Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાંથી રૂ. 5.76 લાખના એમફેટામાઈન ડ્રગ્સ સાથે અલારખા કેસરિયા ઝડપાયો:ડ્રગ્સનું નેટવર્ક, સપ્લાયર્સ અને અન્ય આરોપીઓને પકડવા પોલીસે સઘન તપાસ શરૂ કરી

    15 hours ago

    ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાંથી વેરાવળ શહેર પોલીસે રૂ. 5,76,500ની બજાર કિંમત ધરાવતા 57.65 ગ્રામ એમફેટામાઈન ડ્રગ્સ સાથે અલારખા ઈબ્રાહિમ કેસરિયા નામના શખ્સને ઝડપી પાડ્યો છે. યુવાધનને નશાના કાળા કારોબારમાં હોમાતા અટકાવવા માટે પોલીસે હાથ ધરેલા આ સફળ ઓપરેશનથી ડ્રગ્સ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ગીર સોમનાથ એસપી જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વેરાવળ સીટી પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે આરોપી શખ્સ શહેરમાં ડ્રગ્સ વેચવા અર્થે આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે શંકાસ્પદ ઓટો રિક્ષા (GJ 32 U 2722) રોકી તપાસ હાથ ધરતા તેમાંથી ગેરકાયદેસર એમફેટામાઈન ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી તેની સામે કાયદેસરની ગુનાહિત કાર્યવાહી હાથ ધરી છે. આ નશાકારક પદાર્થ ક્યાંથી લાવવામાં આવ્યો હતો, સ્થાનિક કક્ષાએ કોને સપ્લાય કરવાનો હતો અને આ આંતરરાજ્ય કે સ્થાનિક ડ્રગ્સ રેકેટમાં અન્ય કેટલા અસામાજિક તત્વો સંકળાયેલા છે તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. દરિયાઈ પટ્ટી ધરાવતા ગીર સોમનાથ જિલ્લામાં અગાઉ પણ દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઝડપાયું છે, ત્યારે નવરાત્રી જેવા પવિત્ર તહેવાર પૂર્વે જ શહેરમાંથી નશીલા દ્રવ્યોનો જથ્થો પકડાતાં લોકમુખે ચર્ચા જાગી છે. નશાના દૂષણને નાથવા અને યુવાધનને બચાવવા માટે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી આ ત્વરિત અને આકરી કાર્યવાહીને સ્થાનિક પ્રબુદ્ધ નાગરિકો બિરદાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ગઢડાના ઢસા-માંડવા પાસે બોલેરો-આઈસર ટ્રક અથડાયા:એક વ્યક્તિને ગંભીર ઈજા, મોડી રાત્રે સર્જાયો અકસ્માત
    Next Article
    થરા નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી શરૂ:59 ઉમેદવારના ભાવિનો આજે થશે ફેંસલો; રાજકીય પક્ષો-ઉમેદવારોમાં ઉત્સુકતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment