Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    28 વર્ષીય બ્રેસ્ટ કેન્સર દર્દીની પ્રજનન ક્ષમતા બચાવી:સ્ટેજ-2 કેન્સરનું નિદાન થયું, રેડિએશન થેરપી સાથે સારવાર થઈ

    3 दिन पहले

    અમદાવાદ શહેરની એપોલો હોસ્પિટલ્સ ઈન્ટરનેશનલ લિમિટેડે બ્રેસ્ટ કેન્સર સામે લડતી 28 વર્ષીય યુવતીના જીવનમાં નવી આશા જગાવી છે. મલ્ટીડિસિપ્લિનરી સારવાર, ફર્ટિલિટી પ્રિઝર્વેશન અને અદ્યતન રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી દ્વારા યુવતીને માત્ર કેન્સરથી મુક્તિ જ નહીં, પરંતુ માતા બનવાના સપના અને આત્મવિશ્વાસ પણ જાળવી રાખવામાં સફળતા મળી છે. વિદેશમાં રહેતી આ યુવતીને ડાબા સ્તનમાં ગાંઠ જણાતા તેણે નિષ્ણાતોની સલાહ માટે અમદાવાદની એપોલો હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો. અદ્યતન તપાસો જેમ કે બ્રેસ્ટ MRI, કોર બાયોપ્સી, ઈમ્યુનોહિસ્ટોકેમિસ્ટ્રી, હોલ-બોડી ઈમેજિંગ અને જિનેટિક મૂલ્યાંકન બાદ તેને મલ્ટીસેન્ટ્રિક સ્ટેજ-2 બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું. સારવાર પ્રક્રિયા રેડિયેશન થેરાપી સાથે પૂર્ણ કરવામાં આવી દર્દીની નાની ઉંમર અને ભવિષ્યમાં પરિવાર શરૂ કરવાની ઈચ્છાને ધ્યાનમાં રાખીને, કેન્સરની સારવાર શરૂ કરતા પહેલા તેની પ્રજનન ક્ષમતા જાળવવા માટે ખાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. ત્યારબાદ ચાર મહિનામાં નિઓએડજ્યુવન્ટ કીમોથેરાપીના આઠ ચક્ર આપવામાં આવ્યા. સારવારનો સકારાત્મક પ્રતિસાદ મળ્યા બાદ દર્દીની સ્કીન-સ્પેરિંગ મેસ્ટેક્ટમી કરવામાં આવી અને ઇમ્પ્લાન્ટ તથા ટાઇટેનિયમ-કોટેડ મેશની મદદથી તાત્કાલિક બ્રેસ્ટ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. આખી સારવાર પ્રક્રિયા રેડિયેશન થેરાપી સાથે પૂર્ણ કરવામાં આવી. સારવાર બાદ દર્દી કોઈ મોટી જટિલતા વિના સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ ડૉ. અનઘા ઝોપે, સિનિયર બ્રેસ્ટ ઓન્કોપ્લાસ્ટિક સર્જને જણાવ્યું હતું કે, યુવાન મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરની સારવાર માત્ર રોગને દૂર કરવા પૂરતી નથી. તેમની પ્રજનન ક્ષમતા, માનસિક સ્વાસ્થ્ય, શારીરિક દેખાવ અને જીવનની ગુણવત્તા જાળવવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. અમારી મલ્ટીડિસિપ્લિનરી ટીમે દર્દીને દરેક તબક્કે સંપૂર્ણ સહયોગ આપ્યો. સર્જિકલ, મેડિકલ અને રેડિયેશન ઓન્કોલોજિસ્ટ્સ, રિકન્સ્ટ્રક્ટિવ સર્જન્સ, ફર્ટિલિટી નિષ્ણાતો, મનોવૈજ્ઞાનિકો અને રિહેબિલિટેશન નિષ્ણાતોની ટીમે મળીને દર્દીની સારવાર કરી હતી. સારવાર બાદ દર્દી કોઈ મોટી જટિલતા વિના સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ છે અને આજે તે પોતાના રોજિંદા તેમજ વ્યક્તિગત જીવનમાં પરત ફરી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગર GSECL માં ભૂકંપ મોકડ્રિલ યોજાઈ:7.2ની તીવ્રતાના ભૂકંપનો સામનો કરવાની તૈયારી ચકાસાઈ
    Next Article
    નવસારી જિલ્લામાં ત્રણ ગમખ્વાર હિટ એન્ડ રન:વાંસદા, ચીખલી, ગણદેવીમાં 24 કલાકમાં 3 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment