Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં શહીદ દિને ભવ્ય તિરંગા યાત્રા:150 ફૂટના તિરંગા સાથે 300 યુવાનો જોડાયા, વંદે માતરમના નાદથી ગુંજ્યું શહેર

    4 days ago

    વેરાવળમાં શહીદ દિન નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની યુવા પાંખ ‘એરાઇઝ ક્લબ’ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં 150 ફૂટ લાંબા તિરંગા સાથે 300થી વધુ યુવાનો જોડાયા હતા. યાત્રા ચોપાટીથી શહીદચોક સુધી લગભગ ત્રણ કિલોમીટર લાંબી હતી. યાત્રા દરમિયાન “ભારત માતા કી જય” અને “વંદે માતરમ”ના નારા ગુંજી ઉઠ્યા હતા. માર્ગમાં અનેક સ્થળોએ સ્થાનિક નાગરિકોએ ફૂલ વરસાવી યાત્રાનું સ્વાગત કર્યું હતું. આ તિરંગા યાત્રા દેશ માટે બલિદાન આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે યોજાઈ હતી. યુવાનોના હાથમાં ફરકતો તિરંગો અને તેમના ચહેરા પરનો ઉત્સાહ દેશપ્રેમની ભાવના દર્શાવતો હતો. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગીર સોમનાથ જિલ્લાના સંઘચાલક પ્રફુલભાઈ હરિયાણીએ જણાવ્યું હતું કે, દેશની સરહદો પર શહીદ થયેલા યુવાનોના બલિદાનને ભૂલી શકાય નહીં. આવા શહીદોની યાદમાં અને તેમની પ્રેરણાથી યુવા પેઢી રાષ્ટ્રધર્મ અને રાષ્ટ્રરક્ષા માટે સજાગ બને તેવા આશયથી આ યાત્રાનું આયોજન કરાયું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “વંદે માતરમ” ગાનને 150 વર્ષ પૂર્ણ થયા છે, જે દેશ માટે ગૌરવની બાબત છે અને તે દરેક ભારતીયના હૃદયમાં દેશપ્રેમની જ્યોત પ્રગટાવે છે. યાત્રા દરમિયાન શિસ્તબદ્ધ આયોજન અને યુવાનોની ઉત્સાહભેર ભાગીદારી જોવા મળી હતી. આ કાર્યક્રમે યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ અને સામાજિક જવાબદારીની ભાવનાને વધુ મજબૂત બનાવી હતી.
    Click here to Read More
    Previous Article
    વડોદરા મહાનગરપાલિકાની મતદારયાદી જાહેર:શહેરમાં 12 લાખ મતદારો નોંધાયો, 6.12 લાખ પુરૂષ અને 5.95 લાખ મહિલા વોટર્સ; જાણો પોતાનું નામ કેવી રીતે ચેક કરશો?
    Next Article
    પોરબંદરમાં પરશુરામ રોડ પર 3 ગેરકાયદેસર દુકાનો સીલ:મહાનગરપાલિકાએ 50 લાખની મિલકતનો કબજો લીધો, PGVCLએ વીજ કનેક્શન કાપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment