Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ‎:સાયબરફ્રોડ : મહારાષ્ટ્રના CSP સેન્ટરમાંથી વગર અંગુઠે કુતિયાણા પંથકના 50થી વધુ ખેડૂતોના ખાતા સાફ થયા

    4 days ago

    કુતિયાણા પંથકના 50 થી વધુ ખેડૂતોના બેંક ખાતા માંથી સાયબર ગુન્હેગારો દ્વારા સાયબર ક્રાઇમ આચરી રૂપિયા ઉપાડવાના બનાવો સામે આવી રહ્યા છે. DBT સુવિધા ધરાવતા ખાતેદારોના ખાતા માંથી રૂપિયા ઉપાડવા માટે આધારકાર્ડ અને ફિંગર પ્રિન્ટ જરૂરી બને છે તેમ છતાં મહારાષ્ટ્રના CSP સેન્ટર માંથી વગર અંગુઠે સાયબર ગુન્હેગારોએ ખેડૂતોના ખાતા માંથી રૂપિયા ઉપાડી ફ્રોડ કર્યો છે ત્યારે આ ફ્રોડ કેવીરીતે થયો તે શોધવા સાયબર પોલીસ અને બેંકના મેનેજરો માથા ખંજવાળી રહ્યા છે. કુતિયાણા પંથકના 50થી વધુ ખેડૂતોના ખાતા માંથી નાણાં ઉપડી જવાનો સાયબર ફ્રોડ સામે આવ્યો છે. ખેડૂતો અને વેપારીઓ બેન્કમાં જઈને તપાસ કરાવી ફરિયાદ કરી રહ્યા છે. તપાસ કરતા જાણવા મળ્યું કે, DBT એટલેકે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર જે પાક ધિરાણ સહિતના પેમેન્ટ ઉપાડવા આધારકાર્ડ લિંક માટે બેંકમાં જવું પડે છે. આવા ખેડૂતોને આધારકાર્ડ અને ફિંગર પ્રિન્ટ મારફત એક દિવસના રૂ.10 હજાર સુધી ઉપાડી શકાય તેવો નિયમ છે અને આધારકાર્ડ માંથી રૂપિયા ઉપાડવા માટે CSP એટલેકે કસ્ટમર સર્વિસ પોઇન્ટ આવેલા હોય છે. ખેડૂતોએ આધારકાર્ડ કે ફિંગરપ્રિન્ટ આપ્યા વગર જ રૂપિયા ઉપાડી જવાના બનાવ સામે આવ્યા છે. DBT સુવિધા ધરાવતા ખાતેદારોના ખાતા માંથી રૂપિયા ઉપાડવા હોય તો આધારકાર્ડ અને ફિંગર પ્રિન્ટ ફિઝીકલી આપવા પડે છે, આમછતાં મહારાષ્ટ્રના કોઈ કસ્ટમર સર્વિસ સેન્ટર માંથી વગર અંગુઠે સાયબર ગુન્હેગારો આવો સાયબર ફ્રોડ આચરી રહ્યા છે. સાયબર ફ્રોડનો ભોગ બનેલ નાગરિકો બેન્કમાં જઈને આ બાબતે ફરિયાદ કરે છે ત્યારે આ સાયબર ફ્રોડ ઉજાગર થયો છે, અને આ બાબતે પોરબંદર સાયબર ક્રાઈમ પોલીસને પણ જાણ કરવામાં આવતા પોલીસ પણ બેંક ખાતે પહોંચી હતી અને ઊંડાણપૂર્વક તપાસ આદરી છે ત્યારે આ ગુન્હો કેમ આચરાયો છે તે શોધવા બેંકોના મેનેજરો અને સાયબર પોલીસ પણ જાણી શકી નથી. મારા ખાતા માંથી પ્રથમ વખત રૂ.10 હજાર ઉપડી ગયા ત્યારે એસબીઆઈ બેંકમાં ગયો હતો અને મેનેજરને વાત કરી હતી. મેનેજર દ્વારા સિસ્ટમ બંધ કરવામાં આવી હતી અને ત્યારબાદ બીજા દિવસે ફરી રૂ.10 હજાર ઉપડી ગયા હતા. મેનેજરે કહ્યું હતુંકે, ફરિયાદ કરી જેથી ફરિયાદ કરી છે. મારા સબંધીના પણ રૂપિયા આ પ્રકારે ઉપડી ગયા છે. તે સબંધી તો અભણ છે અને સાદો મોબાઈલ વાપરે છે. > દિનેશભાઈ તરખાલા, ભોગબનનાર વેપારી રૂપિયા પરત પણ આવે છે - SBI મેનેજર બેન્કમાં આધારકાર્ડમાં લિંક હોય અને DBT સુવિધા હોય તેવા ખેડૂતોને CSP સેન્ટર ખાતે ફિઝીકલી ફિંગર પ્રિન્ટ લાઇવ આપે તો જ રૂપિયા ઉપાડી શકે. પરંતુ ફિંગરપ્રિન્ટ વિના રૂપિયા ઊપડી જાય છે તેવા 10 જેટલા ગ્રાહક ફરિયાદ માટે આવ્યા હતા. મહારાષ્ટ્રથી રૂપિયા ઉપાડી જાય છે. આવા સાયબર ફ્રોડ કેસમાં ખાતેદારના ખાતામાં રૂપિયા પરત પણ આવ્યા છે. > અજય રાવલ, મેનેજર, SBI કુતિયાણા
    Click here to Read More
    Previous Article
    તપાસ:જિલ્લા રોજગાર કચેરી દ્વારા 3 વર્ષમાં કરેલા કાર્યક્રમોમાં રૂ.1 કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપો
    Next Article
    છેતરપિંડી:અડવાણા ગામના યુવાન સાથે ધ્રોલના શખ્સે રૂ.10.73 લાખની ઠગાઈ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment