Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલનો 52મો વિદ્યા સત્કાર સમારંભ:રાજકોટમાં રિવાબાએ ક્ષત્રિય સમાજના 500થી વધુ તેજસ્વી દીકરા-દીકરીઓને સન્માનિત કર્યા

    20 घंटे पहले

    રાજકોટ ખાતે ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છના ક્ષત્રિય સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે 52મો વાર્ષિક વિદ્યા સત્કાર સમારંભ યોજાયો હતો. આ ગૌરવશાળી સમારોહમાં 500થી વધુ તેજસ્વી દીકરા-દીકરીઓને શૈક્ષણિક સિદ્ધિઓ બદલ એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા ગુજરાતના રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જાડેજાએ વિદ્યાર્થીઓને માત્ર શિક્ષણ પૂરતું સીમિત ન રહેતાં રમતગમત તેમજ અન્ય ક્ષેત્રોમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા આહવાન કર્યું હતું. જોકે, સમારોહ પૂર્ણ થયા બાદ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓછા વરસાદ અંગે પત્રકારોએ પ્રશ્ન પૂછતાં જ મંત્રી રિવાબાએ કોઈ જવાબ આપવાનું ટાળ્યું હતું. સમાજના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહન સમારોહને સંબોધતા રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને સન્માનિત કરવા માટે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 50 વર્ષથી વધુ સમયથી આ સરાહનીય પ્રણાલી અવિરત ચાલી રહી છે, જેના થકી સમાજના તેજસ્વી યુવાનોને સન્માનિત કરી ઉત્તરોત્તર આગળ વધવા માટે મોટું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. રમતગમત અને ગવર્મેન્ટ સર્વિસમાં તેજસ્વી પ્રદર્શન કરનારાઓ પણ પુરસ્કૃત મંત્રીએ આયોજન સાથે જોડાયેલા ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલના સમગ્ર ટ્રસ્ટીગણ, સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો અને દાતાઓને હૃદયપૂર્વક અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, "ફક્ત એજ્યુકેશનમાં જ નહીં, પરંતુ સ્પોર્ટ્સ, વિવિધ સર્વિસીસ કે સરકારી સેવાઓ જેવા અન્ય વિભાગોમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા દીકરા-દીકરીઓને અભ્યાસની સાથે-સાથે આ રીતે પુરસ્કૃત કરીને બિરદાવવાની પહેલ ખરેખર પ્રશંસનીય છે." આજે 500થી વધુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા બદલ તેમણે તમામ વાલીગણ અને સમાજના અગ્રણીઓને ફરી એકવાર શુભેચ્છાઓ પાઠવી હતી. વરસાદના મુદ્દે મંત્રીના મૌનથી રાજકીય ચર્ચા કાર્યક્રમ બાદ જ્યારે મીડિયાકર્મીઓએ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની અછત અને ખેડૂતોની પરિસ્થિતિ અંગે સરકારના અભિગમ વિશે પૂછપરછ કરી, ત્યારે શિક્ષણમંત્રી રિવાબા જાડેજાએ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપ્યા વિના સીધા જ નીકળી ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    LCBનો મફતનગર વિસ્તારમાં સપાટો:રામપીર મંદિર પાછળ જાહેરમાં જુગાર રમતા 3 ઝબ્બે, 2 ફરાર
    Next Article
    12 Chief Ministers vs Rahul Gandhi: BJP's Attack Formation In Gyanesh Kumar's Defence

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment