Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રવાસીઓનો પ્રવાસ સહેલો થશે:કુર્લાથી BKC પોડટેક્સી માટે રેલવે દ્વારા પાર્કિંગની જગ્યા

    5 days ago

    કુર્લા રેલવે સ્ટેશનથી બીકેસી જતા પ્રવાસીઓનો પ્રવાસ સહેલો થશે. એમએમઆરડીએએ કુર્લા સ્ટેશનથી પોડટેક્સી શરૂ કરવાની યોજના તૈયાર કરી છે. કુર્લા સ્ટેશનની બહાર 1370.8 સ્કવેર મીટર જગ્યા મધ્ય રેલવે પ્રશાસને પોડટેક્સીના પાર્કિંગ માટે ઉપલબ્ધ કરી આપી છે. આ પ્રકલ્પ માટે એમએમઆરડીએએ મધ્ય રેલવે પ્રશાસનનો સંપર્ક કર્યો છે. મુંબઈ લોકલના કેટલાક સ્ટેશનને મેટ્રો સ્ટેશન સાથે સ્કાયવોક દ્વારા જોડવામાં આવ્યા છે. એ જ પ્રમાણે કુર્લા સ્ટેશનને પણ પોડટેક્સી દ્વારા જોડવામાં આવશે. અત્યારે કુર્લા રેલવે સ્ટેશનથી બીકેસી પહોંચવું પડકારજનક બન્યું છે. બસ સમય પર ન આવવી, શેર-એ-ઓટો ચાલકોનો ત્રાસ પ્રવાસીઓએ ભોગવવો પડે છે. પોડટેક્સીના લીધે અવરજવરની સમસ્યા હળવી થશે અને કનેક્ટિવિટી સુધરશે. લગભગ 6 લાખ લોકો દરરોજ કુર્લાથી બીકેસી પ્રવાસ કરે છે. પોડટેક્સી શરૂ થયા પછી બાન્દરા અને કુર્લા સ્ટેશનની પ્રવાસી સંખ્યા વધે એવી શક્યતા છે. જેમ મેટ્રોની શરૂઆત પછી અંધેરી અને ઘાટકોપર સ્ટેશનમાં ગિરદી વધી છે એવી જ રીતે કુર્લા અને બાન્દરા સ્ટેશનમાં પ્રવાસીઓની સંખ્યા વધશે. અત્યારે કુર્લા સ્ટેશનમાં દરરોજ 2 લાખ 93 હજાર અને બાન્દરા સ્ટેશનથી 2 લાખ 80 હજાર પ્રવાસીઓ પ્રવાસ કરે છે. પીક અવર દરમિયાન પ્રવાસીઓની સંખ્યા વધારે હોય છે. પોડટેક્સીથી આ પરિસ્થિતિને માત કરી શકાશે. બીકેસીથી કુર્લા પ્રવાસ માટે કિલોમીટર દીઠ અંદાજે 21 રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે. પ્રકલ્પની લંબાઈ 8.8 કિમી છે અને અંદાજે ખર્ચ 1016.34 કરોડ રૂપિયા છે.
    Click here to Read More
    Previous Article
    સીટી એન્કર:સીએસએમટીની હેરિટેજ ઈમારત ચમકાવવા સેન્ડ પોલિશિંગની પ્રક્રિયા
    Next Article
    પ્રવાસ થશે વધુ આરામદાયક:એપ્રિલથી CSMTથી ગોરેગાવ હાર્બર રૂટ પર પણ AC લોકલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment