Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અતુલ કંપનીના ડાયરેક્ટર દ્વારા મગોદડુંગરીમાં કોમ્યુનિટી હોલનું લોકાર્પણ:અતુલ કંપનીના CSR હેઠળ બનેલો હોલ, ગ્રામજનો વિવિધ કાર્યક્રમો માટે ઉપયોગ કરી શકશે

    6 hours ago

    વલસાડ તાલુકાના મગોદ ડુંગરી ગામમાં એક આધુનિક કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અતુલ કંપનીના હોલ ટાઈમ ડાયરેક્ટર અને પ્રેસિડન્ટ શ્રી વિવેક ગદરેએ આ હોલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કોમ્યુનિટી હોલ અતુલ કંપનીના CSR ફંડ અને માછી મહાજન પંચની ભાગીદારીથી બન્યો છે. ગ્રામજનો તેનો ઉપયોગ સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને જાહેર કાર્યક્રમો માટે કરી શકશે. આ હોલ લગ્ન પ્રસંગો, સામાજિક બેઠકો, મહિલા અને યુવા પ્રવૃત્તિઓ, તાલીમ કાર્યક્રમો તેમજ અન્ય સામુદાયિક કાર્યક્રમો માટે ઉપયોગી થશે. લોકાર્પણ પ્રસંગે હાજર આગેવાનોએ જણાવ્યું કે, ગામના વિકાસ માટે ભૌતિક સુવિધાઓની સાથે સામાજિક અને સામુદાયિક જીવનને મજબૂત કરતી સુવિધાઓ પણ જરૂરી છે. આ કોમ્યુનિટી હોલ ગ્રામજનો માટે લાંબા સમય સુધી ફાયદાકારક રહેશે. આ પ્રસંગે અતુલ કંપનીના અધિકારીઓ ગૌતમ દેસાઈ, હિતેન દેસાઈ, અજીતસિંઘ બત્રા, સુધાકર શેટ્ટી, ડો. નિયુત શાહ, આભાસ દાસ હાજર રહ્યા હતા. માછી મહાજન પંચના પ્રમુખ ગોવિંદભાઈ ટંડેલ, ઉપપ્રમુખ રામુભાઈ ટંડેલ અને સુરેશભાઈ ટંડેલ પણ ઉપસ્થિત હતા. ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. માછી મહાજન પંચના આગેવાનોએ અતુલ ફાઉન્ડેશનનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, કોમ્યુનિટી હોલ મળવાથી ગામમાં વિવિધ સામાજિક અને જાહેર કાર્યક્રમો યોજવા માટે સારી સુવિધા મળશે.
    Click here to Read More
    Previous Article
    હવે મોલ, રેસ્ટોરન્ટ-હોટલ, કાફે, દુકાનો 24 કલાક ખુલ્લા રાખી શકાશે:મકાન માલિક 3 મહિનાથી વધુના ભાડાની ડિપોઝિટ લઈ નહીં શકે, વિધાનસભામાં બે સુધારા વિધેયક પસાર
    Next Article
    વલસાડમાં 400 મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઈ:આંતરરાષ્ટ્રીય મહિલા ખેડૂત વર્ષ-2026 અંતર્ગત 5 આયામો વિશે માર્ગદર્શન મળ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment