Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોરીયા શાળામાં જર્જરિત CRC ભવન જોખમી બન્યું:બે વર્ષથી રજૂઆતો છતાં કાર્યવાહી નહીં, વાલીઓમાં રોષ

    10 hours ago

    લોરીયા ગામની પ્રાથમિક શાળામાં એક તરફ નવીનીકરણનું કાર્ય ચાલી રહ્યું છે, ત્યારે બીજી તરફ શાળા પરિસરમાં આવેલું સી.આર.સી. ભવન અત્યંત જર્જરિત હાલતમાં છે. આ ભવન વિદ્યાર્થીઓ માટે જોખમી બન્યું હોવાથી વાલીઓ અને ગ્રામજનોમાં ચિંતા વ્યાપી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા બે વર્ષથી સી.આર.સી. ભવનની જર્જરિત હાલત અંગે સંબંધિત તંત્રને અનેક લેખિત રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં, આજદિન સુધી મકાનના સુરક્ષિત નિરીક્ષણ, તોડકામ કે વૈકલ્પિક વ્યવસ્થા અંગે કોઈ પગલાં લેવાયા નથી. આ જર્જરિત ભવન શાળાના નવીનીકરણ કાર્યમાં પણ અવરોધરૂપ બની રહ્યું છે. શાળા પરિસરમાં પીવાના પાણીની ટાંકી જેવી આવશ્યક સુવિધાઓ ઊભી કરવા માટે પૂરતી જગ્યા હોવા છતાં, જર્જરિત સી.આર.સી. ભવનના કારણે આયોજનમાં મુશ્કેલી પડી રહી છે. વાલીઓ અને ગ્રામજનોએ વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવાની માંગ કરી છે. તેઓનું કહેવું છે કે જો ભવન ખરેખર જોખમી સ્થિતિમાં હોય, તો તંત્રએ સ્થળ પર ટેકનિકલ તપાસ કરાવી તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવી જોઈએ. ગ્રામજનો અને વાલીઓએ સંબંધિત અધિકારીઓને જર્જરિત સી.આર.સી. ભવનને સુરક્ષિત રીતે દૂર કરવા અને શાળામાં પાણીની સુવિધા ઝડપથી કાર્યરત કરવાની માંગ કરી છે. હવે જોવું રહ્યું કે તંત્ર આ ગંભીર મુદ્દે ક્યારે પગલાં ભરે છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો:રોટરી ક્લબ અને રેડક્રોસ સોસાયટીએ 100 યુનિટ રક્તનો લક્ષ્યાંક રાખ્યો
    Next Article
    બોટાદમાં ખોટી નંબર પ્લેટ સાથે બાઈક ઝડપાયું:ટ્રાફિક પોલીસે શંકાસ્પદ બાઈક ચાલકની અટકાયત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment