Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હવે મોલ, રેસ્ટોરન્ટ-હોટલ, કાફે, દુકાનો 24 કલાક ખુલ્લા રાખી શકાશે:મકાન માલિક 3 મહિનાથી વધુના ભાડાની ડિપોઝિટ લઈ નહીં શકે, વિધાનસભામાં બે સુધારા વિધેયક પસાર

    17 hours ago

    ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ છે. આજે ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ભાડા સુધારા વિધેયક રજૂ ગૃહમાં પસાર થઈ ગયું છે. આ સાથે જ હવે મોલ,રેસ્ટોરન્ટ-હોટલ, કાફે, દુકાનો જેવા એકમો 24 કલાક ચાલુ રાખી શકાશે.પોલીસ કે અન્ય સ્થાનિક ઓથોરિટી આવીને તેને કોઈ રીતે બંધ કરાવી શકશે નહીં. અલબત્ત આ એકમોએ પોતાની આસપાસ સ્વચ્છતા, ટ્રાફિક અને સલામતી સંદર્ભે ચોકસાઇ રાખવાની રહેશે. જ્યારે ભાડાના વિધેયકમાં હવે કોઈપણ મકાન માલિક 3 મહિનાથી વધુના ભાડાની ડિપોઝિટ લઈ શકશે નહીં. મહાનગર પાલિકાઓ, હોસ્પિટલો, નેશનલ હાઇવે પરના એકમો, રેલવે સ્ટેશનો, પેટ્રોલપંપ અને બસ સ્ટેશન વિસ્તારોમાં જ 24 કલાક દુકાન ચાલુ રાખવાની છૂટ હતી. નગરપાલિકા અને રાજ્ય ધોરીમાર્ગના એકમો 2થી સવારે 6 અને બાકીના વિસ્તારોમાં રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી દુકાન બંધ રાખવાની જોગવાઈ હતી. તેમાં હવે સંપૂર્ણ મુક્તિ અપાઇ છે. જોકે કામદારોના રજા સહિતના હકો અને સુરક્ષા સંબંધિત જોગવાઈઓ યથાવત્ રહેશે. ગુમાસ્તા ધારામાં હવે નોંધણી માટે સેલ્ફ ડિક્લેરેશન અને સેલ્ફ સર્ટિફાઇડ દસ્તાવેજોના આધારે અરજી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. નોંધણીની અરજીમાં ઇન્સ્પેક્ટરની ભૂમિકા દૂર કરવામાં આવી છે. ભાડા વિધેયકઃ 3 મહિનાના ભાડાથી વધુ મકાનની ડિપોઝીટ નહીં લઈ શકાય ગુજરાત સરકારે ભાડાના મકાન અને કોમર્શિયલ મિલકતોને લગતા દાયકાઓ જૂના કાયદામાં મોટા ફેરફાર કર્યા છે. સુધારા બિલમાં 1947ના Gujarat Rents, Hotel and Lodging House Rates Control Actને રદ કરીને કરાર આધારિત નવી ભાડા વ્યવસ્થા લાગુ કરવાની જોગવાઈ છે. નવા કાયદા હેઠળ ભાડા કરાર લેખિત હોવો ફરજિયાત રહેશે અને તેની વિગતો Rent Authorityને આપવાની રહેશે. સૌથી મહત્વની જોગવાઈ મુજબ મકાનમાલિક ત્રણ મહિનાના ભાડાથી વધુ સિક્યોરિટી ડિપોઝિટ લઈ શકશે નહીં, જ્યારે મકાન ખાલી કર્યા બાદ માન્ય કપાત બાદ ડિપોઝિટ એક મહિનામાં પરત કરવાની રહેશે. દુષ્કાળ મામલે વિપક્ષે સરકારને ઘેરી પ્રશ્નોતરી કાળ દરમિયાન વરસાદની અછત અને ખેડૂતોના પાક નુકસાન મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે સવાલ-જવાબ થયા હતા.ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, વિજય રૂપાણીના મુખ્યમંત્રીકાળમાં સતત ચાર અઠવાડિયા સુધી વરસાદ ન પડે તો દુષ્કાળ જાહેર કરી શકાય તેવો પરિપત્ર કરવામાં આવ્યો હતો અને કેટલાક તાલુકાઓમાં ચાર અઠવાડિયાથી વરસાદ થયો નથી, ત્યારે આવા વિસ્તારોમાં દુષ્કાળ જાહેર કરવામાં આવશે કે કેમ તે અંગે સરકારને સવાલ કર્યો હતો. જેના જવાબમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે,રાજ્ય સરકાર ભારત સરકારના ડ્રોટ મેનેજમેન્ટ મેન્યૂઅલ મુજબ કાર્યવાહી કરે છે અને તેના આધારે જ દુષ્કાળ અંગે નિર્ણય લેવાશે. પાક નિષ્ફળતા અંગે સરકાર યોગ્ય નિર્ણય કરશે: ઋષિકેશ પટેલ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વરસાદના અભાવે પાક નિષ્ફળ ગયેલા વિસ્તારોમાં ખેડૂતોનું દેવું માફ કરવાની માંગ કરી હતી. તેના જવાબમાં સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, વિમલભાઈનો પ્રશ્ન યોગ્ય છે અને ખેડૂતોને આપવામાં આવતી લોનમાં વ્યાજ લેવામાં આવતું નથી, જ્યારે પાક નિષ્ફળતા અંગે સરકાર યોગ્ય નિર્ણય કરશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અછત: અમિત ચાવડા આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ વ્યાજ માફી અંગે લોકોમાં ખોટો સંદેશ જવાની શક્યતા દર્શાવતા જણાવ્યું કે NPA થયેલા કેસમાં જ લોન માફી મળતી હોય છે. સરકારના નિવેદન મુજબ 3 સપ્ટેમ્બર 2026ની સ્થિતિએ મોસમનો કુલ સરેરાશ 94.43% વરસાદ નોંધાયો છે, પરંતુ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની અછત છે; દુષ્કાળ અંગે વરસાદની અછત ઉપરાંત વાવેતર, NDVI, જમીનની ભેજ અને ભૂગર્ભજળ જેવા વૈજ્ઞાનિક માપદંડોને આધારે નિર્ણય લેવાની પ્રક્રિયા છે. ડેટા સેન્ટર ક્ષેત્રે અંદાજે ₹19.36 લાખ કરોડનું મૂડીરોકાણ થઈ શકે: મોઢવાડિયા ગૃહમાં આજે કોંગ્રેસના અમિત ચાવડા અને શૈલેષ પરમારે ગુજરાતમાં ડેટા સેન્ટરોની સંખ્યા, સ્થિતિ, આવેલી અરજીઓ અને સંભવિત મૂડીરોકાણ અંગે સવાલો કર્યા હતા. જેના જવાબમાં ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, ભારત પાસે વિશ્વની સરખામણીમાં ડેટા સેન્ટર ક્ષેત્રે માત્ર 2 ટકા જેટલી ક્ષમતા છે, જ્યારે ગુજરાત પાસે હાલમાં આશરે 1.5 ગીગાવોટ ડેટા સેન્ટર ક્ષમતા છે. ડેટા સેન્ટર સ્થાપવા કુલ 19 અરજીઓ મળી છે. આ પ્રોજેક્ટ્સ થકી ડેટા સેન્ટર ક્ષેત્રે અંદાજે ₹19.36 લાખ કરોડનું મૂડીરોકાણ થવાની સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત વિધાનસભામાં CAG અને સરકારી જવાબોથી મોટા ઘટસ્ફોટ:રાજ્યનું દેવું 4.30 લાખ કરોડે પહોંચ્યું,પીવાના પાણીના 26% સેમ્પલ ફેઇલ; 62 સિંહોના મોત
    Next Article
    અતુલ કંપનીના ડાયરેક્ટર દ્વારા મગોદડુંગરીમાં કોમ્યુનિટી હોલનું લોકાર્પણ:અતુલ કંપનીના CSR હેઠળ બનેલો હોલ, ગ્રામજનો વિવિધ કાર્યક્રમો માટે ઉપયોગ કરી શકશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment