Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં સાયબર ફ્રોડનો નવો કીમિયો:ફર્નિચર વેચવાનું છે’ કહી નકલી CRPF જવાનની વૃદ્ધ સાથે 1.60 લાખની ઠગાઈ

    3 days ago

    રાજકોટમાં એક સિનિયર સિટીઝનને વોટ્સએપ પર સસ્તામાં જૂનું ફર્નિચર વેચવાની લાલચ આપીને એક ગઠિયાએ રૂ.1.60 લાખની છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપીએ પોતાની ઓળખ CRPF જવાન તરીકે આપીને આ ઠગાઈ કરી હતી, જે અંગે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજકોટના એક સિનિયર સિટીઝનને અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ આવ્યો હતો. જેમાં લખ્યું હતું કે, ‘જૂનું ફર્નિચર વેચવાનું છે’. ફરિયાદીએ રસ દાખવીને સંપર્ક કરતા સામેવાળા શખ્સે જણાવ્યું હતું કે, “હું CRPF માં જવાન છું અને મારી તાજેતરમાં જ અન્ય સ્થળે બદલી થઈ છે. જેથી મારે ઘરનું ફર્નિચર તાત્કાલિક વેચી નાખવાનું છે.’ ગઠિયાએ ફરિયાદીનો વિશ્વાસ જીતવા માટે ફર્નિચરના આકર્ષક ફોટા અને પોતાનું નકલી CRPF આઇડેન્ટિટી (ID) કાર્ડ પણ વોટ્સએપ પર મોકલી આપ્યું હતું. ફરિયાદીને આ શખ્સ ખરેખર દેશનો જવાન હોવાનો વિશ્વાસ બેસી જતાં તેમણે ફર્નિચર ખરીદવાનો સોદો નક્કી કરી લીધો હતો અને એડવાન્સ પેમેન્ટ ઓનલાઇન ટ્રાન્સફર કરી આપ્યું હતું. એડવાન્સ પેમેન્ટ ટ્રાન્સફર કર્યા બાદ ગઠિયાએ ‘તમારું પેમેન્ટ ફેલ ગયું છે’ તેવા બહાના કાઢી વૃદ્ધ પાસે કટકે-કટકે કુલ રૂ.1.60 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા.
    Click here to Read More
    Previous Article
    પીસીબી ટીમની કાર્યવાહી:માધાપર ચોકડી બ્રિજ નીચે માલવાહક વાહનમાંથી 576 બોટલ દારૂ ઝડપાયો
    Next Article
    હરાજીનો પ્રશ્ન ઊભો થયો:મનપાએ અટલ સરોવરમાં 42 દુકાન બનાવી, નિયમ રાખ્યો કે ભોજન બનાવી નહીં શકાય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment