Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'પોસ્ટ વિભાગમાં નોકરી મારે ઉપર સેટિંગ છે':પાલીતાણામાં પોસ્ટ વિભાગમાં નોકરી આપવાના નામે રૂ.4 લાખની છેતરપિંડી, બોગસ એપોઇન્ટમેન્ટ લેટર આપી ઠગાઈ આચરી, 2 શખ્સો સામે પોલીસ ફરીયાદ નોંધાઈ

    8 hours ago

    પાલીતાણા શહેરના હવા મહેલ ક્વાર્ટરમાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા અમીતભાઇ જાડેજા નામના યુવક સાથે પોસ્ટ વિભાગમાં સરકારી નોકરી અપાવવાની લાલચ આપી રૂ.4 લાખની માતબર રકમની ઠગાઈ આચરવામાં આવી હતી, આ મામલે યુવકે બે શખ્સો સામે વિશ્વાસઘાત અને બનાવટી કાગળો ઊભા કરી છેતરપિંડી કર્યાની ફરિયાદ પાલીતાણા ટાઉન પોલીસ મથકે નોંધાવી હતી, 6 લાખ માંથી 4 લાખ ચૂકવી આપ્યા આ બનાવ અંગે પાલીતાણા ટાઉન પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર અમીત ફરીયાદ નોંધાવી હતી કે, મે 2024માં તેઓ પાલીતાણા પોપડા વિસ્તારમાં આવેલી ઇલેક્ટ્રિકની દુકાને બેસવા જતાં, દુકાનદાર કિરીટસિંહ ઝાલા અને તેમના પુત્ર પ્રદિપભાઇ કિરીટસિંહ ઝાલાએ 'પોસ્ટ વિભાગમાં નોકરી મારે ઉપર સેટિંગ છે' તેવી વાત કરી હતી. નોકરી મેળવવા માટે રૂ.6 લાખની માંગણી કરવામાં આવી હતી, જેમાંથી રૂ.4 લાખ અગાઉ અને બાકીના રૂ.2 લાખ નોકરી મળ્યા બાદ આપવાનું નક્કી થયું હતું, અમીતભાઇએ વિશ્વાસ મૂકીને કટકે કટકે ઓનલાઇન ગુગલ-પે તથા રોકડા મળી કુલ રૂ.4,00,000 પ્રદિપભાઇને ચૂકવી દીધા હતા, બોગસ એપોઇન્ટમેન્ટ લેટર અને ગુમરાહ કર્યા જાન્યુઆરી 2025 માં પ્રદિપભાઇના કહેવાથી અમીતભાઇ ભાવનગર પોસ્ટ ઓફિસે ગયા હતા, જ્યાં તેમની મુલાકાત દિહોરના બળદેવભાઇ રમેશભાઇ રાઠોડ સાથે થઈ હતી. બળદેવભાઇએ અમીતભાઇને પોસ્ટ ઓફિસનો એપોઇન્ટમેન્ટ લેટર આપી પાલીતાણા પોસ્ટ ઓફિસ ખાતે હાજર થવા જણાવ્યું હતું., તા.2 જાન્યુઆરી 2025ના રોજ અમીતભાઇ પાલીતાણા પોસ્ટ ઓફિસે હાજર થવા જતાં, ત્યાંના અધિકારીઓએ તપાસ કરી આ એપોઇન્ટમેન્ટ લેટર સંપૂર્ણ ખોટો અને બનાવોટી હોવાનું ખુલાસો કર્યો હતો., આ અંગે પ્રદિપભાઇ અને બળદેવભાઇનો સંપર્ક કરતાં તેઓએ 'હજુ સેટિંગ બાકી છે' તેમ કહી અમીતભાઇને 10 દિવસ સુધી મોબાઈલ બંધ રાખી બહાર રહેવા જણાવી ગુમરાહ કર્યા હતા., પૈસા પરત ન મળતાં આખરે પોલીસ ફરિયાદ એકાદ વર્ષ જેટલો સમય વિતી જવા છતાં નોકરી ન મળતાં અમીતભાઇએ પોતાના નાણાં પરત માંગ્યા હતા. આરોપીઓએ અંદરોઅંદર બહાના બતાવી, પ્લોટ વેચીને કે અન્ય રીતે પૈસા ચૂકવી દેવાની વાતો કરી સમય પસાર કર્યો હતો. આખરે પોતાની સાથે છેતરપિંડી થયાનું સ્પષ્ટ જણાતાં અમીતભાઇ જાડેજાએ પ્રદિપભાઇ કિરીટસિંહ ઝાલા રહે. પાલીતાણા અને બળદેવભાઇ રમેશભાઇ રાઠોડ રહે. દિહોર સામે ફરિયાદ નોંધાવી હતી, પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે...
    Click here to Read More
    Previous Article
    APK ફાઇલ મોકલી ઠગાઇના કિસ્સા:વૃદ્ધને APK ફાઇલ મોકલી 6.74 લાખ પડાવ્યા,મહિલાને ટ્રાફિક પોલીસના નામે APK ફાઇલ મોકલી 5 લાખ પડાવ્યા
    Next Article
    રાજ્યમાં આજે 75,000 ઉમેદવારોની TAT (S)ની પરીક્ષા:પરીક્ષા કેન્દ્રોમાં ચુસ્ત સુરક્ષા વચ્ચે પ્રવેશ અપાયો, 10-30 વાગ્યાથી પ્રથમ પેપર શરૂ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment