Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CNGમાં ₹4નો વધારો થતાં રિક્ષા ભાડું વધારવા CMને રજૂઆત:લઘુત્તમ ભાડું ₹25થી વધારીને ₹30 કરવાની માગ, ચાર વર્ષથી ભાડામાં વધારો નહીં થયાનો દાવો

    11 hours ago

    અમદાવાદના ઓટો રિક્ષા ચાલક વેલ્ફેર એસોસિએશન, અમદાવાદ/ગુજરાત દ્વારા રિક્ષાના ભાડામાં વધારો કરવાની માગ સાથે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. એસોસિએશને હાલ નક્કી થયેલા લઘુત્તમ ₹25ના ભાડામાં ₹5નો વધારો કરી તેને ₹30 કરવા તેમજ પ્રતિ કિલોમીટર ભાડું પણ વધારવાની માગ કરી છે. ચાર વર્ષથી ભાડામાં વધારો નહીં થયાનો દાવો રિક્ષાચાલક એસોસિએશનના જણાવ્યા મુજબ, રિક્ષાના ભાડા માટે સ્થાયી રેટ કમિટી બનાવવામાં આવી છે અને દર વર્ષે એપ્રિલ-મે દરમિયાન ભાડાનું પુનરાવલોકન કરવાનો નિયમ છે. તેમ છતાં વર્ષ 2022 બાદથી રિક્ષાના ભાડામાં વધારો કરવામાં આવ્યો નથી. આ અંગે છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર અને સંબંધિત તંત્ર સમક્ષ અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવાનો દાવો એસોસિએશને કર્યો છે. રેટ કમિટીની બેઠકમાં ₹25 લઘુત્તમ ભાડાની વાત રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે, તા. 22 જૂન, 2026ના રોજ વાહનવ્યવહાર કમિશનરની અધ્યક્ષતામાં રેટ કમિટીની બેઠક મળી હતી. એસોસિએશન દ્વારા લઘુત્તમ ભાડું ₹30 કરવાની માગ કરવામાં આવી હતી. જોકે મુસાફરો પર મોંઘવારીનો બોજ ન વધે તે હેતુથી ₹5 ઘટાડીને લઘુત્તમ ભાડું ₹25 રાખવાની વાત કરવામાં આવી હતી, જેને રિક્ષાચાલકોએ નુકસાન સહન કરીને પણ સ્વીકારી હતી. CNGમાં ₹4નો વધારો થતાં ફરી ભાડું વધારવાની માગ હવે 1 ઓગસ્ટ, 2026થી CNGના ભાવમાં પ્રતિ કિલો ₹4નો વધારો થતાં રિક્ષાચાલકોની મુશ્કેલી વધી હોવાનું એસોસિએશને જણાવ્યું છે. આથી 22 જૂનની રેટ કમિટીની બેઠકમાં નક્કી થયેલા ₹25ના લઘુત્તમ ભાડાનો ફરીથી રિવ્યુ કરી તેમાં ₹5નો વધારો કરીને ₹30 લઘુત્તમ ભાડું નક્કી કરવાની માગ કરવામાં આવી છે. એસોસિએશને પ્રતિ રનિંગ કિલોમીટર ભાડું પણ વધારવાની અગાઉની માગનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ સરકાર દ્વારા સત્તાવાર ભાડાપત્રક તૈયાર કરી જાહેર કરવામાં આવે તેવી પણ રજૂઆત કરાઈ છે. નિર્ણય નહીં તો 2027ની ચૂંટણીમાં બહિષ્કારની ચીમકી રિક્ષાચાલક એસોસિએશને રજૂઆતમાં ચીમકી આપી છે કે જો તેમની માગ અંગે તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો 2027ની ચૂંટણીમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં સરકારના સંપૂર્ણ બહિષ્કાર માટે મજબૂર થવું પડશે. રજૂઆતની નકલ વડાપ્રધાન, વાહનવ્યવહાર મંત્રી, વાહનવ્યવહાર કમિશનર, કલેક્ટર અને અમદાવાદ આરટીઓને પણ મોકલવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં ગટર-રસ્તા મુદ્દે 20 સોસાયટીના રહીશોનો પાલિકામાં હલ્લાબોલ:ભાજપના કાર્યકર્તા આવે તો કેમ રસ્તા રાતોરાત ચેન્જ થાય છે?, ચીફ ઓફિસર સાથે મહિલાની જીભાજોડી
    Next Article
    પાટણ જિલ્લામાં સળંગ બીજા દિવસે બપોર બાદ વરસાદ:પાટણ, સિદ્ધપુર અને સરસ્વતી તાલુકામાં ભારે પવન સાથે મેઘરાજાનું આગમન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment