Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં ઈંધણની અફવાઓથી પંપો પર ભીડ:વેરાવળ સહિત જિલ્લામાં લાંબી કતારો, તંત્રએ અછત ન હોવાની ખાતરી આપી

    2 days ago

    ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે ફેલાયેલી અફવાઓને કારણે લોકોમાં અચાનક ગભરાટ ફેલાયો છે. વેરાવળ સહિત જિલ્લાના અનેક શહેરોમાં પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે. સાંજ પડતા જ ઈંધણ ભરાવવા માટે લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો, જેના કારણે કેટલાક સ્થળોએ ટ્રાફિક જામ જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. જિલ્લામાં એવી અફવાઓ ફેલાઈ હતી કે પેટ્રોલ-ડીઝલનો જથ્થો ખૂટી રહ્યો છે. આ અફવાઓના પગલે લોકો ઉતાવળમાં ઈંધણ ભરાવવા પંપો તરફ દોડી આવ્યા હતા. પરિણામે, સામાન્ય દિવસોની સરખામણીએ પંપો પર અનેક ગણો વધારાનો ઘસારો નોંધાયો અને લાંબી કતારો લાગી. ગીર સોમનાથ જિલ્લા પેટ્રોલ-ડીઝલ પંપ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રામસીભાઈ બારડે આ પરિસ્થિતિ પાછળના બે મુખ્ય કારણો જણાવ્યા છે. પ્રથમ કારણ એ છે કે પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા અગાઉ પંપ માલિકોને ડેબિટમાં ઈંધણ પૂરું પાડવામાં આવતું હતું, પરંતુ હાલમાં આ સુવિધા બંધ કરવામાં આવી છે. આના કારણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર અને હાઇવે પર આવેલા કેટલાક પંપો પર સમયસર સપ્લાય ન મળતા "ડ્રાય" સ્થિતિ ઊભી થઈ હતી. બીજું કારણ ભાવમાં તફાવત છે. કંપનીઓ દ્વારા કન્ઝ્યુમર વેચાણમાં પ્રતિ લિટર રૂ. 20 થી 22 જેટલો વધારો નોંધાતા, મોટા જથ્થાના ગ્રાહકો સસ્તું ઈંધણ મેળવવા રિટેલ પંપો તરફ વળ્યા હતા. આથી રિટેલ પંપો પર અચાનક ભાર વધ્યો અને ભીડમાં વધારો થયો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને પેટ્રોલ-ડીઝલ પંપ ઓનર્સ એસોસિએશન બંનેએ સ્પષ્ટતા કરી છે કે જિલ્લામાં ઈંધણનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. કોઈ વાસ્તવિક અછત નથી અને સપ્લાય નિયમિત રીતે ચાલુ છે. તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ગભરાટમાં આવીને અનાવશ્યક રીતે ઈંધણ ભરાવવા દોડી ન જાય. જોકે, આ સ્પષ્ટતા છતાં વેરાવળ સહિત જિલ્લાના અનેક પેટ્રોલ પંપો પર સાંજથી જ લાંબી કતારો યથાવત જોવા મળી રહી છે, અને કેટલાક સ્થળોએ લોકોને લાંબા સમય સુધી રાહ જોવી પડી રહી છે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરમાં પરશુરામ રોડ પર 3 ગેરકાયદેસર દુકાનો સીલ:મહાનગરપાલિકાએ 50 લાખની મિલકતનો કબજો લીધો, PGVCLએ વીજ કનેક્શન કાપ્યા
    Next Article
    Kheda Murder Case News | યુવતીની હત્યાની આશંકા વચ્ચે યુવતીએ વીડિયો જાહેર | Patidar Community

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment