Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હરાજીનો પ્રશ્ન ઊભો થયો:મનપાએ અટલ સરોવરમાં 42 દુકાન બનાવી, નિયમ રાખ્યો કે ભોજન બનાવી નહીં શકાય

    3 days ago

    રાજકોટના 136 કરોડના અટલ સરોવર પ્રોજેક્ટની કામગીરી દરમિયાન અનેક વખત કામમાં બેદરકારી સહિતના મુદ્દે આક્ષેપો થયેલ બે-બે વખત લોકાર્પણ કરવા છતાં આજે પણ અનેક ખામીઓ જોવા મળી રહી છે જેમાં હવે 42 દુકાનની હરાજીનો પ્રશ્ન ઊભો થયો છે. આ દુકાનોમાં શા માટે પાણી અને ડ્રેનેજની પાયાની સુવિધા ન આપવામાં આવી એ મુદ્દે ફરી વખત ક્યૂબ કન્ટ્રક્શન તરફ આંગળી ચિંધાઈ રહી છે. એજન્સીની દુકાનોમાં ઊંચા ભાવથી વસ્તુનું વેચાણ થતું હોવાની ફરિયાદો ઊઠી છે, ત્યારે જો મનપા પોતાની દુકાનોમાં સુવિધા આપે તો કોમ્પિટિશન થાય જેના લીધે સસ્તા ભાવે સારી વસ્તુ લોકોને મળી શકે તેવી સ્થિતિમાં એજન્સીને નુકસાની ભોગવવી પડી શકે ઉપરથી હવે પાણી સહિતની સુવિધાઓ આપવા જતા મોટી તોડફોડ કરવી પડે તેમ છે જેનો એજન્સી વિરોધ કરી રહી છે. આથી એજન્સીને લાભ કરાવવા દુકાનો ફક્ત ચાર દીવાલોની બનાવી દેવાઈ અને ઉપરથી આ દુકાનોમાં રસોઈ બનાવવાની મનાઇ કરી ફક્ત ફૂડ પૅકેટનું વેચાણ કરી શકાશે તેવો વિચિત્ર નિયમ લાગુ કરતા દેખીતી રીતે આ દુકાનો કોઈ લીઝથી ન રાખે તેવો ખેલ પાડી દીધાનું સાબિત થાય છે. આ 42 દુકાનમાં ખાણીપીણીની આઇટમનું વેચાણ કરવાનું હોવા છતાં એક પણ દુકાનમાં પાણીના કનેક્શન ન આપ્યા તેવી જ રીતે પાણીના નિકાલ માટે ડ્રેનેજ લાઇન ન નાખી આખો પ્રોજેક્ટ તૈયાર કરી લોકાર્પણ કરી નાખ્યું અને હવે દુકાનો ભાડે આપવાની કાર્યવાહી દરમિયાન આ ગંભીર ભૂલ થઇ ગયાનું ધ્યાનમાં આવતા છેલ્લા ઘણા સમયથી દુકાનોની હરાજી પાછી ઠેલવવામાં આવી રહી છે. છેલ્લા દોઢ વર્ષથી હરાજીની તારીખ જાહેર કરાતી નથી અને દુકાનોની હાલત જર્જરિત થવા લાગી છે. તંત્રના પાપે લૂંટાતા લોકો અટલ સરોવરમાં મનપાની 42 દુકાનની હરાજી ન થતા લોકો લૂંટાઈ રહ્યા છે. એજન્સીની દુકાનોમાં પાણીની બોટલ સહિતની વસ્તુના બમણા ભાવ લેવાતા હોવાનું સહેલાણીઓ કહી રહ્યા છે, બીજી તરફ સહેલાણીને અંદર નાસ્તો લઈ જવાની મનાઈ હોવાથી નાછૂટકે લોકો મોંઘા ભાવની વસ્તુ ખરીદવા મજબૂર બને છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં સાયબર ફ્રોડનો નવો કીમિયો:ફર્નિચર વેચવાનું છે’ કહી નકલી CRPF જવાનની વૃદ્ધ સાથે 1.60 લાખની ઠગાઈ
    Next Article
    3 મે NEET પરીક્ષા:કેન્દ્રોની 100 મીટરની ત્રિજ્યામાં કલમ 163 લાગુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment