Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CPI(M)નો આરોપ- ચૂંટણી પંચના દસ્તાવેજ પર BJPની સીલ:પાર્ટીએ કહ્યું- આ નિષ્પક્ષતા પર સવાલ; આયોગની સ્પષ્ટતા- આ ક્લેરિકલ ભૂલ

    5 days ago

    ચૂંટણી પંચના એક દસ્તાવેજ પર BJPની સીલ લાગેલી મળી છે. CPI (M) કેરળે તેને ચૂંટણી સંસ્થાઓની નિષ્પક્ષતા માટે ખતરો ગણાવ્યો છે. પાર્ટીનું કહેવું છે કે ચૂંટણી પંચે રાજકીય પક્ષોને જે પત્ર મોકલ્યો હતો, તેની સાથે જોડાયેલા સોગંદનામા પર BJPની સીલ હતી. આ માત્ર સંયોગ નથી અને તેનાથી સંસ્થાઓની નિષ્પક્ષતા પર સવાલો ઉભા થાય છે. કેરળના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO)એ આ અંગે સ્પષ્ટતા કરતા તેને ક્લેરિકલ ભૂલ ગણાવી છે. તેમનું કહેવું છે કે BJP કેરળ યુનિટે 2019ની ગાઈડલાઈનની એક કોપી આપી હતી, જેના પર પહેલાથી પાર્ટીની સીલ લાગેલી હતી. આ જ કોપી ભૂલથી અન્ય પક્ષોને મોકલી દેવામાં આવી હતી. CEO કાર્યાલયે જણાવ્યું કે જેવી ભૂલની જાણ થઈ, 21 માર્ચે તે દસ્તાવેજ પાછો ખેંચી લેવામાં આવ્યો. આ અંગેની જાણકારી તમામ રાજકીય પક્ષો અને અધિકારીઓને આપી દેવામાં આવી હતી. તમિલનાડુમાં ભાજપ 27 બેઠકો પર ચૂંટણી લડશે તમિલનાડુ વિધાનસભા ચૂંટણીને લઈને રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)માં સોમવારે બેઠકોની વહેંચણી થઈ ગઈ છે. ભાજપ 234 બેઠકોમાંથી 27 બેઠકો પર ચૂંટણી લડશે. રાજ્યમાં ગઠબંધનનું નેતૃત્વ કરી રહેલી AIADMK 178 બેઠકો પર ચૂંટણી લડશે. જ્યારે પટ્ટાલી મક્કલ કાચી (PMK)ને 18 અને અમ્મા મક્કલ મુનેત્ર કડગમ (AMMK)ને 11 બેઠકો મળી છે. પાંચ રાજ્યોમાં ચૂંટણી સંબંધિત 5 મોટા અપડેટ્સ
    Click here to Read More
    Previous Article
    કોલંબિયામાં વાયુસેનાનું વિમાન ક્રેશ:100થી વધુ સૈનિકો સવાર હતા, ટેકઓફ દરમિયાન દુર્ઘટના
    Next Article
    વડોદરા મહાનગરપાલિકાની મતદારયાદી જાહેર:શહેરમાં 12 લાખ મતદારો નોંધાયો, 6.12 લાખ પુરૂષ અને 5.95 લાખ મહિલા વોટર્સ; જાણો પોતાનું નામ કેવી રીતે ચેક કરશો?

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment