Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંગળાજનગરના 70 ઝુપડાં હટાવવા પર રોક:અમીનમાર્ગ પર મનપાની TP શાખાએ દબાણ દૂર કરવા નોટિસ આપી, મેયરે કહ્યું - ચોમાસાને લીધે હાલ ડિમોલેશન નહીં થાય

    11 hours ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વધુ એક ડિમોલિશનની તૈયારી કરવામાં આવી હોય તેમ એક અઠવાડિયા પહેલા વેસ્ટઝોનનાં અમીન માર્ગ પર સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ નજીક નવર્મિત ટ્વીન્સ ટાવર પાસેનાં હિંગળાજનગરમાં લાંબા સમયથી ખડકાયેલા 70 જેટલાં ઝુપડા ખાલી કરવા મહાપાલિકાએ નોટિસ આપી હતી તેમજ વિજીલન્સ વિભાગને સાથે રાખીને આ પ્લોટનું ડીમાર્કેશન પણ કરવામાં આવ્યું છે. કરોડો રૂપિયાની કિંમતની આ જમીન ખાલી કરાવવા માટે તૈયારી શરૂ કરવામાં આવી હતી. અહીં રહેતા લોકો 50 વર્ષ કરતા વધુ સમયથી વસવાટ કરતા હોવાથી તેમને 15 દિવસમાં ખાલી કરવાની નોટિસ અપાતા ભારે રોષ જોવા મળ્યો હતો. જોકે આજે મેયર શુક્લે હાલ ચોમાસાની સિઝન હોવાથી ડિમોલિશન નહીં થાય તેવું જાહેર કરાયું છે. મેયર ડૉ. નેહલ શુક્લે જણાવ્યું હતું કે, હાલ ચોમાસુ ચાલી રહ્યું હોવાથી શહેરના હિંગળાજનગરમાં ડિમોલિશન ન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટનું એવું જજમેન્ટ છે કે ચોમાસા દરમિયાન ડિમોલિશન ન કરવું. જોકે નોટિસ ન આપવી એવું કોઈ જજમેન્ટ નથી. જેથી ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. જાણવા મળતી માહિતી મુજબ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અમીન માર્ગ પર સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ નજીક આવેલા મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા હસ્તકના પ્લોટમાંં લાંબા સમયથી ખડકાયેલી ઝુપડપટ્ટી દુર કરવાનું નક્કી કરાયું હતું. મહાનગરપાલિકા હસ્તકના આ ટીપી પ્લોટમાં લાંબા સમયથી ઝુપડ્ડપટી છે. જે ખાલી કરવા માટે મનપા દ્વારા અગાઉ વહિવટી કાર્યવાહી કરવામાં આવી હતી. પણ આ મામલે કાનુની વિવાદ થતા પ્રક્રિયા અટકી હતી. જોકે કાનુની વિવાદમાં મહાનગરપાલિકા તરફે ચુકાદો આવતાં તંત્રનો ઝુપડપટ્ટી ખાલી કરાવવાનો માર્ગ મોકળો થયો. આવાસ યોજનાના હેતુ માટેના આ પ્લોટમાં પીપીપી ધોરણે આવાસ યોજના આકાર લેશે. આ માટે મનપા દ્વારા 20 ટકા જગ્યા આપવામાં આવનાર છે. યોજના આગળ વધારવા માટે મહાનગરપાલિકાના વેસ્ટ ઝોન વિભાગના એટીપી ભાર્ગવ બારેવાડિયા દ્વારા હિંગળાજનગરના 70 ઝુપડાવાસીઓને 260-2 મુજબની આખરી નોટિસ આપી દેવામાં આવી. નોટિસમાં પંદર દિવસમાં મહાનગરપાલિકાની માલિકીનો પ્લોટ સ્વેચ્છાએ ખાલી કરવા માટે જણાવાયું હતું. એકતરફ ચોમાસુ માથા ઉપર છે. તો બીજીતરફ મનપા દ્વારા છેલ્લા 50 કરતા વધારે વર્ષોથી કાચા-પાકા મકાનોમાં હિંગળાજનગરમાં વસવાટ કરતા 70 આસામીઓને તેમના મકાનો ખાલી કરવાની નોટિસો આપવામાં આવી હતી. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે તેઓ 3-3 પેઢીથી અહીં વસવાટ કરે છે અને નિયમ અનુસાર વેરાઓ પણ ભરી રહ્યા છે. છતાં ચોમાસાનાં આ સમયમાં તેમને મકાનો ખાલી કરવાની નોટિસ આપવામાં આવી. જેને લઈને કોર્પોરેશન દ્વારા હાલ ચોમાસામાં ડિમોલીશન ન કરવા માટેનું નક્કી કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ઇઝરાયલે 8 કલાકમાં જ લેબનોન સાથેનું યુદ્ધવિરામ તોડ્યું:ડ્રોન એટેકમાં 16 લોકોનાં મોત; નેતન્યાહુ બોલ્યા- હુમલા ચાલુ રહેશે
    Next Article
    '53 વર્ષ પહેલા મૃત્યુ પામેલા ખેડૂતને જીવિત બતાવી જમીનનું વેચાણ':અરવલ્લીના બાયડની કરોડોની જમીનના સોદામાં ચોંકાવનારા દાવા, યુવરાજસિંહે SIT તપાસની માગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment