Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં 64 સ્થળોએ પીએમ કિસાન ઉત્સવ યોજાશે:APMC માર્કેટ યાર્ડમાં જિલ્લાકક્ષાનો કાર્યક્રમ; રાષ્ટ્રીય એકતા દિવસની તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ

    1 day ago

    પાટણ જિલ્લા સેવા સદન ખાતે 30 ઓક્ટોબરના પીએમ કિસાન ઉત્સવ અને 31 ઓક્ટોબરના રાષ્ટ્રીય એકતા દિવસના આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ. પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં અધિકારીઓને કાર્યક્રમોની વ્યવસ્થા અંગે સૂચનાઓ અપાઈ હતી. 30 ઓક્ટોબરે પાટણ જિલ્લાના 64 મુખ્ય સ્થળોએ પીએમ કિસાન ઉત્સવ યોજાશે. જિલ્લાકક્ષાનો મુખ્ય કાર્યક્રમ પાટણના APMC માર્કેટ યાર્ડમાં રાખવામાં આવ્યો છે. દરેક સ્થળે નોડલ અધિકારીની નિમણૂક કરીને જવાબદારી સોંપવામાં આવી છે. કાર્યક્રમ સ્થળોએ કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક, વાહન પાર્કિંગ, મંડપ અને સ્ટેજની વ્યવસ્થા અંગે ચર્ચા થઈ. વડાપ્રધાનના કાર્યક્રમનું LED સ્ક્રીન પર જીવંત પ્રસારણ કરાશે. નાગરિકો માટે બેઠક, પીવાનું પાણી, ભોજન, સ્વચ્છતા, વીજળી અને આરોગ્ય સેવાઓની વ્યવસ્થા કરવા સૂચના અપાઈ હતી. 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે. આ માટે જિલ્લાના 9 તાલુકામાં નોડલ અધિકારીઓ નીમાયા છે. જિલ્લાની 5 નગરપાલિકાઓ પણ વિવિધ કાર્યક્રમો યોજશે. ઉજવણીમાં એકતા રેલી, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સમૂહ ભોજનનું આયોજન છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેની એકતા પરેડ અને વડાપ્રધાનના સંબોધનનું LED સ્ક્રીન અથવા ટેલિવિઝન પર જીવંત પ્રસારણ કરાશે. મંત્રી સ્વરૂપજી ઠાકોરે કોઈ સમસ્યા આવે તો તાત્કાલિક ઉકેલવા અને વિભાગો વચ્ચે સંકલન રાખવા સૂચના આપી. બેઠકમાં જિલ્લા કલેક્ટર ડૉ. પ્રશાંત જિલોવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, નિવાસી અધિક કલેક્ટર ડૉ. મેહુલ સહિત વિવિધ વિભાગોના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા.
    Click here to Read More
    Previous Article
    CVM યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલ 'યુગાંતર 5.0'માં સર્જનાત્મકતાનો જબરદસ્ત રંગ જામ્યો:સીવીએમ કોલેજ ઓફ ફાઇન આર્ટસના વિદ્યાર્થીઓએ મોઢેરા સૂર્યમંદિર અને ખજુરાહોની પૌરાણિક શિલ્પકળાને રેમ્પ વૉક પર સાકાર કરી
    Next Article
    US-Japan's Joint Missiles Production Plan Against China's Aggression In Asia

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment