Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લુણાવાડામાં પ્રભારી મંત્રી પી.સી. બરંડાએ ઝાડુ પકડી શ્રમદાન કર્યું:‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ સ્વચ્છતાનો સંદેશ આપ્યો

    6 hours ago

    મહીસાગરના લુણાવાડામાં ‘સ્વચ્છતા હી સેવા 2026’ અભિયાન હેઠળ શ્રમદાન કાર્યક્રમ યોજાયો. ગોધરા રોડ પરની કોટેજ ચોકડી ખાતે પ્રભારી મંત્રી પી.સી. બરંડાએ જાતે ઝાડુ પકડી સફાઈ કરી. તેમની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવાર, ધારાસભ્ય નિમિષાબેન સુથાર, કલેક્ટર અર્પિત સાગર અને ડીડીઓ યુવરાજ સિદ્ધાર્થ સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા. ભારત સરકાર દ્વારા સ્વચ્છતાને જનઆંદોલન બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ અંતર્ગત લુણાવાડા નગરપાલિકાએ ‘એક દિવસ – એક કલાક – એક સાથે : સ્વચ્છતા માટે શ્રમદાન’ પહેલ કરી હતી. મંત્રી બરંડાએ કોટેજ ચોકડી આસપાસના વેપારીઓ સાથે વાતચીત કરી. તેમણે વેપારીઓને દુકાનોની આસપાસ કચરો ન કરવા, ડસ્ટબિન વાપરવા અને જાહેર માર્ગો પર કચરો ન ફેંકવા વિનંતી કરી. આ કાર્યક્રમ દ્વારા સ્વચ્છ શહેર માટે સરકારી તંત્રની સાથે નાગરિકોની ભાગીદારી પણ જરૂરી હોવાનો સંદેશ આપવામાં આવ્યો.
    Click here to Read More
    Previous Article
    નિરોણામાં બાળકોના શિક્ષણ, પોષણ અને આરોગ્ય માટે 'આંગણ ઉત્સવ' ઉજવાયો:આંગણવાડીની પ્રવૃત્તિઓ અને વર્કર બહેનોનું સન્માન કરાયું
    Next Article
    CSIRનો 85મો સ્થાપના દિવસ ઉત્સાહભેર ઉજવાયો:વિજ્ઞાન, નવીનતા અને સામાજિક પહોંચની કટિબદ્ધતા દોહરાવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment