Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    '53 વર્ષ પહેલા મૃત્યુ પામેલા ખેડૂતને જીવિત બતાવી જમીનનું વેચાણ':અરવલ્લીના બાયડની કરોડોની જમીનના સોદામાં ચોંકાવનારા દાવા, યુવરાજસિંહે SIT તપાસની માગ કરી

    13 hours ago

    અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણીરેલ ગામની કરોડો રૂપિયાની જમીનના થયેલા એક કથિત સોદાને લઈ ચોંકાવનારા આક્ષેપો થયા છે. સામાજિક કાર્યકર યુવરાજસિંહ જાડેજાનો દાવો છે કે, જે વ્યકિતનું 1972માં મૃત્યુ થયું છે તેના નામે વર્ષ 2025માં પાવર ઓફ એટર્ની અને વેચાણ દસ્તાવેજ કરી કરોડોની જમીન સગેવગે કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. યુવરાજસિંહ દ્વારા કથિત જમીનના સોદા માટે ઉપયોગમાં લેવાયેલા ડોક્યુમેન્ટની વિગત અને તારીખોને લણ પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આ મામલે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી તપાસની માગ કરવામાં આવી છે. જે ખેડૂતનું 1972માં અવસાન થયું તેના નામે 2025માં પાવન ઓફ એટર્ની બન્યું યુવરાજસિંહ જાડેજાના જણાવ્યા મુજબ વાસણીરેલ ગામના મૂળ ખાતેદાર છગનભાઈ જીવણભાઈ પટેલનું 14 જાન્યુઆરી, 1972ના રોજ અવસાન થયું હતું અને તેની સત્તાવાર નોંધ પણ ઉપલબ્ધ છે. તેમ છતાં 8 એપ્રિલ, 2025ના રોજ બાયડ સબ-રજિસ્ટ્રાર કચેરીમાં તેમના નામે પાવર ઓફ એટર્ની તથા વેચાણ દસ્તાવેજ નોંધાયો હોવાનું દસ્તાવેજી વિગતો પરથી સામે આવ્યું હોવાનું તેમણે દાવો કર્યો છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો છે કે દસ્તાવેજમાં રજૂ કરાયેલા આધાર કાર્ડમાં છગનભાઈની જન્મતારીખ 1 જાન્યુઆરી, 1971 દર્શાવવામાં આવી છે, જ્યારે મહેસૂલી રેકોર્ડ મુજબ જમીન વર્ષ 1950થી તેમના નામે નોંધાયેલી છે. આથી જન્મના વર્ષો અને જમીનની માલિકી વચ્ચે ગંભીર વિસંગતતા જોવા મળે છે. દસ્તાવેજ દરમિયાન થયેલા નાણાકીય વ્યવહારની તપાસ કરવા માગ યુવરાજસિંહ જાડેજાના દાવા મુજબ મૂળ ખાતેદારના કાયદેસરના વારસદારો હયાત હોવા છતાં વારસાઈ પેઢીનામું નોંધાયા વગર સીધો વેચાણ વ્યવહાર કરવામાં આવ્યો હોવાની આશંકા છે. આ ઉપરાંત દસ્તાવેજમાં દર્શાવાયેલા સાક્ષીઓનો ગામ સાથે કોઈ સીધો સંબંધ ન હોવાનું પણ તેમણે જણાવ્યું છે. જમીનના સોદામાં રૂ.20.60 લાખના ચેક દ્વારા નાણાકીય વ્યવહાર દર્શાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ રકમ કયા ખાતામાં જમા થઈ અને સમગ્ર વ્યવહાર દરમિયાન કઈ પ્રક્રિયા અપનાવવામાં આવી તેની પણ ઉચ્ચસ્તરીય તપાસ થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. આ મામલે ગુનો નોંધી વધુ તપાસ કરવા માગ યુવરાજસિંહ જાડેજાએ સમગ્ર મામલામાં જમીન ખરીદનાર, દસ્તાવેજ સાથે સંકળાયેલા વ્યક્તિઓ તેમજ સંભવિત રીતે જવાબદાર અધિકારીઓ સામે ફોજદારી ગુનો નોંધવાની માંગ કરી છે. સાથે જ વિવાદિત દસ્તાવેજ રદ કરીને સમગ્ર કૌભાંડની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) રચવાની માંગ પણ ઉઠાવી છે. આ મામલે હજુ સુધી સંબંધિત સરકારી વિભાગો અથવા સંકળાયેલા વ્યક્તિઓનો સત્તાવાર પ્રતિભાવ સામે આવ્યો નથી. જો કે, આક્ષેપોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસની માંગ જોર પકડી રહી છે.
    Click here to Read More
    Previous Article
    હિંગળાજનગરના 70 ઝુપડાં હટાવવા પર રોક:અમીનમાર્ગ પર મનપાની TP શાખાએ દબાણ દૂર કરવા નોટિસ આપી, મેયરે કહ્યું - ચોમાસાને લીધે હાલ ડિમોલેશન નહીં થાય
    Next Article
    બ્રિજ પર લોખંડની ગ્રીલ કૂદી યુવક આપઘાત કરવા પહોંચ્યો:રાહદારીઓએ સમજાવતા મન પીગળ્યું ને પરત ફર્યો, અમદાવાદના CTM ડબલ ડેકર ઓવરબ્રિજ પર હાઈવોલ્ટેજ ડ્રામા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment