Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં પરશુરામ રોડ પર 3 ગેરકાયદેસર દુકાનો સીલ:મહાનગરપાલિકાએ 50 લાખની મિલકતનો કબજો લીધો, PGVCLએ વીજ કનેક્શન કાપ્યા

    4 days ago

    પોરબંદર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગે શહેરના પરશુરામ રોડ પર આવેલી ત્રણ ગેરકાયદેસર દુકાનોને સીલ કરી દીધી છે. આ દુકાનોની અંદાજિત 50 લાખ આંકવામાં આવ્યું છે. મહાનગરપાલિકાની ટીમે આ સરકારી જમીન પરના દબાણનો વિધિવત કબજો સંભાળી લીધો છે. ટાઉન પ્લાનિંગ વિભાગના એસ્ટેટ ઓફિસર હિતેશભાઈ ગોરસીયાના જણાવ્યા અનુસાર, સંજયભાઈ લગધીરભાઈ ઓડેદરા દ્વારા કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી વિના આ દુકાનોનું બાંધકામ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ અગાઉ આ દબાણકર્તાને નોટિસ ફટકારીને 30 દિવસમાં દબાણ દૂર કરવા સૂચના આપવામાં આવી હતી. જોકે, નિર્ધારિત સમયમર્યાદામાં કોઈ કાર્યવાહી ન થતાં તંત્ર દ્વારા કડક પગલાં લેવાનો નિર્ણય કરાયો હતો. આજ રોજ હાથ ધરવામાં આવેલી કામગીરી દરમિયાન, PGVCLની ટીમે દુકાનોના બે વીજ કનેક્શન સ્થળ પર જ કાપી નાખ્યા હતા અને બંને વીજ મીટરો જપ્ત કર્યા હતા. ત્યારબાદ ટાઉન પ્લાનિંગ વિભાગે આ ₹૫૦ લાખની મિલકતનો સત્તાવાર કબજો લીધો હતો. એસ્ટેટ ઓફિસર હિતેશભાઈ ગોરસિયાએ જણાવ્યું હતું કે, "શહેરમાં અનધિકૃત બાંધકામ કરનારાઓ સામે આગામી દિવસોમાં પણ આવી જ સખત કાર્યવાહી ચાલુ રહેશે. નાગરિકોને નમ્ર અપીલ છે કે તેઓ કાયદાનું પાલન કરે અને મંજૂરી વિનાના દબાણોથી દૂર રહે." આ સમગ્ર ઓપરેશનમાં એસ્ટેટ ઓફિસર હિતેશભાઈ ગોરસિયા સાથે સિવિલ એન્જિનિયર હાર્દિકભાઈ ઓડેદરા અને હાર્દિકભાઈ બોરીચા સહિતનો સ્ટાફ જોડાયો હતો. તંત્રની આ કાર્યવાહીથી દબાણકર્તાઓમાં કડક સંદેશ ગયો છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં શહીદ દિને ભવ્ય તિરંગા યાત્રા:150 ફૂટના તિરંગા સાથે 300 યુવાનો જોડાયા, વંદે માતરમના નાદથી ગુંજ્યું શહેર
    Next Article
    ગીર સોમનાથમાં ઈંધણની અફવાઓથી પંપો પર ભીડ:વેરાવળ સહિત જિલ્લામાં લાંબી કતારો, તંત્રએ અછત ન હોવાની ખાતરી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment