Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં 400 મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઈ:આંતરરાષ્ટ્રીય મહિલા ખેડૂત વર્ષ-2026 અંતર્ગત 5 આયામો વિશે માર્ગદર્શન મળ્યું

    7 hours ago

    વલસાડમાં આંતરરાષ્ટ્રીય મહિલા ખેડૂત વર્ષ (IYWF)– ૨૦૨૬ અંતર્ગત એક તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આશરે ૪૦૦ મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે તાલીમ આપવામાં આવી હતી. આયોજન વલસાડ જિલ્લા આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, વલસાડ દ્વારા સંયુક્ત રીતે નાનાપોંઢા તાલુકાના અરનાલા ગામમાં આવેલા શ્રી કલ્યાણેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં કરાયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલા ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી વિશે જાગૃતિ લાવવાનો અને તેની પદ્ધતિઓ અપનાવવા માટે માર્ગદર્શન આપવાનો હતો. જિલ્લા આત્મા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડી. એન. પટેલ દ્વારા પ્રાકૃતિક કૃષિ અને તેના પાંચ મુખ્ય આયામો વિશે વ્યાખ્યાન અપાયું હતું. તેમણે પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો તરીકે બીજામૃત, જીવામૃત/ઘન જીવામૃત, આચ્છાદન, વાફસા અને મિશ્ર પાક પદ્ધતિ વિશે વિગતવાર સમજણ આપી. ખેડૂતોને જણાવાયું કે આ પાંચેય આયામોનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા જાળવી શકાય છે. સાથે જ, ખેતી ખર્ચ ઘટાડી શકાય છે અને ગુણવત્તાવાળું તથા લાંબા સમય સુધી ટકી રહે તેવું ઉત્પાદન મેળવી શકાય છે. તાલીમમાં મહિલા ખેડૂતોને સ્થાનિક સંસાધનોનો વધુમાં વધુ ઉપયોગ કરવા, જમીનની તંદુરસ્તી જાળવવા, પાકમાં વિવિધતા લાવવા અને પર્યાવરણને અનુકૂળ ખેતી પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત કરાયા. આ ઉપરાંત, ભારત સરકારના વ્યસન મુક્તિ અભિયાન હેઠળ બ્રહ્માકુમારી વિદ્યાલય, પારડીના વી.સી. પટેલ દ્વારા વ્યસનમુક્તિ વિશે પણ માર્ગદર્શન અપાયું હતું. તેમણે વ્યસનથી થતા સામાજિક, શારીરિક અને આર્થિક નુકસાન વિશે જાગૃતિ ફેલાવી હતી. આ તાલીમ કાર્યક્રમમાં અરનાલા ગામના સરપંચ સરિતાબેન પટેલ, તાલુકા પંચાયત સભ્યો જીતેન્દ્રભાઈ પટેલ અને વિનોદભાઈ હાજર રહ્યા હતા. પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા, વલસાડ ડી. એન. પટેલ, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર વિમલ એસ. પટેલ અને ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ મેનેજર દીપિકા આર. થોરાટ પણ ઉપસ્થિત હતા. આત્મા, વલસાડ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, વલસાડના તમામ સ્ટાફ પણ હાજર રહ્યો હતો. આ કાર્યક્રમમાં અંદાજિત ૪૦૦ જેટલી મહિલા ખેડૂતોએ ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    અતુલ કંપનીના ડાયરેક્ટર દ્વારા મગોદડુંગરીમાં કોમ્યુનિટી હોલનું લોકાર્પણ:અતુલ કંપનીના CSR હેઠળ બનેલો હોલ, ગ્રામજનો વિવિધ કાર્યક્રમો માટે ઉપયોગ કરી શકશે
    Next Article
    વલસાડના દિવ્યાંગ ખેલાડીઓએ 7 મેડલ જીતી જિલ્લાનું ગૌરવ વધાર્યું:પેરા યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપમાં 5 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ મેળવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment