Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં જમવામાં કીડી નીકળ્યાની ફરિયાદ કરતા રૂમ પાર્ટનરોએ પતાવી દીધો:પહેલાં યુવકના માથામાં ઘા મારી બેભાન કર્યો, પછી મોઢામાં કપડું ઠૂસી ફરાર થયા હતા, સગીર સહિત ચારની ધરપકડ

    8 hours ago

    અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાંથી એક યુવકની હાથ પગ બાંધેલી અને કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી.આ અંગે પોલીસ તપાસ કરતા યુવકને તેના રૂમ પાર્ટનરોએ જ ભેગા મળીને હત્યા કરી હતી.મૃતક યુવકે જમવામાં કીડી આવવા બાબતે ફરિયાદ કરી હતી.જેથી જમવાનું બનાવનાર સાથે બોલાચાલી થઈ હતી.જે બાદ ચાર શખસોએ ભેગા મળીને યુવકની હત્યા કરી દીધી હતી.ઝોન 8 એલસીબીએ ચારે આરોપીઓની ધરપકડ કરી વટવા પોલીસને સોંપ્યા છે. બંધ ફ્લેટમાંથી યુવકની લાશ મળી હતી વટવામાં સાંતેજ હોમ્સ ફલેટમાંથી બંધ મકાનમાંથી થોડા દિવસ જૂની હત્યા કરેલી કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.પોલીસે મૃતકની ઓળખ કરીને હત્યાનો ગુનો નોધી તપાસ શરૂ કરી હતી.પોલીસ તપાસ દરમિયાન મૃતક ઇમરાન સિંધા ભાડાના મકાનમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.ઇમરાન સાથે અન્ય ચાર શખ્સ પણ રહેતા હતા જે હત્યા બાદ ગાયબ હતા જેથી પોલીસે ફરાર ચાર શખ્સની તપાસ કરી ત્યારે ફરાર થઈ ગયેલા શખસોએ જ યુવકની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. ગુરુગ્રામથી આગ્રા બસમાં જતા સમયે આરોપીઓને દબોચ્યા વટવા પોલીસ અને ઝોન 8 એલસીબીના PSI પી.આર સરવૈયાની ટીમે ગુરુગ્રામ ખાતેથી એક કિશોર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.હત્યા બાદ ચારેય આરોપીઓ ગુરુગ્રામ નાસી ગયા હતા જે બાદ ગુરુગ્રામથી આગ્રા બસમાં જતા હતા ત્યારે પોલીસે પીછો કરીને ચારેયને ઝડપી લીધા હતા.ચારેયની ધરપકડ કરી અમદાવાદ લાવવામાં આવ્યા હતા. જમવામાં કીડી આવતા યુવકે ફરિયાદ કરી તો હત્યા કરી નાખી આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે બનાવના દિવસે રવિકુમાર અને કિશોરે જમવાનું બનાવ્યું હતું .જે જમવામાં કીડી આવતા મૃતક ઇમરાને ફરિયાદ કરી હતી.આ ફરિયાદ બાદ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.જે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ઇમરાનની સાથે રહેતા વિરેન્દ્રસિંઘ બઘેલ,ચાંદમોહન શર્મા,રવિકુમાર શાહ અને કિશોરે મળીને ઈમરાનના માથામાં બોથડ પદાર્થ માર્યો હતો.જેથી ઇમરાન અર્ધ બેભાન થઈ ગયો હતો.જે બાદ ઈમરાનને બાંધીને મોઢામાં કપડું મૂકી દીધું હતું.જેથી ઈમરાનનું ગૂંગળામણના કારણે મોત નિપજ્યું હતું.વટવા પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 27મેની રાત્રે હત્યા કરવામાં આવી હતી ઝોન 8ના ડીસીપી મયુર પાટીલે જણાવ્યું હતું કે, 27 મેના દિવસે વટવા પોલીસને એક લાશ મળવાની જાણ કરવામાં આવી. ત્યાં જઈને વટવા પોલીસે શોધખોળ કરતા, આ અજાણ્યા ઇસમની લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી અને પછી આ બનાવ કેવી રીતે બન્યો એની તપાસ હાથ ધરવામાં આવી હતી. થોડા ટાઇમ પછી લાશની ઓળખાણ કરી લીધી અને પછી એમની સાથે એ ફ્લેટમાં કોણ કોણ રહેતા હતા, એની પણ તપાસ પોલીસે કરી હતી. મૃતક ઈમરાન સિંધા વડોદરાનો રહેવાસી મયુર પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસે એક ટીમે આ જે ફ્લેટમેટ્સ હતા એમને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી. જેના આધારે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ બંને વસ્તુઓનો ઉપયોગ કરીને જુદી જુદી ટીમ ગોઠવવામાં આવી હતી. મૃતકનું નામ ઇમરાન સિંઘા છે અને એ વડોદરાનો રહેવાસી છે. અને એની સાથે બીજા ચાર ઇસમો ત્યાં રહેતા હતા એમ પોલીસને જાણ થઈ હતી. આ ચાર ઈસમમાં વિરેન્દ્રસિંહ બઘેલ ઉર્ફે વીરુ ચંદ્રમોહન શર્મા ઉર્ફે ચંદુ, રવિકુમાર સાહુ ઉર્ફે રવિ અને એક કાયદાના સાથે સંઘર્ષમાં આવેલ કિશોર હતો. આરોપીઓ જયપુર, વૃંદાવન, મથુરા ગયા હતા આ ચારેય આરોપીની શોધખોળ પોલીસે શરૂ કરી હતી. પછી પોલીસ એમના પાછળ જે રીતે માહિતી મળતી ગઈ એમના પાછળ પોલીસ અમારી ટીમ મોકલવામાં આવેલી, એ ત્યાં જઈને એમના પીછા કરતી હતી. એ લોકો પહેલા જયપુર ગયા, જયપુરથી ધોલપુર, આગ્રા, આગ્રાથી ફતેહાબાદ, મથુરા, વૃંદાવન, વઝીરાબાદ, ફરી ફતેહાબાદ. પછી ત્યાંથી એ આગ્રા તરફ પાછા જતા હતા ત્યારે બસનો પીછો કરી, એકદમ ફિલ્મી ઢબે, એમને પલવલ પાસે પોલીસે ઉભા રાખીને પકડી લીધા હતા.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં CNI ચર્ચ દ્વારા છાશ વિતરણ:કાળઝાળ ગરમીમાં મુસાફરોને રાહત આપવા વિનામૂલ્યે આયોજન
    Next Article
    Rain With Storm | નર્મદાના નાંદોદ તાલુકાના લાછરસ ગામે વાવાઝોડા સાથે વરસાદ | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment