Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના દિવ્યાંગ ખેલાડીઓએ 7 મેડલ જીતી જિલ્લાનું ગૌરવ વધાર્યું:પેરા યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપમાં 5 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ મેળવ્યા

    7 hours ago

    ગુજરાતમાં પહેલીવાર યોજાયેલી પેરા યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપમાં વલસાડના દિવ્યાંગ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે 5 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ જીતીને જિલ્લાનું નામ રોશન કર્યું. આ સ્પર્ધા સુરતના નાનપુરામાં આવેલી જીવન ભારતી સ્કૂલમાં યોજાઈ હતી. નેશનલ એસોસિએશન ફોર ધી બ્લાઈન્ડ, વલસાડના 7 દિવ્યાંગ ખેલાડીઓએ આમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં OH-A/B, બ્લાઈન્ડ અને ડેફ કેટેગરીમાં 20 વર્ષથી નીચે અને 20 વર્ષથી ઉપરના વય જૂથની સ્પર્ધાઓ યોજાઈ હતી. ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી પેરા યોગાસન સ્પોર્ટ્સના ખેલાડીઓએ આમાં ભાગ લીધો હતો. વલસાડ જિલ્લાના વિજેતાઓમાં 20 વર્ષથી ઉપરની બહેનોના બ્લાઈન્ડ વય જૂથમાં સંજનાબેન પટેલે ગોલ્ડ મેડલ અને લતાબેન ગાવિતે સિલ્વર મેડલ જીત્યા. નેત્રહીન ભાઈઓમાં 20 વર્ષથી ઉપરના વય જૂથમાં મેહુલભાઈ ચૌધરીએ ગોલ્ડ મેડલ મેળવ્યો. નેત્રહીન બહેનોની 20 વર્ષથી નીચેના વય જૂથમાં જાગૃતિબેન જાંજરે ગોલ્ડ મેડલ જીત્યો. નેત્રહીન ભાઈઓની 20 વર્ષથી નીચેની વય જૂથમાં સુનિલભાઈ ભુજાડે ગોલ્ડ મેડલ અને હિરેન બસવાએ સિલ્વર મેડલ મેળવ્યા. શારીરિક ક્ષતિગ્રસ્ત OH A/B કેટેગરીમાં 20 વર્ષથી નીચેના ભાઈઓની કેટેગરીમાં મીતકુમાર પટેલે ગોલ્ડ મેડલ જીતી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. આ સ્પર્ધાનું આયોજન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી કરવામાં આવ્યું હતું. પેરા સ્પોર્ટ્સ એસોસિયેશન સુરત, ડિસ્ટ્રિક્ટ યોગાસન સ્પોર્ટ્સ એસોસિયેશન સુરત, ધ સોસાયટી ફોર ફિઝિકલ હેન્ડિકેપ સુરત અને પેરા યોગાસન એકેડમીએ સંયુક્ત રીતે આમાં સહયોગ આપ્યો હતો. યોગાસન ખેલાડીઓને વલસાડ જિલ્લા યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશનના જોઈન્ટ કો-ઓર્ડીનેટર નિલેશ કોસિયાએ તાલીમ આપી હતી. નેશનલ એસોસિએશન ફોર બ્લાઈન્ડ, વલસાડના ડાયરેક્ટર અમીબેન પટેલે દિવ્યાંગ બાળકોને સ્પર્ધા માટે તૈયાર કર્યા અને તેમનો ઉત્સાહ વધાર્યો. તેમણે મેડલ જીતીને સંસ્થા અને જિલ્લાનું નામ રોશન કરવા બદલ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં 400 મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઈ:આંતરરાષ્ટ્રીય મહિલા ખેડૂત વર્ષ-2026 અંતર્ગત 5 આયામો વિશે માર્ગદર્શન મળ્યું
    Next Article
    15 લાખની લોન લેવાના ચક્કરમાં 13 લાખ ગુમાવ્યા:ફેસબુક પર જાહેરાત જોઈને ક્લિક કરતા વેપારી ફસાયો, સાયબર ગઠીયાએ વિવિધ ચાર્જના નામે પૈસા પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment