Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ AIIMSનાં તબીબોની હડતાળ:મહિલા ઇન્ટર્ન ડોક્ટરની છેડતીનાં આક્ષેપ, 'WE Want Justices'ના બેનરો સાથે સૂત્રોચ્ચાર; જવાબદારો સામે કાર્યવાહીની તંત્રએ આપી ખાતરી

    6 hours ago

    રાજકોટ AIIMS હોસ્પિટલમાં ફરજ બજાવતા રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટરોએ તંત્ર સામે મોરચો માંડીને એકાએક હડતાળ શરૂ કરી દીધી છે. ગત રાત્રે હોસ્પિટલમાં ફરજ બજાવતી એક મહિલા ઇન્ટર્ન ડોક્ટર સાથે થયેલી કથિત છેડતી અને હેરાનગતિના ગંભીર આક્ષેપો બાદ તમામ તબીબો હડતાળ પર ઉતર્યા છે. હોસ્પિટલનાં પ્રાંગણમાં તબીબો દ્વારા 'WE Want Justices' સહિતનાં બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જોકે આ અંગે હોસ્પિટલનાં મીડિયા કો-ઓર્ડીનેટરે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, મહિલા ડોક્ટરની ફરિયાદ મળતા આ માટે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. તપાસનો રિપોર્ટ આવ્યા બાદ જો આક્ષેપ સાબિત થશે તો નિયમ મુજબ કડક પગલાં લેવામાં આવશે. 60 જેટલા રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટરોનું વિરોધ પ્રદર્શન પ્રાપ્ત વિગતો અનુસાર, AIIMSના નર્સિંગ ઓફિસર લલિત સામે મહિલા ડોક્ટર સાથે છેડતી કરવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ઘટનાના વિરોધમાં 50થી 60 જેટલા રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટરો હોસ્પિટલના ઇમરજન્સી અને ટ્રોમા સેન્ટર પાસે એકઠા થયા હતા અને તંત્ર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. તબીબોએ હાથમાં "We Want Justice", "બેટા પઢાઓ, બેટી બચાઓ", "નારીને સાચવો નહીં સમાજને જવાબદાર બનાવો" અને "Break the Silence, Break the Cycle" જેવા સૂત્રો લખેલા પોસ્ટરો અને પ્લેકાર્ડ્સ સાથે વિરોધ દર્શાવી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. રેસિડેન્ટ ડોક્ટર્સની ડેપ્યુટી ડાયરેક્ટર સમક્ષ રૂબરૂ રજૂઆત તબીબોએ આક્ષેપિત કર્મચારી સામે કડકમાં કડક પગલાં ભરવાની તેમજ કેમ્પસમાં મહિલા વિદ્યાર્થીઓ માટે ન્યાય અને સલામત વાતાવરણ પૂરું પાડવા માટે માંગ કરી છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, મહિલા વિદ્યાર્થિનીઓની સુરક્ષા એ તેમનો અધિકાર છે, કોઈ ઉપકાર નથી. આ મામલે રેસિડેન્ટ ડોક્ટર્સે ડેપ્યુટી ડાયરેક્ટર અંકુર પ્રતાપસિંહ સમક્ષ રૂબરૂ રજૂઆત કરી હતી. આ ઉપરાંત AIIMSના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરને પણ સમગ્ર ઘટના અંગે જાણ કરવામાં આવી છે. તંત્ર દ્વારા જવાબદારીમાંથી છટકવાના પ્રયાસો વિરોધ પ્રદર્શન કરી રહેલા ઇન્ટર્ન ડૉ. રાકેશે જણાવ્યું કે, ગઈકાલે હોસ્પિટલમાં ફરજ બજાવતા લલિત નામના મેલ નર્સિંગ ઓફિસર દ્વારા તેમની સાથી મહિલા ઇન્ટર્ન ડોક્ટર સાથે જાતીય સતામણી (સેક્સ્યુઅલ એસોલ્ટ) કરવામાં આવી હતી. આ ગંભીર ઘટના અંગે ગઈકાલે જ લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કે સંતોષકારક પ્રતિસાદ આપવામાં આવ્યો ન હતો. તંત્ર દ્વારા જવાબદારીમાંથી છટકવાના પ્રયાસો કરવામાં આવતા હોવાથી અને યોગ્ય સુનાવણી નહીં થતાં તમામ ડોક્ટરોમાં ભારે રોષ વ્યાપ્યો છે, જેને પગલે સવારે 9:30 વાગ્યાથી કાનૂની-વહીવટી રજૂઆતો કર્યા બાદ બપોરે 2 વાગ્યે તમામ ઇન્ટર્ન ડોક્ટરો વિરોધ પ્રદર્શન અને હડતાલ પર ઉતરી ગયા હતા. આ ઘટના માટે જવાબદાર આરોપી મેલ નર્સિંગ ઓફિસરને વહેલી તકે નોકરીમાંથી બરતરફ (ટર્મિનેટ) કરવામાં આવે અને પીડિત મહિલા ડોક્ટરને યોગ્ય ન્યાય અપાવવામાં આવે તેવી અમારી સ્પષ્ટ માંગ છે. એક તપાસ કમિટીની રચના કરવામાં આવી દિવ્ય ભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં મીડિયા કો-ઓર્ડીનેટરે જણાવ્યું કે, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે. એટલું જ નહીં આ માટે એક તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ જે કોઈની જવાબદારી સાબિત થશે તેના પર નિયમ મુજબ કડકમાં કડક પગલાં લેવામાં આવશે. આ ખાતરી તમામ તબીબોને આપવામાં આવી હોવા છતાં યોગ્ય અને નક્કર પગલાં ન લેવાય ત્યાં સુધી તબીબોએ પોતાનો વિરોધ ચાલુ રાખવાની ચીમકી આપી છે. હડતાળના કારણે દર્દીઓની સેવા અને હોસ્પિટલની કામગીરી પર અસર ન પડે તે માટે તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    CSIRનો 85મો સ્થાપના દિવસ ઉત્સાહભેર ઉજવાયો:વિજ્ઞાન, નવીનતા અને સામાજિક પહોંચની કટિબદ્ધતા દોહરાવાઈ
    Next Article
    Delhi NCR में Colleges के बाहर क्या होता है ? | Women Safety | Ground Report |

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment