Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CVM યુનિવર્સિટીએ એક વર્ષમાં 200થી વધુ MoU કર્યા:વિદ્યાર્થીઓને વૈશ્વિક શિક્ષણ અને પ્લેસમેન્ટની તકો મળશે

    1 day ago

    CVM યુનિવર્સિટીએ નવી શિક્ષણ નીતિ (NEP-2020) અંતર્ગત વિદ્યાર્થીઓને વૈશ્વિક કક્ષાનું શિક્ષણ, સંશોધન અને પ્લેસમેન્ટની તકો પૂરી પાડવા માટે છેલ્લા એક વર્ષમાં 200થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સમજૂતી કરાર (MoU) કર્યા છે. આ કરારોના પરિણામે વિદ્યાર્થીઓને સંયુક્ત સંશોધન, ફેકલ્ટી-સ્ટુડન્ટ એક્સચેન્જ કાર્યક્રમો, ઇન્ટર્નશિપ, લાઇવ પ્રોજેક્ટ્સ અને વૈશ્વિક પ્લેસમેન્ટ જેવી નવી તકો ઉપલબ્ધ થશે. આ ભાગીદારીઓનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ઉદ્યોગ જગત સાથે સીધો સંપર્ક અને વૈશ્વિક સ્તરનું માર્ગદર્શન પૂરું પાડવાનો છે.આ MoUમાં અમેરિકાની વર્સેસ્ટર પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ (WPI), જર્મની, રશિયા, ગ્રીસ, રોમાનિયા અને માલડોવાની યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે. ભારતમાં NDDB, ગેટવે ગ્રુપ, તત્વસોફ્ટ, iACE અને મારુતિ સુઝુકી જેવી અગ્રણી સંસ્થાઓ સાથે પણ કરારો થયા છે.CVM યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ વ્યૂહાત્મક ભાગીદારીઓથી વિદ્યાર્થીઓને ઉદ્યોગ જગત સાથે સીધો સંપર્ક અને વૈશ્વિક સ્તરનું માર્ગદર્શન મળશે. પ્રોવોસ્ટ ડૉ. ઇન્દ્રજીત પટેલે ઉમેર્યું હતું કે, 200થી વધુ MoU ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આંતરરાષ્ટ્રીય તકોના નવા દ્વાર ખોલશે.યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. સંદીપ વાલિયાના જણાવ્યા મુજબ, આ પહેલ વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટની ગુણવત્તા અને સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવામાં મહત્વની સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    ભંડારીયામાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:રૂ. 51 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત, બુટલેગર ફરાર
    Next Article
    વડોદરામાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનો પ્રારંભ:2027માં વાયબ્રન્ટ ગુજરાત સમિટને મોટો ફાયદો થશે:મનોહરલાલ ખટ્ટર, મધ્ય ગુજરાતને ગ્લોબલ હબ બનાવવા મંથન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment