Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CSIRનો 85મો સ્થાપના દિવસ ઉત્સાહભેર ઉજવાયો:વિજ્ઞાન, નવીનતા અને સામાજિક પહોંચની કટિબદ્ધતા દોહરાવાઈ

    6 hours ago

    ભાવનગર સ્થિત CSIR-સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CSMCRI) ખાતે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR)નો 85મો સ્થાપના દિવસ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાષ્ટ્રગીત, CSIR ગીત, વાર્ષિક અહેવાલનું વિમોચન તેમજ 'ઓપન ડે' જેવા વિશેષ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને NCC કેડેટ્સે સંસ્થાની વિવિધ વૈજ્ઞાનિક ક્ષમતાઓ અને સંશોધનોને નજીકથી નિહાળ્યા હતા. ભાવનગર સ્થિત CSIR-સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR)નો 85 મો સ્થાપના દિવસ ઉત્સાહ અને વૈજ્ઞાનિક ભાવના સાથે ઉજવવામાં આવ્યો હતો,કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીત અને CSIRના ગીત સાથે થઈ, ત્યારબાદ 'સ્થાપના દિવસ ઉજવણી સમિતિ'ના મુખ્ય સંયોજક ડો.જે.આર. ચુનાવાલાએ સ્વાગત પ્રવચન આપ્યું. હૈદરાબાદ સ્થિત 'સિગાચી ઈન્ડસ્ટ્રીઝ'ના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ અમિત રાજ સિંહાએ એક વિશેષ વ્યાખ્યાન આપ્યું, જેમાં તેમણે ઉદ્યોગ-આધારિત નવીનતા અને તકનીકી પ્રગતિને પ્રોત્સાહન આપવામાં સંશોધન સંસ્થાઓની ભૂમિકા અંગેના તેમના વિચારો રજૂ કર્યા. સ્થાપના દિવસના ઉપલક્ષમાં, મુખ્ય અતિથિ અને ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન (ગાંધીનગર)ના મિશન ડાયરેક્ટર દિગ્વિજયસિંહ ડી. જાડેજાએ વ્યાખ્યાન આપ્યું. તેમણે ટકાઉ વિકાસ હાંસલ કરવામાં વિજ્ઞાન, બાયોટેકનોલોજી અને નવીનતાના મહત્વ પર ભાર મૂક્યો હતો. પોતાના સંબોધનમાં, નિયામક ડૉ.અરૂપ ઘોષે સંસ્થાની વૈજ્ઞાનિક સિદ્ધિઓ તેમજ મીઠાના વિજ્ઞાન, દરિયાઈ રસાયણો, અદ્યતન સામગ્રી, જૈવ-તકનીક અને ટકાઉ તકનીકના ક્ષેત્રોમાં તેના સતત યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે રાષ્ટ્રીય વિકાસમાં CSIR ના યોગદાનના મહત્વ પર ભાર મૂક્યો હતો., સંસ્થાના પ્રધાન વૈજ્ઞાનિક ડૉ.કાંતિ ભૂષણ પાંડેએ જણાવ્યું હતું કે, ઉજવણીના ભાગરૂપે 'ઓપન ડે' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા મુલાકાતીઓ તેમજ CSIR-જિજ્ઞાસા કાર્યક્રમમાં સહભાગી થતા શાળાના વિદ્યાર્થીઓ અને NCC કેડેટ્સને સંસ્થાની સંશોધન પ્રવૃત્તિઓ, સુવિધાઓ અને સમાજ તથા ઉદ્યોગોના લાભાર્થે વિકસાવવામાં આવેલી તકનીકો વિશે જાણવાની તક મળી હતી. આ કાર્યક્રમનું સમાપન વહીવટી નિયંત્રક વિરંચિ સારંગ દ્વારા આપવામાં આવેલા આભાર-પ્રસ્તાવ સાથે થયું. તેમણે નોંધ્યું હતું કે, આ ઉજવણીઓએ વૈજ્ઞાનિક શ્રેષ્ઠતા, સામાજિક પહોંચ અને દૂરદર્શી નેતૃત્વ પ્રત્યે CSIRની અતૂટ પ્રતિબદ્ધતાને ઉજાગર કરી છે કાર્યક્રમ દરમિયાન સંસ્થાનો વાર્ષિક અહેવાલ પણ જાહેર કરવામાં આવ્યો હતો. ડૉ.શિલ્પી કુશવાહાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    લુણાવાડામાં પ્રભારી મંત્રી પી.સી. બરંડાએ ઝાડુ પકડી શ્રમદાન કર્યું:‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ સ્વચ્છતાનો સંદેશ આપ્યો
    Next Article
    રાજકોટ AIIMSનાં તબીબોની હડતાળ:મહિલા ઇન્ટર્ન ડોક્ટરની છેડતીનાં આક્ષેપ, 'WE Want Justices'ના બેનરો સાથે સૂત્રોચ્ચાર; જવાબદારો સામે કાર્યવાહીની તંત્રએ આપી ખાતરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment