Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રવાસ થશે વધુ આરામદાયક:એપ્રિલથી CSMTથી ગોરેગાવ હાર્બર રૂટ પર પણ AC લોકલ

    5 days ago

    હાર્બર રેલવેના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી ગોરેગાવ રૂટ પર પણ હવે એસી લોકલની ફેરીઓ દોડશે. એપ્રિલ મહિનામાં ઉપનગરીય રેલવેનું નવું ટાઈમટેબલ લાગુ થયા પછી મધ્ય અને પશ્ચિમ રેલવેને જોડતી પ્રથમ એસી લોકલ પ્રવાસીઓ માટે શરૂ થઈ શકે છે એવી માહિતી વરિષ્ઠ રેલવે અધિકારીએ આપી હતી. મધ્ય અને પશ્ચિમ રેલવેને જોડતો હાર્બર લાઈનનો સીએસએમટી-ગોરેગાવ રૂટ લાખો નિયમિત પ્રવાસીઓ માટે ઉપયોગી છે. આ રૂટ પર દરરોજ 100થી વધુ લોકલ ફેરી ચાલે છે. અહીંના પ્રવાસીઓની વધતી માગણી ધ્યાનમાં લઈને કેટલીક નોન-એસી લોકલનું એસી ફેરીમાં રૂપાંતર કરવાનો પ્રસ્તાવ તૈયારી કરી રહ્યા છીએ. એને હજી મંજૂરી મળી નથી. મધ્ય અને પશ્ચિમ રેલવે સંબંધિત પ્રસ્તાવને સહિયારી મંજૂરી આપશે તો 1 એપ્રિલથી નવા ટાઈમટેબલમાં સીએસએમટી-ગોરેગાવ એસી લોકલ ફેરીઓનો સમાવેશ થાય એવી શક્યતા છે. અત્યારે સીએસએમટીથી વાશી અને પનવેલ જતી દર બે કે ત્રણ લોકલ પછીની લોકલ બાન્દરા કે ગોરેગાવ હોય છે. સીએસએમટીથી બાન્દરા-ગોરેગાવ રૂટ પર દરરોજ 3 થી 5 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરે છે. તેમની સગવડ માટે એસી લોકલની એક રેક દાખલ કરવામાં આવશે. એના લીધે સીએસએમટીથી ગોરેગાવ રૂટ પર દરરોજ 12 થી 14 ફેરી ચલાવી શકાશે એમ અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું. રેલવે પ્રશાસન તમામ રૂટ પર એસી લોકલ વધારવાનું નિયોજન કરે છે. આ ફેરીઓ માટે નોન-એસી લોકલ એટલે કે હાલની સાદી લોકલ ફેરીઓ રદ કરવામાં આવે છે. તેથી મોંઘી ટિકિટ લઈને આરામદાયક પ્રવાસ કરનારા માટે સગવડ થશે.
    Click here to Read More
    Previous Article
    પ્રવાસીઓનો પ્રવાસ સહેલો થશે:કુર્લાથી BKC પોડટેક્સી માટે રેલવે દ્વારા પાર્કિંગની જગ્યા
    Next Article
    1000 કૂતરાઓ રાખવાની સુવિધા ઉપલબ્ધ કરાશે:રખડતા કૂતરાઓ માટે શેલ્ટર હોમ ઊભું કરવા માલવણીમાં જમીન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment