Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા મહાનગરપાલિકાની મતદારયાદી જાહેર:શહેરમાં 12 લાખ મતદારો નોંધાયો, 6.12 લાખ પુરૂષ અને 5.95 લાખ મહિલા વોટર્સ; જાણો પોતાનું નામ કેવી રીતે ચેક કરશો?

    5 days ago

    વડોદરા મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીઓની તૈયારીઓના ભાગરૂપે શહેરના તમામ 19 વોર્ડની વિભાગવાર મુસદ્દારૂપ મતદારયાદીઓ તા. 23 માર્ચ 2026ના રોજ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. પાલિકા તંત્ર દ્વારા આ યાદીઓ વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતેની ઇલેક્શન શાખા, તમામ વહીવટી વોર્ડ કચેરીઓ, કલેક્ટર કચેરી તેમજ મ્યુનિસિપલ સેક્રેટરી શાખા જેવા વિવિધ જાહેર સ્થળોએ નાગરિકોના અવલોકન માટે મૂકવામાં આવી છે. મનપાની ચૂંટણી માટે 1131 મતદાન મથક આ પ્રસિદ્ધ કરવામાં આવેલી નવીનતમ આંકડાકીય માહિતી અનુસાર, વડોદરાના કુલ 19 વોર્ડમાં મતદાન મથકો એટલે કે બૂથની સંખ્યા 1131 નોંધાઈ છે. શહેરના કુલ નોંધાયેલા 12,08,021 મતદારોમાં 6,12,825 પુરુષ મતદારો અને 5,95,099 મહિલા મતદારોનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય મતદારોની સંખ્યા 97 અને સર્વિસ મતદારોની સંખ્યા 400 જેટલી છે. આ મતદારો આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 2021ની સરખામણીમાં મોટો ફેરફાર નોંધપાત્ર બાબત એ છે કે, સને 2021ની સરખામણીમાં આ વખતે આંકડાઓમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. અગાઉની સરખામણીએ મતદાન મથકોની સંખ્યામાં 164નો ઘટાડો થયો છે, તેમજ કુલ મતદારોની સંખ્યામાં 2,38,191 જેટલો જંગી ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત, વિવિધ કારણોસર યાદીમાંથી 10,099 જેટલા મતદારોના નામ કમી કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. નોંધનીય બાબત એ છે એક એસઆઇઆરની કામગીરી બાદ અનેક મતદારોના નામ કમી થયા છે. જેના આધારે આ યાદી બહાર પાડવામાં આવી છે. જો કોઈનું નામ રહી ગયું હોય તો સુધારો કરાવી શકાશે તંત્ર દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિનું નામ સંબંધિત વિધાનસભા મતદાર વિભાગની યાદીમાં નોંધાયેલું હોય, પરંતુ મહાનગરપાલિકાની આ નવી મુસદ્દારૂપ યાદીમાં કોઈ કારણોસર રહી ગયું હોય, તો તેઓ સુધારો કરાવી શકે છે. આવા રહી ગયેલા મતદારોએ જરૂરી પુરાવાઓ સાથે ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગના પ્રથમ માળે આવેલી રૂમ નં. 127, ઇલેક્શન શાખા ખાતે નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. આ પ્રક્રિયા દ્વારા ચૂંટણી પૂર્વે કોઈ પણ લાયક મતદાર વંચિત ન રહી જાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. નાગરિકોએ પોતાની વિગતો ચકાસી લેવા અને લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. મતદારયાદીમાં પોતાનું નામ કેવી રીતે ચેક કરશો? તંત્ર દ્વારા જાહેર કરાયેલા નીચેના સ્થળોએ જઈને તમે વોર્ડવાર મતદારયાદીમાં તમારું નામ ચકાસી શકો છો. મુખ્ય કચેરી, ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગ, પ્રથમ માળે, ઇલેક્શન શાખા (રૂમ નં. 127). વોર્ડ કચેરી: તમારા વિસ્તારની જે-તે વહીવટી વોર્ડ નં. 1 થી 19 ની કચેરી ખાતે. અન્ય સરકારી કચેરીઓ: કલેક્ટર કચેરી અથવા પાલિકાની મ્યુનિસિપલ સેક્રેટરી શાખા ખાતે પણ આ યાદીઓ નિદર્શન માટે મૂકવામાં આવી છે. ઓનલાઇન નામ ચેક કરવા માટે VMC વેબસાઇટ
    Click here to Read More
    Previous Article
    CPI(M)નો આરોપ- ચૂંટણી પંચના દસ્તાવેજ પર BJPની સીલ:પાર્ટીએ કહ્યું- આ નિષ્પક્ષતા પર સવાલ; આયોગની સ્પષ્ટતા- આ ક્લેરિકલ ભૂલ
    Next Article
    વેરાવળમાં શહીદ દિને ભવ્ય તિરંગા યાત્રા:150 ફૂટના તિરંગા સાથે 300 યુવાનો જોડાયા, વંદે માતરમના નાદથી ગુંજ્યું શહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment