Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    LCBનો મફતનગર વિસ્તારમાં સપાટો:રામપીર મંદિર પાછળ જાહેરમાં જુગાર રમતા 3 ઝબ્બે, 2 ફરાર

    19 hours ago

    ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે ચોક્કસ બાતમીના આધારે શહેરના ખેડૂતવાસ મફતનગર વિસ્તારમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો. જ્યાં જાહેરમાં પૈસા-પાના વડે હાથકાપના જુગારની બાજી માંડીને બેઠેલા ત્રણ શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા, જ્યારે અન્ય બે શખ્સો પોલીસ કાફલાને જોઈને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કરી કુલ પાંચ શખ્સો સામે ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે. સુનિલ ઉર્ફે 'ઢેરી' સહિત ત્રણ પકડાયા પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, શહેરના ખેડૂતવાસ મફતનગર ખાતે આવેલા રામપીરના મંદિર પાછળ કેટલાક શખ્સો જાહેરમાં ભેગા મળીને હાથકાપનો જુગાર રમી રહ્યા છે. મળેલી બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર રેડ કરી હતી. પોલીસને અચાનક આવેલી જોઈ જુગાર રમતા શખ્સોમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે, પોલીસે ઘેરાબંધી કરીને સ્થળ પરથી સુનિલ ઉર્ફે 'ઢેરી' અરવિંદભાઈ મેર, ગૌતમ નાનજીભાઈ બોરીચા અને વિજય રાજેશભાઈ મકવાણા નામના ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. ફરાર બે શખ્સોની શોધખોળ તેજ પોલીસે ઝડપાયેલા આરોપીઓની અંગઝડતી તેમજ દાવ પરથી રોકડા રૂપિયા 11,900 અને ગંજીપાના સહિતનું જુગાર સાહિત્ય કબજે કર્યું હતું. આ રેડ દરમિયાન ગણપત ઉર્ફે મહેશ અને આકાશ ઉર્ફે ભેંસો રાઠોડ નામના બે શખ્સો પોલીસની પકડમાંથી નાસી છૂટ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે પકડાયેલા ત્રણેય આરોપીઓ તેમજ ફરાર બે શખ્સો મળી કુલ પાંચેય સામે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાવ્યો છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    સક્કરબાગ ઝૂ ખાતે 'બટરફ્લાય વૉક' યોજાઈ:'બિગ બટરફ્લાય મંથ' નિમિત્તે પ્રકૃતિ પ્રેમીઓએ પતંગિયાઓની પ્રજાતિઓ અને જીવનશૈલીને નજીકથી નિહાળી
    Next Article
    ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલનો 52મો વિદ્યા સત્કાર સમારંભ:રાજકોટમાં રિવાબાએ ક્ષત્રિય સમાજના 500થી વધુ તેજસ્વી દીકરા-દીકરીઓને સન્માનિત કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment