવર્સિટી કેમ્પસમાં વાર્ષિક સાંસ્કૃતિક મહાકુંભ 'યુગાંતર ૫.૦' (Youth Festival 2026)નો ગત 26ઓક્ટોબરથી ભારે ઉત્સાહ, જોશ અને રંગારંગ વાતાવરણ વચ્ચે પ્રારંભ થયો છે. વિદ્યાનગરના આંગણે યોજાઈ રહેલા આ ત્રિ-દિવસીય સાંસ્કૃતિક પર્વમાં યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓના 1038થી વધુ ઉત્સાહી વિદ્યાર્થીઓએ 32જેટલી વૈવિધ્યસભર સ્પર્ધાઓમાં ભાગ લઈ પોતાની કલ્પનાશીલતા અને અનોખી કલા પ્રતિભા રજૂ કરી હતી. વિવિધ મંચો પર સંગીત, નાટ્ય, લલિતકળા અને ફેશન ક્ષેત્રે યુવાધનની ઊર્જા અને સર્જનાત્મકતા સોળે કળાએ ખીલી ઊઠી હતી. કલ્પના અને રંગોના અદભુત સંયોજન સાથે ‘ઓન ધ સ્પોટ પેઇન્ટિંગ’મહોત્સવના પ્રારંભે 26 ઓક્ટોબરના રોજ સવારના સત્રમાં સીવીએમ કોલેજ ઓફ ફાઇન આર્ટસ ખાતે 'ઓન ધ સ્પોટ પેઇન્ટિંગ' સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભાગ લેનારા યુવા ચિત્રકારોને સ્થળ પર જ વિષય આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ પોતાની અસીમ કલ્પનાશક્તિ, પીંછીના લસરકા, આબેહૂબ રેખાઓ અને આકર્ષક રંગોના ઉત્કૃષ્ટ સમન્વય થકી કેનવાસ પર જીવંત અને અર્થપૂર્ણ ચિત્રો કંડાર્યા હતા. યુવા કલાકારોની ઊંડી સૂઝ અને કલાત્મક અભિવ્યક્તિ જોઈને ઉપસ્થિત નિર્ણાયકો તેમજ કલારસિક પ્રેક્ષકો દંગ રહી ગયા હતા. GCET ઓડિટોરિયમ ખાતે સવાર તેમજ બપોરના બંને સત્રોમાં યોજાયેલી 'વન એક્ટ પ્લે' સ્પર્ધામાં યુવા કલાકારોએ સ્ટેજ પર અભિનયના ઓજસ પાથર્યા હતા. વિદ્યાર્થીઓએ સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજો, આધુનિક જીવનશૈલીની વિટંબણાઓ અને માનવીય સંબંધોની સંવેદનાઓને સ્પર્શતા અત્યંત ગંભીર વિષયો પર હૃદયસ્પર્શી અભિનય આપ્યો હતો. કલાકારોના દમદાર સંવાદો, ચહેરાના હાવભાવ અને મંચ સજ્જાએ સમગ્ર ઓડિટોરિયમમાં જીવંત નાટ્યાત્મક વાતાવરણ ઊભું કરી દીધું હતું. સીવીએમ શાસ્ત્રી મેદાન ખાતે આયોજિત 'ફેશન શો' સ્પર્ધા સમગ્ર મહોત્સવનું સૌથી આકર્ષક અને ગ્લેમરસ કેન્દ્રબિંદુ બની રહી હતી. આ સ્પર્ધામાં 12 જેટલી ટીમોના 100થી વધુ વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિ, પરંપરાગત વસ્ત્રો, વેસ્ટર્ન ફ્યુઝન અને વિવિધ સામાજિક સંદેશ આપતી થીમ્સ પર આકર્ષક વેશભૂષા સાથે રેમ્પ વૉક કર્યું હતું. તેમાં પણ સીવીએમ કોલેજ ઓફ ફાઇન આર્ટસના વિદ્યાર્થીઓનું પર્ફોર્મન્સ સમગ્ર શોમાં સર્વોચ્ચ આકર્ષણનું કેન્દ્ર (Centre of Attraction) બન્યું હતું. વિદ્યાર્થીઓએ ભારતના પ્રાચીન મૂર્તિકારોની અજોડ કળા અને સ્થાપત્ય વૈભવને મંચ પર જીવંત કર્યો હતો. જેમાં મોઢેરાના વિશ્વવિખ્યાતસૂર્યમંદિરની બેનમૂન સ્થાપત્યકળા અને ખજુરાહોના સ્મારકોની અદ્વિતીય શિલ્પકળાને કલ્પનાતીત કોસ્ચ્યુમ્સ, કલ્ચરલ થીમ અને પ્રભાવશાળી રજૂઆત સાથે રેમ્પ વૉક પર સાકાર કરવામાં આવી હતી. આ અદભુત પ્રસ્તુતિને ઉપસ્થિત સૌ કોઈએ ઊભા થઈને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. આ ઉપરાંત દિવસ દરમિયાન પાશ્ચાત્ય ગાયન અને વાદન, અંગ્રેજી ડિબેટ, પોસ્ટર મેકિંગ તથા કાર્ટૂનિંગ જેવી સર્જનાત્મક સ્પર્ધાઓ પણ ઉત્સાહભેર સંપન્ન થઈ હતી. ત્રીજા દિવસે સવારે જીસેટ ઓડિટોરિયમ ખાતે યોજાયેલી 'સ્કીટ' સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ રોજિંદા માનવજીવનના પ્રસંગો તેમજ સાંપ્રત સામાજિક પરિસ્થિતિઓ પર હળવા-ફૂલ હાસ્ય અને તીખા વ્યંગ-કટાક્ષ સાથે સુંદર પ્રસ્તુતિ કરી હતી. બપોરના સત્રમાં યોજાયેલી 'માઇમ' (મૂક અભિનય) સ્પર્ધામાં એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર, માત્ર ચહેરાના અર્થસભર હાવભાવ, શારીરિક મુવમેન્ટ્સ અને બોડી લેંગ્વેજ દ્વારા વિદ્યાર્થીઓએ સામાજિક અને ગંભીર સંદેશાત્મક વિષયો રજૂ કરી તજજ્ઞોને પ્રભાવિત કર્યા હતા. ત્રીજા દિવસ દરમિયાન શાસ્ત્રીય ગાયન-વાદન, સુગમ સંગીત, રંગોળી સ્પર્ધા, ક્લે મોડેલિંગ તેમજ ડંબ શરાડ્સ જેવી વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ પોતાની અદભુત કૌશલ્ય સાબિત કર્યું હતું. ત્યારબાદ રાત્રિના સમયે ઐતિહાસિક શાસ્ત્રી મેદાન પર 13 જુદી જુદી કોલેજોની ટીમો વચ્ચે અત્યંત રોમાંચક અને ભવ્યાતિભવ્ય 'લોકનૃત્ય' (Folk Dance)ની સ્પર્ધા યોજાઈ હતી. પરંપરાગત પોશાકો અને ઢોલના તાલે કલાકારોએ રજૂ કરેલા લોકનૃત્યોએ હજારો દર્શકોમાં નવું જોશ ભરી દીધું હતું. CVM યુનિવર્સિટીના સંચાલકો અને અધ્યક્ષઓએ જણાવ્યું હતું કે 'યુગાંતર ૫.૦' માત્ર એક સાંસ્કૃતિક સ્પર્ધા નથી પરંતુ વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ, ટીમવર્ક અને નેતૃત્વના ગુણોને વિકસાવવાનું એક ઉત્તમ પ્લેટફોર્મ છે. કળા, સાહિત્ય અને સંસ્કૃતિના આ મહાયજ્ઞમાં વિદ્યાર્થીઓએ દર્શાવેલી ઉત્કૃષ્ટ શિસ્ત અને સર્જનાત્મકતાને સમગ્ર કેમ્પસે મુક્ત કંઠે બિરદાવી હતી.
    Click here to Read More
    Previous Article
    કલેક્ટરથી ડિરેક્ટકર સુધીના 86 અધિકારીનો સફાયો:સરકારે 'ઓપરેશન ગંગાજળ' કેમ કરવું પડ્યું; ‘હું ખાતો નથી, ખાવા દેતો નથી’ના મોદી મોડલથી ફફડાટ
    Next Article
    પાટણમાં 64 સ્થળોએ પીએમ કિસાન ઉત્સવ યોજાશે:APMC માર્કેટ યાર્ડમાં જિલ્લાકક્ષાનો કાર્યક્રમ; રાષ્ટ્રીય એકતા દિવસની તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment