Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં CNI ચર્ચ દ્વારા છાશ વિતરણ:કાળઝાળ ગરમીમાં મુસાફરોને રાહત આપવા વિનામૂલ્યે આયોજન

    8 hours ago

    રાજ્યમાં ગરમીનો પારો ઊંચો રહ્યો છે, ત્યારે ભરૂચમાં પણ લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. આ સ્થિતિમાં, ભરૂચના સી.એન.આઈ. (CNI) ચર્ચ દ્વારા મુસાફરો અને રાહદારીઓ માટે વિનામૂલ્યે છાશ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન 31 મે, 2026 ના રોજ ભરૂચ રેલવે સ્ટેશન પાસે કરવામાં આવ્યું હતું. મે મહિનાના અંત અને જૂન મહિનાની શરૂઆતના દિવસોને 'નૌતપા' તરીકે ઓળખવામાં આવે છે, જે દરમિયાન અતિશય ગરમી પડે છે. વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આવી આકરી ગરમીમાં પણ અનિવાર્ય સંજોગો અથવા મુસાફરીના કારણે લોકોને બહાર નીકળવું પડે છે. આવા મુસાફરો અને રાહદારીઓને ગરમીથી આંશિક રાહત મળી રહે તે હેતુથી આ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. સી.એન.આઈ. ચર્ચ, ભરૂચના રેવ. કિશન વસાવાએ જણાવ્યું હતું કે, 'આ દિવસો વૈશ્વિક ગરમીના છે, જેને આપણે નૌતપા તરીકે પણ ઓળખીએ છીએ. સરકારી માર્ગદર્શિકા હોવા છતાં મુસાફરોને બહાર નીકળવું પડે છે, તેથી તેમને ગરમીથી રાહત મળે તે માટે ચર્ચ તરફથી રેલવે સ્ટેશન પાસે આ વિનામૂલ્યે છાશ વિતરણનો પ્રયાસ કરવામાં આવ્યો છે.' રેલવે સ્ટેશન જેવા વ્યસ્ત વિસ્તારમાં મુસાફરી કરી રહેલા લોકોને ઠંડી છાશ મળતા તેમને ગરમીમાં રાહત મળી હતી. ભરૂચમાં સામાજિક સેવાના આ કાર્યને સ્થાનિક લોકો અને મુસાફરો દ્વારા આવકારવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    બોલો... પરમિશન વગર જ રોડ તોડી નાંખતા વિવાદ:વડોદરામાં 5 કરોડ રૂપિયાના ખર્ચે થયેલ રોડ પરવાનગી વગર મદ્રાસ ભવનના સંચાલકોએ ખોદી નાંખ્યો, સંચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ, પાલિકા દંડાત્મક કાર્યવાહી કરશે
    Next Article
    અમદાવાદમાં જમવામાં કીડી નીકળ્યાની ફરિયાદ કરતા રૂમ પાર્ટનરોએ પતાવી દીધો:પહેલાં યુવકના માથામાં ઘા મારી બેભાન કર્યો, પછી મોઢામાં કપડું ઠૂસી ફરાર થયા હતા, સગીર સહિત ચારની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment