Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    15 લાખની લોન લેવાના ચક્કરમાં 13 લાખ ગુમાવ્યા:ફેસબુક પર જાહેરાત જોઈને ક્લિક કરતા વેપારી ફસાયો, સાયબર ગઠીયાએ વિવિધ ચાર્જના નામે પૈસા પડાવ્યા

    7 hours ago

    રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલ જાગનાથ પ્લોટમાં રહેતા અને વાંકાનેર ખાતે કાપડનો વેપાર કરતા રિષભભાઈ સંઘવીને ​15 લાખની લોન લેવાના ચક્કરમાં 13 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. ફરિયાદીએ ફેસબુક પર લોનની જાહેરાત જોઈ તેમાં ક્લિક કરતા સાયબર ગઠિયાઓએ રિલાયન્સ અને ધાની ફાઇનાન્સના નામે પ્રોસેસિંગ ફી, જીએસટી, ટીડીએસ અને અલગ-અલગ ચાર્જીસ પેટે ઓનલાઈન રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી જો કે બાદમાં તેની સાથે છેતરપિંડી થયાની જાણ થતા તાત્કાલિક ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સરળ હપ્તેથી લોન આપવાની જાહેરાત આવી હતી ​રાજકોટના યાજ્ઞિક રોડ પર જાગનાથ પ્લોટમાં રહેતા અને વાંકાનેર મેઇન બજારમાં કાપડનો વેપાર કરતા રિષભભાઈ સંઘવીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.21.08.2026ના રોજ તેઓ પોતાના ફેસબુક એકાઉન્ટમાં રીલ્સ જોઈ રહ્યા હતા. તે સમયે તેમની સામે 'રિલાયન્સ ફાઇનાન્સ' અને 'ધાની ફાઇનાન્સ' નામથી સરળ હપ્તેથી લોન આપવાની જાહેરાત આવી હતી. વેપારીને બિઝનેસ માટે નાણાંની જરૂરિયાત હોય તેમણે 'એપ્લાય લોન' બટન પર ક્લિક કર્યું હતું. તેના બીજા જ દિવસે એટલે કે તા.22 ઓગસ્ટના રોજ અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો અને સામેની વ્યક્તિએ પોતાની ઓળખ રિલાયન્સ ફાઇનાન્સના પ્રતિનિધિ 'સંતોષ નાયર' તરીકે આપી હતી. રૂ.65,000 રિયા દાસના UPI ક્યુઆર કોડમાં ભરાવ્યા ફરિયાદીએ રૂ.15 લાખની લોનની જરૂરિયાત હોવાનું કહેતા ઠગે પ્રોસેસિંગ ફી પેટે રૂ.8,500 ક્યુઆર કોડ મારફતે ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ એગ્રીમેન્ટ અને સ્ટેમ્પ ડ્યુટીના રૂ.12,500, ઇન્સ્યોરન્સ ચાર્જના રૂ.18,900, જીએસટીના રૂ.28,500 અને રિઝર્વ બેંકના કોમર્શિયલ ટેક્સ ચાર્જ પેટે રૂ.42,500 ચૂકવવાનું કહી રૂપિયા પડાવ્યા હતા.​ આટલેથી ન અટકતા બીજા દિવસે તા.23 ઓગસ્ટના રોજ ટીડીએસ ચાર્જના રૂ.52,500 તથા એનઓસી ચાર્જના રૂ.65,000 પણ રિયા દાસ નામના યુપીઆઈ ક્યુઆર કોડમાં ભરાવ્યા હતા. પ્રોસેસિંગ, લીગલ અને ટીડીએસ ચાર્જ પેટે રૂ.21,240 ઓનલાઈન મેળવી લીધા આ પછી તા.24 ઓગસ્ટના રોજ અન્ય મોબાઈલ નંબર પરથી 'અભિષેક મંડલ' નામના શખ્સે ફોન કરી પોતાની ઓળખ ધાની ફાઇનાન્સના કર્મચારી તરીકે આપી હતી. તેણે પણ રૂ.15 લાખની લોન મંજૂર થઈ હોવાનું કહી પ્રોસેસિંગ, લીગલ અને ટીડીએસ ચાર્જ પેટે રૂ.21,240 ઓનલાઈન મેળવી લીધા હતા. ત્યારબાદ 25 ઓગસ્ટના રોજ એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં ફંડ ટ્રાન્સફર ચાર્જના રૂ.56,500 ફરિયાદીના મિત્ર સાવન પટેલના એસબીઆઈ એકાઉન્ટમાંથી તેમજ રૂ.55,250 ફરિયાદીની પત્ની પૂજાબેનના એક્સિસ બેંકના એકાઉન્ટમાંથી મેળવ્યા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ત્યારબાદ ઇ.એમ.આઇ., હોલ્ડ રિલીઝ ચાર્જ, ડિજિટલ સિગ્નેચર અને ઓટો-પે ચાર્જના બહાને ફેડરલ બેંક, પીએનબી, બેંક ઓફ મહારાષ્ટ્ર અને પંજાબ એન્ડ સિંદ બેંકના ખાતાઓમાં કુલ રૂ.9,33,404 રિલાયન્સ ફાઇનાન્સના નામે અને રૂ.3,67,608 ધાની ફાઇનાન્સના નામે ટ્રાન્સફર કરાવી લીધા હતા. આમ તા.21 ઓગસ્ટથી 27 ઓગસ્ટ દરમિયાન આરોપીઓએ ફરિયાદી પાસેથી અલગ-અલગ બહાને કુલ રૂ.13,01,012 ટ્રાન્સફર કરાવી લીધા હતા. બાદમાં આરોપીઓએ લોન કેન્સિલેશન અને રિફંડેબલ ચાર્જના નામે વધુ નાણાંની માગણી કરતા ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો જેથી તેમણે તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડના દિવ્યાંગ ખેલાડીઓએ 7 મેડલ જીતી જિલ્લાનું ગૌરવ વધાર્યું:પેરા યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપમાં 5 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ મેળવ્યા
    Next Article
    કાઉન્ટીમાં કુલદીપને 10 વિકેટ:ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આવું પહેલીવાર કર્યું, યોર્કશાયરે એસેક્સને એક ઇનિંગ્સ અને 106 રનથી હરાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment