Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા ગેસ લિમિટેડ દ્વારા CNG-PNGના ભાવમાં વધારો:CNG 89 રૂપિયાથી વધીને 90.50 રૂપિયા, PNG 55.74 રૂપિયાથી વધીને 56.24 રૂપિયા પ્રતિ CMS થયો

    1 day ago

    વડોદરા શહેર અને જિલ્લાના નાગરિકો માટે મોંઘવારીના મોરચે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકા (VMC) અને ગેઇલ ગેસ લિમિટેડ (GAIL)ના સંયુક્ત સાહસ એવી વડોદરા ગેસ લિમિટેડ (VGL) દ્વારા સી.એન.જી. (CNG) તેમજ પાઇપ્ડ નેચરલ ગેસ એટલે કે ઘરેલુ પી.એન.જી. (PNG)ના છૂટક વેચાણ ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. આ નવો ભાવવધારો આજથી જ તાત્કાલિક અસરથી અમલમાં આવી ચૂક્યો છે, જેના પગલે વાહનચાલકો અને સામાન્ય પરિવારો પર સીધો આર્થિક બોજ વધશે. CNGમાં ₹1.50નો વધારો, સીધો ₹90ની સપાટી પાર કંપની દ્વારા કરવામાં આવેલા વધારા મુજબ, વડોદરા જિલ્લામાં અત્યાર સુધી CNG પ્રતિ કિલો ₹89ના ભાવે મળતો હતો. તેમાં પ્રતિ કિલો ₹1.50નો વધારો ઝીંકવામાં આવતાં હવે ગ્રાહકોએ પ્રતિ કિલો ₹90.50 ચૂકવવા પડશે. CNGના ભાવ ₹90ને પાર પહોંચી જતાં રિક્ષાચાલકો, કેબચાલકો અને ખાનગી વાહનમાલિકોના માસિક બજેટ પર નોંધપાત્ર અસર પડશે. ઘરેલુ રાંધણગેસ (PNG)માં પણ ભાવવધારો ઝીંકાયો વાહનોના ઇંધણ ઉપરાંત ઘર વપરાશ માટે ઉપયોગમાં લેવાતા ઘરેલુ PNG (વેટ સિવાય)ના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ ઘરેલુ PNGનો ભાવ ₹55.74 પ્રતિ એસ.સી.એમ. (SCM) હતો, જે હવે વધીને ₹56.24 પ્રતિ એસ.સી.એમ. થઈ ગયો છે. આમ, ઘરેલુ ગેસના ભાવ વધતાં ગૃહિણીઓના રસોડાનું બજેટ પણ ખોરવાશે. ભાવવધારા પાછળ કંપનીએ વૈશ્વિક અને આર્થિક કારણો દર્શાવ્યા વડોદરા ગેસ લિમિટેડ દ્વારા આ ભાવવધારા પાછળ આંતરરાષ્ટ્રીય બજાર અને વિદેશી હૂંડિયામણના દરોને જવાબદાર ગણાવવામાં આવ્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બર-2025થી સપ્ટેમ્બર-2026 દરમિયાન આર.એલ.એન.જી. (RLNG)ની લેન્ડેડ કિંમતમાં આશરે 26 ટકા અને ઘરેલુ કુદરતી ગેસની કિંમતમાં આશરે 19 ટકાનો મોટો ઉછાળો નોંધાયો છે. આ ઉપરાંત, આ જ સમયગાળા દરમિયાન અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયાના મૂલ્યમાં અંદાજે 8 ટકાનો ઘટાડો થયો છે. ડોલર સામે રૂપિયો નબળો પડવાના કારણે ગેસની આયાત વધુ મોંઘી બની છે, જેના પરિણામે સ્થાનિક ગ્રાહકો પર આ આર્થિક બોજ નાખવાની ફરજ પડી હોવાનું કંપની વતી સ્પષ્ટ કરવામાં આવ્યું છે. ભાવવધારાની સ્થિતિ એક નજરે:
    Click here to Read More
    Previous Article
    રવિ પુષ્ય નક્ષત્રમાં 450 કરોડથી વધુના સોના-ચાંદીની ખરીદી:છેલ્લા 3 દિવસમાં ગોલ્ડના ભાવ ઘટતા ચાર મહાનગરોમાં લોકો ધનતેરસ પહેલા જ આજના શુભ દિવસે ખરીદી કરવા ઉમટ્યા
    Next Article
    સાબરમતી-વારાણસી વચ્ચે 4 નવેમ્બરથી દોડશે નવી દૈનિક સુપરફાસ્ટ એક્સપ્રેસ:પીએમ નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપી ઉદ્ઘાટન કરેલી સુપરફાસ્ટ ટ્રેનની નિયમિત સેવા શરૂ થશે, 2 નવેમ્બરથી બુકિંગ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment