Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ્રિજ પર લોખંડની ગ્રીલ કૂદી યુવક આપઘાત કરવા પહોંચ્યો:રાહદારીઓએ સમજાવતા મન પીગળ્યું ને પરત ફર્યો, અમદાવાદના CTM ડબલ ડેકર ઓવરબ્રિજ પર હાઈવોલ્ટેજ ડ્રામા

    14 hours ago

    અમદાવાદ શહેરના નારોલ-નરોડા હાઇવે પર આવેલા CTM-રામોલ ડબલ ડેકર ઓવરબ્રિજ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક અજાણ્યો યુવક આત્મહત્યા કરવાના ઈરાદે બ્રિજની લોખંડની સુરક્ષા ગ્રીલ કૂદીને છેક છેવાડાની પારી પર જઈને આત્મહત્યા કરવાના ઈરાદે ઊભો રહી ગયો હતો. યુવકને આ સ્થિતિમાં જોઈને ત્યાંથી પસાર થતા સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક તેની મદદ માટે દોડી ગયા હતા. લોકોએ તેને આત્મહત્યા જેવું આત્મઘાતી પગલું ન ભરવા માટે સમજાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જેથી યુવક લોખંડીની ગ્રીલ કૂદીને બ્રિજ પર પરત ફર્યો અને યુવકનો જીવ બચ્યો હતો. જે સમગ્ર મામલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રાહદારીઓની સમયસૂચકતા અને સમજાવટ બ્રિજ પર ઉઘાડા પગે લોખંડની ગ્રીલ કૂદીને રોડ તરફ ઊભેલા આ યુવકને બચાવવા માટે રાહદારીઓએ ખૂબ જ શાંતિ અને ચપળતાથી કામ લીધું. રોડ પરથી પસાર થતા બેથી ત્રણ લોકોએ પહેલા યુવકને દૂરથી જ જોરથી બૂમ પાડીને બોલાવ્યો અને તેની સાથે વાતચીત શરૂ કરી, જેથી તેનું ધ્યાન ભટકે નહીં. ત્યારબાદ, ધીમે-ધીમે તેની નજીક જઈને સંવેદનશીલતાથી વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. બ્રિજ પર હાઈ-વોલ્ટેજ ડ્રામા અને સુખદ અંત અંદાજે ત્રણ મિનિટ સુધી સ્થાનિક નાગરિકો દ્વારા યુવકને સતત સમજાવવામાં આવ્યો અને હિંમત આપવામાં આવી. આખરે લોકોની આ લાગણીસભર સમજાવટ કામ કરી ગઈ અને યુવકનું મન પીગળ્યું હતું. તેણે આત્મહત્યાનો વિચાર માંડી વાળીને લોખંડની ગ્રીલ ફરીથી કૂદીને સુરક્ષિત રીતે બ્રિજ પર પાછો આવી ગયો હતો. બ્રિજ પર પરત ફર્યાં બાદ લોકો સાથે વાત કરી યુવક નીચે ઉતર્યા બાદ સ્થાનિક લોકોએ તેની સાથે પ્રેમપૂર્વક વાતચીત કરી હતી. આ સમયે અન્ય પાંચથી સાત લોકો પણ ત્યાં એકઠા થયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે અને રાહદારીઓની આ સમયસૂચકતાના વખાણ થઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    '53 વર્ષ પહેલા મૃત્યુ પામેલા ખેડૂતને જીવિત બતાવી જમીનનું વેચાણ':અરવલ્લીના બાયડની કરોડોની જમીનના સોદામાં ચોંકાવનારા દાવા, યુવરાજસિંહે SIT તપાસની માગ કરી
    Next Article
    મહેસાણામાં રાત્રે પશુ ચોરી કરતી અમદાવાદની ગેંગ ઝડપાઈ:LCBએ પાલાવાસણા ચોકડીથી સ્વીફ્ટ કાર સાથે 3ને દબોચ્યા; 2 વોન્ટેડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment